ચોર ચોરી કરવા ગયો અને ખુદે જ બોલાવી પોલીસ…. પછી જે થયું તેના વિશે કલ્પના પણ ન કરી શકાય….. જ શા માટે બોલાવી પોલીસ…..
મિત્રો સામાન્ય રીતે ચોરને પકડવા માટે અન્ય લોકો પોલીસને ફોન કરીને બોલાવતા હોય છે એવું આપણે બધાએ સાંભળ્યું છે. તમને કોઈએ એવું કહે કે ચોરી કરવા ગયેલા ચોરે જ ફોન કરીને પોલીસને બોલાવ્યા તો તે વાત કદાચ તમારા માનવામાં ન પણ આવે. આ વાત સત્ય છે આગ્રામાં ચોરી કરવા ગયેલ એક ચોર સાથે કંઈક એવું બન્યું ક ચોરે ખુદે જ ફોન કરીને પોલીસને બોલાવી હતી. ચોર ગયો હતો ચોરી કરવા પણ પરિસ્થિતિ જ કંઈક એવી સર્જાયી હતી જેના કારણે ચોરે જ પોલીસને ફોન કર્યો અને બોલાવવ પડે એવી નૌબત આવી હતી.
તે ઘટના કંઈક એવી હતી કે ચોર ચોરી કરવા માટે જતો. પરંતુ ત્યાંના ગ્રામીણ લોકોએ ચોરને પકડી લીધો હતો. ચોરને પકડાય બાદ ગામના લોકો ચોરને ખુબ જ માર્યો હતો. તેનાથી ચોરને પોતાનો જીવ જોખમમાં હોય તેવું લાગ્યું અને ખુદે માંડ માંડ 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પોલીસ પણ સમય રહેતા ઘટના સ્થળે પહોંચી ગઈ અને ચોરને પકડીને પોલીસ ચોકીએ લઇ ગયા.
આ ઘટના ફતેહપુર સીકરીની રામકૃષ્ણ કોલોનીની છે. ત્યાં શુક્રવારની રાત્રે એક સૂમસાન ઘરને ચોરે પોતાનો નિશાનો બનાવ્યું હતું. ચોર તે ઘરમાં ચોરી કરવા માટે ઘુસ્યા પણ ખરા અને ઘરમાંથી હાજારો રૂપિયા રોકડા અને ઘરેણા તેમના હાથ પણ લાગ્યા. પરંતુ જ્યારે ચોર પૈસા અને ઘરેણાની ચોરી કરીને ભાગવા લાગ્યો ત્યારે પાડોશીઓને ચોર હોવાની આશંકા થઇ ગઈ હતી. બધા પાડોશીઓએ ભેગા મળીને તે ઘરની આસપાસ ઘેરાબંદી લગાવી દીધી. તેમાં બીજા ચોર તો ભાગી ગયા પરંતુ એક ચોર ઘરની અંદર જ રહી ગયો. જે લોકોના હાથે પકડાઈ ગયો હતો.
પાડોશીઓએ ચોરને ખુબ માર માર્યો. રોષે ભરાયેલા લોકોની ભીડ જોઇને ચોરની હવા ટાઈટ થઇ ગઈ. પોતાનો જીવ બચાવવા માટે ચોરે ખુદ જ 100 નંબર પર ફોન લગાવ્યો અને પોલીસને બોલાવ્યા હતા. ત્યાર બાદ સમય રહેતા પોલીસ ત્યાં પહોંચ્યા અને પોલીસે ચોરને લોકોની ભીડથી બચાવ્યો અને ત્યાર બાદ પોલીસ ચોરને પોતાની ચોકી પર લઇ ગયા હતા અને ત્યાં ચોરોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.
જે ઘરમાં ચોર લોકો ચોરી કરવા ગયા હતા તે ઘરના બધા લોકો લગ્નમાં ગયા હતા. સીકરી પોલીસ ચોકીમાં ચોરની રીપોર્ટ આપતી વખતે પૂર્વ હવલદાર સૂરજભાન સિંહના પૂત્ર ગુલાબ સિંહે જણાવ્યું કે પતસાલમાં ભત્રીજાના લગ્ન હતા. તેઓ જાન લઈને ધૌલપુર ગયા હતા. ઘરની મહિલાઓ પતસાલ ગામમાં જ હતી. ઘરે તાળું લગાવેલું હતું અને આ મોકાનો ફાયદો ઉઠાવવા માટે ચોર અડધી રાત્રે તાળા તોડીને ઘરમાં ઘુસ્યા. ઘરમાં ઘુસેલા ચોર દ્વારા હજારો રૂપિયાની રોકડ રકમ, સોનાની વીંટી, ચાંદીના આભૂષણો અને અન્ય કિંમતી સામાનની ચોરી કરવામાં આવી.
ચોર મેઈન ગેટનું તાળું તોડીને ઘરમાં ઘુસ્યા હતા. જ્યારે ચોરી કરીને બહાર નીકળતા હતા ત્યારે તેમને આસપાસના લોકોના અવાજ સંભળાયા. પોતાને આ પરિસ્થિતિમાં જોઇને ચોર ઉતાવળ કરીને ભાગવા લાગ્યા અને ત્યાં સુધીમાં તો લોકોએ ઘરની આસપાસ ઘેરાબંદી લગાવી દીધી હતી. એક ચોર ઘરની અંદર જ ફસાઈ ગયો જ્યારે બાકીના ચોર ભાગવામાં સફળ રહ્યા. હવાલદારે આગળ જણાવ્યું કે તે વિસ્તારના લોકોએ ચોરને ખુબ માર્યો તેથી પોતાનો જીવ જોખમમાં જોઇને ચોરે પોતે જ 100 નંબર પર કોલ કરીને પોલીસને બોલાવ્યા હતા.
તો મિત્રો આ રીતે પોતાનો જીવ બચાવવા માટે ખુદે જ કરવો પડ્યો પોલીસને ફોન. ઘણી વાર આવા ખરાબ કામને કારણે લોકોએ ખુદને પણ પોલીસના હવાલે કરવા પડતા હોય છે. જેનો આ જીવતોજાગતો દાખલો છે. એટલા માટે ક્યારેય પણ કોઈ એવું કામ ન કરવું જોઈએ જેના કારણે આપણે ખુદનો જીવ ગુમાવવાનો વારો આવે.
તો મિત્રો આ બાબત વિશે કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું કહેવું છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google