કોરોનાકાળમાં પોતાનું અને પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી થઈ ગયું છે. આ સમયમાં લોકો સંક્રમણથી બચવા માટે ઘણા પ્રકારના ઘરેલું ઉપાયો અપનાવીને પોતાને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક્સપર્ટ અને ડોક્ટર દ્વારા ઘણી એવી વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેનાથી તમે કોરોનાથી પોતાનો બચાવ કરી શકો. આવી વસ્તુઓમાં એક વસ્તુ છે લસણનું જ્યુસ. લસણનું જ્યુસ ઘણા પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં ખુબ જ અસરકારક છે.
કોરોનાકાળમાં લોકોને થઈ રહેલી ઉધરસને દુર કરવામાં પણ આ એક અસરકારક ઉપચાર માનવામાં આવે છે. લસણના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, તેમજ બીજી અનેક પરેશાનીઓને પણ દુર કરવામાં લસણ તમારી મદદ કરે છે. પણ આપણામાંથી ઘણા એવા લોકો પણ છે જેને સમજાતું જ નથી કે લસણનું સેવન કેવી રીતે કરવું જોઈએ. તેમજ લસણના જ્યુસનો વધુ ફાયદો કઈ રીતે લઇ શકાય છે, ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.ઉધરસ : જો તમને ઉધરસની સમસ્યા છે, તો લસણનું જ્યુસનું સેવન કરો. તેનાથી તમને ઉધરસમાં રાહત મળશે. ઉધરસ દુર કરવા માટે લસણના થોડા ટીપામાં 1 ગ્લાસ દાડમનું જ્યુસ મિક્સ કરો અને સવારે ખાલી પેટ તેને પીય જાવ, તેનાથી તમને બીજા અનેક ફાયદા પણ થશે.
ગળાની ખરેડી : કોરોનાના વધતા જતા કેસના કારણે લોકોને અન્ય સમસ્યાઓ પણ થઈ રહી છે. તેમાંથી જ એક છે ગળામાં ખરેડી થવી અને ગળામાં કફ થવો. જો તમને આ સમસ્યા છે તો 1 ગ્લાસ ગરમ પાણી લો, લસણના થોડા ટીપા મિક્સ કરો, અને આ પાણીથી કોગળા કરવાથી તમને ઘણો લાભ થશે.અસ્થમા : હાલમાં અસ્થમાના દર્દીઓની સંખ્યા ઘણી વધી રહી છે. જો તમને અસ્થમા છે, તો લસણનું જ્યુસનો ઉપયોગ કરો. તેનાથી તમને ઘણો ફાયદો થશે. આ માટે લસણના જ્યુસમાં 1 ગ્લાસ પાણી મિક્સ કરીને પીવાથી અસ્થમાના દર્દીને ઘણો ફાયદો થાય છે.
ખીલની સમસ્યા :
લસણના જ્યુસનો ઉપયોગ કરવાથી ખીલની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. સ્કીન પર તેનો પ્રયોગ કરવા માટે 5 થી 6 ચમચી લસણનું જ્યુસ લો. આ જ્યુસને રૂ ની મદદથી ચહેરા પર લગાવો. થોડા સમય માટે તેને સુકાવા દો. ત્યાર પછી પોતાના ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગથી તમને ઘણો ફાયદો થશે.વાળની સમસ્યા : જો તમને વાળની કોઈ સમસ્યા છે જેમ કે, ખરતા વાળ, ખોડો તેનાથી છુટકારો મેળવવા માટે લસણના જ્યુસનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે 2 ચમચી લસણનું જ્યુસ લો, તેમાં થોડા સરસવના તેલના થોડા ટીપા નાખો અને વાળની જડ સુધી લગાવો. તેનાથી ખરતા વાળ અને ખોડાની સમસ્યા થોડા દિવસોમાં સમાપ્ત થઈ જશે.
કોલેસ્ટ્રોલ લેવલ :
વધતા જતા કોલેસ્ટ્રોલ લેવલને સુધારવામાં પણ લસણનું જ્યુસ ખુબ જ સારું છે. તેનો ઉપયોગ હૃદયની બીમારી દુર કરવા માટે પણ થાય છે. ધ્યાન રાખો કે લસણનું જ્યુસ બનાવ્યા પછી તેને લાંબા સમય સુધી રાખી ન મુકો. નહિ તો તે તમને નુકસાન પણ કરી શકે છે.આમ તમે પોતાની ઇમ્યુનિટીમાં વધારો કરવા માટે લસણનું સેવન કરી શકો છો. તેનાથી તમારું શરીર ફિટ અને તંદુરસ્ત રહેશે. સાથે જ તમને અનેક રોગોનો પણ સામનો કરી શકશો. અને કોરોનાથી પણ બચી શકશો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી