જાણો તમારા વાહન માટે કયું ટાયર છે સૌથી ઉત્તમ ? ટ્યૂબલેસ કે ટ્યૂબવાળું ? આ માહિતી જાણી લો અકસ્માત થતા બચી જશો..

વાહનોમાં ગાડીઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે. અને જો તમારી ગાડીનું ટાયર બરાબર ન હોય તો અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે, તેથી ટાયરને વારંવાર ચેક કરાવવું જરૂરી છે. જ્યારે પણ આપણે ખુબ જ હાઈ સ્પીડમાં ગાડીને ચલાવીએ છીએ ત્યારે ગાડીમાં પંચર થઈ જાય તો એવા સમયે વાહનને અંકુશમાં રાખવું ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. તેથી ગાડીને થોડી ઓછી સ્પીડમાં ચલાવવી જોઇએ.

જો તમે તમારા વાહનમાં ટ્યુબ ટાયરનો ઉપયોગ કરો છો, તો તે સંજોગોમાં આવો સામનો કરવો પડી શકે છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે તમે ટ્યૂબલેસ ટાયરને વાપરી શકો છો. આમ, તો ટ્યુબ વાળા ટાયરમાં હવા ખુબ જ ઝડપથી નીકળી જાય છે, જ્યારે ટ્યૂબલેસ ટાયરમાં પંચર હોય તો પણ ટાયર માંથી હવા ધીમે-ધીમે નીકળે છે અને તમે ગાડીને પણ ખુબ જ સહેલાઈથી કંટ્રોલ કરી શકો છો. ચાલો હવે ટ્યૂબલેસ ટાયરના બીજા ઘણા ફાયદાઓ વિશે જાણીએ.સેફ્ટી : ટ્યૂબલેસ ટાયર તમારી સેફ્ટી માટે ખુબ જ જરૂરી છે. જો કોઈ પણ પરિસ્થિતિમાં ટાયરમાં પંચર થયું હોય તો પણ ગાડીને તમે સહેલાઈથી કંટ્રોલમાં રાખી શકો છો. તેનું કારણ એ છે કે, ટ્યુબ વાળા ટાયરમાં જો પંચર પડ્યું હોય તો હવા ખુબ જ ઝડપથી નીકળી જાય છે, જ્યારે ટ્યૂબલેસ ટાયરમાં પંચર પડ્યું હોય તો પણ હવા ધીમે-ધીમે નીકળે છે અને તેથી તમે ગાડીને સરળતાથી બેલેન્સ કરી શકો છો.

પરફોર્મેન્સ : ટ્યૂબલેસ ટાયરનો વજન ટ્યુબ વાળા ટાયર કરતાં ઓછો હોય છે, જે તમારી ગાડીની માઇલેજને સુધારે છે. તેની સાથે ટ્યુબ ટાયર ઝડપથી ગરમ થાય છે અને ખાસ કરીને ટ્યુબલેસ ટાયર તો ઉનાળામાં પણ ઝડપથી ગરમ થતા નથી.પંચર કરવામાં : ટ્યૂબલેસ ટાયરમાં પંચર કરવું ખુબ જ સહેલું અને ફાસ્ટ છે. ગાડીના ટાયરમાં જે પણ જગ્યા પર પંચર પડ્યું હોય ત્યાં સ્ટ્રીપ અને તેના પછી રબર સિમેન્ટને ભરવામાં આવે છે. જ્યારે ટ્યુબ ટાયરમાં પંચર કરવું ખુબ જ કઠિન થાય છે અને ખુબ જ સમય પણ લે છે.

જો તમારે ટાયરને સુરક્ષિત રાખવું હોય તો ક્યારેય પણ તેને ખરાબ રસ્તા પર ન ચલાવો અને જો ક્યારેય એવા સંજોગોમાં ગાડી ખરાબ રસ્તા પર ચલાવવાનું થાય તો પણ તમે ગાડીને થોડી ધીમે-ધીમે ચલાવો, જેથી ટાયર પર વધારે પ્રેશર ન પડે. ટાયરને જરૂર પૂરતું જ સાચું દબાણ આપો અને ગાડીને સ્વચ્છ જગ્યા પર જ પાર્ક કરો. ગાડી સંભવ હોય ત્યાં સુધી ગરમ જગ્યા પર પાર્ક ન કરો, જેથી પંચર થવાની સંભાવના ખુબ જ ઓછી રહે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment