મિત્રો જો કે તમે જાણતા હશો કે, દહીંંને ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. તેમજ તેના સેવનથી તમારું શરીર પણ તંદુરસ્ત રહે છે. તેમજ તમારા શરીરમાં વિટામીન સી ની કમી પણ પૂરી થઈ જાય છે. જો કે દહીંંને લોકો અલગ અલગ રીતે ખાવાનું પસંદ કરતા હોય છે. આજે અમે તમને દહીંમાં કિસમિસ મિક્સ કરીને ખાવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.
ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન ખુબ ફાયદાકારક હોય છે. તમે દહીંને કોઈ પણ રૂપે ખાઈ શકો છો. રાયતાથી લઈને કઢી અને છાશ સુધીમાં દહીંને વાપરી શકો છો. દહીંના ઘણા ફાયદા હોય છે. આ પેટને ઠંડુ રાખવા સિવાય પાચનને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. દહીંના સેવનથી સ્કિનમાં ગ્લો આવે છે. પરંતુ શું તમને દહીં સાથે કિસમિસ ખાવાના ફાયદા ખબર છે ? દહીં-કિસમિસ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. પરંતુ તેની અસર શરીર પર પરફેક્ટ અસર થાય એ માટે ખાવાની યોગ્ય રીત ખબર હોવી જોઈએ. આજે અમે તમને બતાવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે દહીં સાથે કિસમિસનું સેવન કરવું જોઈએ. જેનાથી તમને સૌથી વધારે ફાયદો થશે.દહીંનું સેવન શરીર માટે ખુબ સારું માનવામાં આવ્યું છે. તેના સેવનથી પાચન ક્રિયાથી લઈને તે સ્કીન ગ્લો પર પણ અસર કરે છે. પરંતુ દહીંના સેવનની પણ એક રીત છે. જે એની અસરને પ્રભાવિત કરે છે. જો ખોટી રીતે દહીંનું સેવન કરવામાં આવે તો શરીર પર તેની પ્રતિકુળ અસર પડે છે. દહીંને ક્યારે પણ રાત્રે ન ખાવું જોઈએ. આવું કરવું શરીર માટે નુકશાનકારક તત્વ પેદા થાય છે.
વાત જો દહીં સાથે કિસમિસ ખાવાની હોય તો હંમેશા દિવસમાં ખાવું જોઈએ. ગામડાઓમાં નાસ્તામાં અને બપોરના ભોજનમાં દહીં ખાવું ખુબ લાભદાયી માનવામાં આવે છે. દહીં-કિસમિસ ખાવાનો બેસ્ટ ટાઇમ છે સવાર અને બપોર. તમે દહીંને બપોરના સમયે આશરે 3-4 વાગ્યે મધ્યાહન ભોજનના રૂપમાં ખાઈ શકો છો. એનાથી તમને જે ભોજન પછીની તકલીફ છે તેનાથી પણ છૂટકારો મેળવી શકો છો. આ વાતનું પણ ધ્યાન રાખવું કે તમે એક વાટકી દહીંમાં બહુ વધારે કિસમિસ નાખવી નહિ. બેસ્ટ એ છે કે, તમે એક વાટકી દહીંમાં તમે 4-5 કિસમિસ જ નાખવી.દહીં-કિસમિસ ખાવાના ફાયદા : દહીં અને કિસમિસ ખાવાથી શરીરમાં સારા બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે. એની સાથે પેટના સોજા ઓછા થાય છે. આ બંનેને ખાવાથી હાડકાંમાં મજબૂતી આવે છે. આ સિવાય વધતું બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ દહીં અને કિસમિસ ખુબ ફાયદાકારક હોય છે.
દાંત અને હાડકાં માટે : દાંત અને હાડકાંને મજબૂત રાખવા માટે કેલ્શિયમની જરૂર હોય છે. એવામાં કિસમિસનું સેવન દાંત અને હાડકાં માટે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 100 ગ્રામ કિસમિસની અંદર આશરે 50 mg કેલ્શિયમ હોય છે. જે તમારા દાંત અને હાડકાંને મજબૂત રાખવાનું કાર્ય કરે છે.ડાયજેશનમાં સુધારો : કબજિયાતની સમસ્યાથી રાહત માટે એક ઘરેલુ ઉપાય છે પલાળેલી કિસમિસનું સેવન. આ સિવાય જો તમે દરરોજ કિસમિસ ખાવો છો તો તમારા પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાથી આરામ મળે છે.
કરચલીઓ થશે દૂર : કિસમિસ ખાવાથી તમારી ઉંમર લાંબી થાય છે, પરંતુ તેની સાથે આ તમારી ત્વચાની કરચલીઓને પણ દૂર કરવામાં મદદ કરે છે.
હંમેશા રહેશો યુવાન : જો તમે હંમેશા યુવાન રહેવા માંગો છો તો કિસમિસનું પાણી પીવાનું શરૂ કરી દેવું. રાત્રે પાણીમાં કિસમિસ નાખીને ઉકાળવું અને રોજ સવારે કિસમિસના પાણીને પીવાથી તમે હંમેશા યુવાન બની રહેશો.રોગપ્રતિકારક શક્તિ વધે છે : રાત્રે પલાળેલી કિસમિસને ખાવી અને તેનું પાણી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. તેમાં ઉપલબ્ધ એન્ટી ઓક્સિડેન્ટ કારણે ઇમ્યુનિટી સારી થશે. જેનાથી બહારના વાયરસ અને બેક્ટેરિયાથી આપણું શરીર રોગ સામે લડવામાં સક્ષમ બને છે અને આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ નથી કરતાં. એટલે દરરોજ સવારે નાસ્તામાં દહીં-કિસમિસનું સેવન જરૂર કરવું જોઈએ.
પુરુષો માટે ફાયદાકારક છે : એક રીસર્ચ અનુસાર દહીંથી પુરુષોમાં સીમેન ક્વોલિટી વધારવામાં મદદ મળે છે. આ સિવાય દહીં ઘણી બીમારીઓને પણ દુર કરે છે. આથી પુરુષોએ દહીંનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે કિસમિસ ટેસ્ટોસ્ટેરોન બુસ્ટ ફૂડ્સની શ્રેણીમાં ગણવામાં આવે છે. આ એક એવો હોર્મોન છે, જે પુરુષોની ગુપ્ત સમસ્યાઓને દુર કરવામાં અને તેની વિભિન્ન શારીરિક સમસ્યાઓને દુર કરવા માટે પ્રભાવી રૂપે કાર્ય કરે છે.તળેલી વસ્તુઓ આપણા શરીર માટે હાનિકારક છે : આપણને જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે આપણે કંઈ પણ ખાઈ લઈએ છીએ. પણ તે આગળ જતા નુકસાન કરે છે. તેમજ તળેલી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. દહીં અને કિસમિસનું સેવન હેલ્થ માટે ઘણું સારું માનવામાં આવે છે. દહીં પોતાનામાં જ ખુબ હેલ્દી માનવામાં આવે છે, જ્યારે તેને મધ સાથે ખાવામાં આવે છે ત્યારે તે વધુ હેલ્દી બની જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી