મિત્રો તમે જાણો છો કે, મેથી એક એવો પોષક આહાર છે જેને તમે સુકી તેમજ લીલી બંને રીતે ઉપયોગ કરી શકો છો. લીલી મેથીના પણ એટલા જ ફાયદા છે, જેટલા પીળી કે સુકી મેથીના હોય છે. આથી બંને મેથીનું સેવન તમારા શરીર માટે ખુબ જ લાભકારી છે. મેથીના દાણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ તેનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ.
ફીટ રહેવા માટે અને વજન ઓછું કરવા માટે, આપણે પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જોઈએ. ઘરના રસોડામાં ઘણી સામગ્રી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાંની એક છે મેથી. પીળા મેથીના દાણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.મેથીનો ઉપયોગ સદીઓથી વિવિધ શારીરિક સમસ્યાઓ દુર કરવા માટે કરવામાં આવે છે. તેમાં ઔષધીય ગુણ પણ છે. મેથીમાં ફાઈબર, આયર્ન, વિટામિન એ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી વજન ઓછું થાય છે. મેથીના દાણામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર સમાવિષ્ટ હોય છે. જો તમે મેથીના દાણાનો ઉપયોગ વજન ઘટાડવા માટે અજમાવો છો તો તમને અવશ્ય લાભ થશે. આ ઉપચાર અજમાવ્યા બાદ ચારથી પાંચ કલાક સુધી ભૂખ લાગશે નહિ. મેથીના દાણાનું નિયમિત સવારે અને સંધ્યા સમયે સેવન કરવું જોઈએ, જેથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે. જો તમે મેથીના કાચા દાણાનું સેવન ન કરી શકતા હોય તો તમે તેને પલાળીને પણ સેવન કરી શકો છો.
વજન ઘટાડવામાં મેથી કેવી રીતે ફાયદાકારક છે ? : મેથીના દાણામાં પુરતા પ્રમાણમાં અદ્રાવ્ય ફાઈબર જોવા મળે છે. તે પાચન માટે સારું છે અને શરીરમાં જમા થયેલ ઝેરીલા પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય તે બ્લડ શુગરનું પ્રમાણ પણ ઘટાડે છે અને સોજાને નિયંત્રિત કરે છે. તેમાંથી મળતા પોષક તત્વો વજન ઘટાડવામાં માટે અસરકારક સાબિત થાય છે. એટલા માટે નિયમિત રીતે મેથીના દાણાનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. બ્લડ શુગરને દવા વગર પણ કંટ્રોલ કરી શકાય છે, મેથીના દાણાનો ઉપયોગ કરી તો જાણો એવી રીતે બનાવવું મેથીના દાણાનું પાણી તો ચાલો મિત્રો તેના વિશે જાણીએફણગાવેલ મેથીના દાણા : ફણગાવેલ મેથીના દાણાને સવારના નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો થશે. સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, ફણગાવેલ મેથીના દાણામાં પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે અને તે ખુબ જ સરળતાથી તેનું પાચન થાય છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ શામેલ હોય છે જે આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. સારું પરિણામ મેળવવા માટે ફણગાવેલ મેથીના દાણાને સવારે ખાલી પેટ ખાવા જોઈએ
મેથીના દાણા અને મધ : વજન ઓછું કરવા માટે મેથીના દાણા અને મધ આ બંનેનું સેવન એક સાથે કરવામાં આવે છે. મધને કુદરતી શક્તિરૂપ સ્ત્રોત માનવામાં આવે છે અને શરીરમાંથી ચરબીને દુર કરે છે. મધમાં ઓછા પ્રમાણમાં કેલેરી હોય છે, જે વજનને નિયંત્રણમાં રાખે છે. મેથીના દાણાને પીસીને પેસ્ટ તેયાર કરી લો તેમાં એક ચમચી મધ મેળવીને ખાવાથી ઘણો ફાયદો થાય છે.મેથીની ચા : મેથીની ચાનું સેવન ચરબી દુર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તો તેને બનાવવાની રીત જાણીએ. એક કપ પાણીમાં એક ચમચી મેથીના દાણા, થોડા તજના ટુકડા, ખાંડ અને આદુ મિક્સ કરો. અને તેને ધીમા તાપે 5 મિનીટ સુધી થવા દો પછી આ ચા ગાળીને પછી પીવો. આ ચામાં આદુ અને તજ વજન ઘટાડવામાં અને ચરબી ઘટાડવામાં મદદ કરે . સારું પરિણામ મેળવવા માટે દિવસમાં 3 વખત મેથીની ચા પીવો.
સવારે ખાલી પેટ પીવો મેથી દાણાનું પાણી : વજન ઘટાડવા માટે સવારે ભૂખ્યા પેટે મેથીના દાણાનું પાણી પીવું સારું વિકલ્પ માનવામાં આવે છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પાણી સાથે દાણાને ગરમ કરી ઉકાળો અને તેને ગાળીને પીવો. આ મેથીના દાણાનું પાણી પીવાથી સવારે પેટ સાફ આવે છે, અને તમારા દિવસની સારી શરૂઆત થાય છે. આ સિવાય તેમાં કેલેરીની માત્રા હોતી નથી. વધુ સારા પરિણામ માટે દિવસમાં 2 વખત મેથીના દાણાનું પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી