મીઠાઈ સિવાયની મોટાભાગની વાનગીઓમાં મીઠું હોય છે, કેમ કે મીઠું ન જો ભોજનમાં ન હોય તો તેનો સ્વાદ ફિક્કો લાગે છે. ભોજનમાં સ્વાદ વધારવા માટે મીઠું અહેમ ભાગ ભજવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, મીઠાનું વધુ સેવન કરવાથી નુકશાન પણ થઈ શકે છે. WHO દ્વારા હાલમાં જ જાણવામાં આવ્યું છે કે, વધારે મીઠાનું સેવન કરવાથી 3 મિલિયન લોકોનું અવસાન થાય છે. હવે આ સંખ્યાને ઓછી કરવા માટે આ સંસ્થા એ લોકોને દિવસમાં ફક્ત 5 ગ્રામ મીઠાનું સેવન કરવાની સલાહ આપી છે.
આ સાથે ખોરાકના પર્યાવરણમાં સુધારો કરવા માટે અને જીવન બચાવવા માટે 60 થી વધુ ખોરાક કેટેગરીમાં સોડિયમના સ્તર માટે નવા ધોરણો તૈયાર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવ્યું છે કે, આ બેંચમાર્ક 2025 સુધીમાં મીઠાના વપરાશમાં 30 ટકાનો ઘટાડો કરશે.WHO ના અનુસાર આપણે બધા જરૂરિયાત કરતાં બમણું મીઠું ખાઈએ છીએ. નિષ્ણાંતોના મતે આપણા શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન ખુબ જ જરૂરી છે. ઓછી માત્રમાં પોટેશિયમ હોય અને સોડિયમનું વધારે સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. જો જમવામાં મીઠાની માત્રા વધારે હોય તો બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી બીમારી પણ થઈ શકે છે. અને તે હાડકાને પણ નબળા કરી દે છે.
લોકો દરરોજ ખાય છે આટલું મીઠું : તંદુરસ્ત પ્લાજમા બનાવવા માટે અને તાંત્રિકાનું સ્વાસ્થ્ય સુધારવા માટે મીઠાનું સેવન કરવું એ જરૂરી માનવામાં આવે છે. આ પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ ફૂડ, ડેરી અને માંસ જેવી કેટેગરીમાં વધારે માત્રામાં હોય છે. જો કે મસાલા, ફરસાણમાં પણ મીઠાની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. રોજ માત્ર 5 ગ્રામ જ મીઠાનું સેવન કરવું જોઈએ. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.WHO ના ડેટા અનુસાર મોટાભાગના લોકો દરરોજ સરેરાશ 9 – 12 ગ્રામ મીઠાનું સેવન કરે છે. આ સંસ્થાએ એવું અનુમાન લગાવ્યું છે કે, જો મીઠાનું સેવન યોગ્ય સ્તરમાં ઘટાડવામાં આવે તો વૈશ્વિક સ્તરે 2.5 મિલિયન લોકોના અવસાનને રોકી શકાય છે.
નવા બેંચમાર્કની પાછળની સાચી હકીકત :
સંગઠનના નવા માર્ગદર્શિકા અનુસાર, 60 ગણી વધુ કેટેગરીમાં સોડિયમના સ્તર માટે નિર્ધારિત ધોરણો દેશોને મીઠાનું સેવન કરતાં ઘટાડવા માટે થઈને અને લોકોના જીવનને બચાવવા માટે મદદ કરશે. આ સંગઠનનો વિચાર એવો છે કે, સોડિયમનું સેવન તે જગ્યા પર ઓછું કરવાની જરૂર છે કે જ્યાં પ્રોસેસ્ડ ફૂડની આઇટમો વધારે વેચાતી હોય છે. જણાવી દઈએ કે, અમેરિકના ઉપભોક્તા વકાલત ગ્રૂપ અને જાહેર હિતમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ પહેલને સમર્થન આપવામાં આવ્યું છે.મીઠાના ફાયદા અને તેની આડઅસર : આપણે સૌ જાણીએ જ છીએ કે મીઠું એ આપણા માટે કેટલું જરૂરી છે. મીઠા વગર તો ભોજનનો સ્વાદ જ ખરાબ લાગે છે. જો મીઠાનું સેવન કરવામાં આવે તો કામ કરવામાં સ્ફૂર્તિ રહે છે. મીઠું માત્ર શરીરને હાઈડ્રેક કરવામાં જ કામ આવે છે એવું નથી પણ તે થાઈરોઈડને સારું કરવા માટે પણ મદદ કરી શકે છે.
મીઠાનું સેવન કરવા માટેના ફક્ત એટલા જ ફાયદા નથી પણ જે લોકને લો બીપીની બીમારી છે તેના માટે મીઠું ફાયદાકારક છે. આ સિસ્ટિત ફાઈબ્રોસિસના લક્ષણોનો સુધાર કરે છે. પરંતુ જો સોડિયમનું જાણે – અજાણે પણ વધારે સેવન કરવામાં આવે તો તે શરીરને નુકશાન પહોંચાડી શકે છે. જો સોડિયમનું વધારે સેવન કરવામાં આવે તો હૃદયની બીમારી, સ્ટ્રોક, હાઈ બીપી અને કિડનીના રોગો થઈ શકે છે. તેથી સોડિયમનું સેવન અધિક માત્રામાં ન કરવું જોઈએ.
મીઠા વિશેની ગેર સમજ :
સંગઠને મીઠાના અભાવ અંગે કેટલીક દંતકથાઓ અને ગેરસમજો અંગે પણ સ્પષ્ટતા કરી છે. ઘણા લોકોનું એવું માનવું છે કે, જો વધારે પરસેવો થાય ત્યારે મીઠું ખાવું જોઈએ. જ્યારે આ ખોટું છે. જો તમને વધારે પરસેવો થાય છે તો તમારે માત્ર હાઈડ્રેશનની જ જરૂર છે. અને જો વધારે સોડિયમને ખાવામાં આવે તો બ્લડ પ્રેશર જ વધે છે.ફૂડ કેટેગરીજ અને સોડિયમનું સેવન : WHO સોડિયમ બેંચમાર્ક 5 મેં ના રોજ વ્યક્તિગત રીતે પેકેજ અને પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો જેવા કે પેકેજ્ડ બ્રેડ, જેમાં વધારે મીઠું ચડાવેલું હોય એવી સામગ્રી, માંસના ઉત્પાદનો અને ચીજમાં સોડિયમની સામગ્રીના અભાવ વિશે પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે.
માર્ગદર્શિકા અનુસાર, 100 ગ્રામ બટેટાની ચિપ્સમાં ઓછામાં ઓછું 100 ગ્રામ સોડિયમ હોવું જોઈએ. જ્યારે પાઈ અને પેસ્ટ્રીમાં સોડિયમ 120 ગ્રામ અને પ્રોસેસ્ડ માંસમાં 30 મિલીગ્રામ સુધી હોવું એ બરાબર છે. તેના કરતાં વધારે મીઠાનું સેવન એ આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
1 veri halfkul