જાણો હાલ શું ચાલી રહ્યું છે એજ્યુકેશન સીસ્ટમમાં…. બાળકોને ભવિષ્ય સાથે સ્કુલ અને માતાપિતા દ્વારા કરવામાં આવે છે ખિલવાડ…. જાણો કેવી રીતે….

જાણો હાલ શું ચાલી રહ્યું છે એજ્યુકેશન સીસ્ટમમાં…. બાળકોને ભવિષ્ય સાથે સ્કુલ અને માતાપિતા દ્વારા કરવામાં આવે છે ખિલવાડ…. જાણો કેવી રીતે….

મિત્રો આજે આપણા ભારતનું શિક્ષણ ખુબ જ ખોખલું થતું જાય છે. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ બાળક આ ખોખલા શિક્ષણનો શિકાર થતું જાય છે. કેહવાય છે કે આજનું બાળક દેશનું ભાવી છે. પરંતુ એ ભાવી માટે જ તેનું શિક્ષણ હાવી થઇ જાય છે. મિત્રો આજે આ લેખ ખાસ વાંચજો. કારણ કે, આ વસ્તુ દરેક લોકો માટે લાગુ પડે છે કે કંઈ રીતે આપણે જુનું પુરાણું અને આઉટડેટેડ શિક્ષણ મેળવી રહ્યા છીએ.

આ ખોખલા થતા શિક્ષણ પાછળ પોલીટીકલ લીડર, કોચિંગ સેન્ટર, અમુક સ્વાર્થી ટીચર અને વાલીઓ પણ જવાબદાર છે. તેઓ કંઈ રીતે જવાબદાર છે તે સાંભળીને તમારા પણ હોંશ ઉડી જશે.

સૌથી પહેલા તો આજનું શિક્ષણ કેવું છે તે જણાવી દઈએ. મિત્રો આજે બધા કોમ્પ્યુટરની દુનિયામાં ખુબ જ આગળ વધી ગયા છે અને આજે પણ આપણી શાળાઓમાં હજુ MS word અને paint શીખવવામાં આવે છે. અને એ પણ સદીઓ જૂની window સાથે.એ જુનો કોન્સેપ્ટ ભણાવવામાં આવે છે કે કોમ્યુટરનો આવિષ્કાર કોણે કર્યો, સુપર કોમ્યુટર કેટલા રૂમોમાં ફીટ આવે છે. તો મિત્રો એક જોતા જોઈએ તો આ કોમ્યુટર સાઈન્સ નહિ પરંતુ કોમ્યુટર ઈતિહાસ કહેવાય છે. જે આપણી શાળા કોલેજોમાં ભણાવવામાં આવે છે. ક્યારેક કોમ્યુટરની નવી સીસ્ટમ તો જુઓ મેક ઓપરેટીંગ સીસ્ટમ, એન્ડ્રોઈડ ઓપરેટીંગ સીસ્ટમ પણ આવી ગયા છે. પરંતુ બાળકોને તો કોમ્યુટરની વિન્ડોમાં જ કેદ કરીને રાખેલા છે. વર્ષ 1998 નો કોન્સેપ્ટ હજુ પણ ચાલુ છે.

સૌથી પહેલા તો વાત કરીએ તો સરકારી શાળાઓમાં સારું શિક્ષણ નથી અપાતું માટે તેમાં માત્ર ગરીબ બાળકો જ અભ્યાસ કરે છે. ત્યાર બાદ મિત્રો આજકાલ બાળકો માટે ઈતિહાસ અને બીજા વિષયો પર વધારે ધ્યાન આપવામાં આવે છે પરંતુ આજકાલની ડેમોક્રેસી વિશે કોઈ પણ જ્ઞાન આપવામાં આવતું નથી. પરંતુ હાલ તેની વધારે જરૂર છે.

ક્યારેય પણ ભારીતીય શિક્ષણ બોર્ડ એ વિચાર નથી કરતુ કે બેઝિક વિષય બધા બાળકોને સુટેબલ છે કે નહિ. જે રીતે પાંચેય આંગળીઓ એક સમાન નથી હોતી તો પછી બધા જ વિષયો બધા બાળકો પર કેમ થોપવામાં આવે છે. કોઈ શિક્ષક પાંચેય વિષય જાતે ભણાવી શકે નહિ. કેમ કે તેની માસ્ટરી કોઈ એક વિષયમાં હશે. તો પછી દરેક બાળક બધા વિષયમાં કંઈ રીતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે.

મિત્રો બાળકનું આઈકયું લેવલ 14 વર્ષની ઉંમરે શરૂ થઇ જાય છે. ત્યારે તે 10 માં ધોરણમાં પહોંચે છે અને આજ એ જ સમય છે જ્યારે બાળકને પોતાના મનપસંદ વિષયો પસંદ કરવાના હોય છે. પરંતુ ભારતમાં તેનું ઊંધું થાય છે. દુનિયાભરના વિષયો તેમની સામે રાખી દેવામાં આવે છે. તો એવા સમયે બાળક પણ ભાર આપવામાં આવે છે કે બધા જ વિષયોમાં સારા ગુણ મેળવો અને પાસ થવા. જો યોગ્ય ગુણ નહિ આવે તો તમારું ભવિષ્ય બગડી જશે.  બાળકને આવા સમયે પ્રેરિત કરવાને બદલે તેના પર દબાણ કરવામાં આવે છે. આ બાબત સ્કુલમાંથી પણ કહેવામાં આવે છે અને ઘરથી માતાપિતા પણ કહેતા હોય છે. આવા સમયે બાળક કોઈ પણ કારણ વગર ઘણી વાર ડીપ્રેશનમાં પણ આવી જતા હોય છે. પરંતુ જો મિત્રો બાળકને 10 માં ધોરણમાં તેના મનપસંદ વિષયો આપવામાં આવે તો તે કોઈ દબાણ વગર આરામથી પાસ થઇ શકે છે અને એ વિષયમાં પોતાનું કરિયર પણ બનાવી શકશે.

મિત્રો આજ સુધી કોઈને પણ એ જાણવા નથી મળ્યું કે કોચિંગ કલાસીસ બાળકને શા માટે કરાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જે વિદ્યાર્થી બાળકો જેટલા આત્મહત્યા કરે એ વધારે કોચિંગ સેન્ટરમાં ગયા બાદ જ અરે કરે છે. ભારતમાં કોચિંગ સેન્ટર શા માટે રાખવામાં આવે છે. તેનો મતલબ શું શાળામાં શિક્ષણ નથી આપવામાં આવતું ? કે શું બાળકો જ એટલા નબળા છે ? પરંતુ એવું નથી. તેનું મુખ્ય કારણ છે શિક્ષણનો વધતો વેપાર. કારણ કે, પ્રાઈવેટ શાળા હોય કે કોચિંગ સેન્ટર તેમનો મુખ્ય ઉદ્દેશ તો પૈસા કમાવવાનો હોય છે. જેના કારણે તે લોકો પોતાના કોચિંગ કે શાળામાંથી સારા માર્કસે પાસ થયેલ બાળકોના પોસ્ટર લગાવી અને રેલી કાઢીને પોતાનો પ્રચાર કરે છે અને પોતાનો ધંધો ચલાવે છે. પરંતુ ખરેખર સૌથી વધારે મહેનત તો તે બાળકે જ કરી હોય છે.

અમુક બાળકો ભણતરના ભારથી આત્મહત્યા શા માટે કરે છે તેનું કારણ છે તેના પર આવતું દબાણ. અમુક માતાપિતા એવું વિચારતા હોય છે કે મારો દીકરો કે દીકરી પણ એક સારા કોચિંગ સેન્ટરમાં જાય, બીજા બાળકોની જેમ મારું બાળક પણ કોર્સ કરે. તો અમુક સ્વાર્થી માતાપિતા એવું દેખાડવા માંગતા હોય છે કે મારા સંતાનો પણ ઊંચામાં ઉંચી શાળા કે કોલેજમાં ભણે છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ બધું બાળક પર પ્રેશર બનાવતું હોય છે. જેનું પરિણામ એક સમયે ખુબ જ ખરાબ આવતું હોય છે અને એ બાળકની જિંદગી બગાડી નાખે છે.

હવે વાત કરીએ બાળકની તો એક તો બાળક પાસે ફરજીયાત એ વસ્તુ કરાવવામાં આવે છે જે તેને ગમતું નથી. તો એક બાજુ શાળાનું પ્રેશર બીજી આજુ કોચિંગ સેન્ટરનું પ્રેશર અને અધૂરામાં પૂરું માતા પિતાનું પ્રેશર. પછી બાળક એવું સમજી બેસે છે કે હું નાપાસ થઇશ અથવા તો સારા માર્ક નહિ આવે. ત્યારે બાળકને માત્ર એક જ વિચાર આવે છે કે હું જ ન હોવ તો આ બધી સમસ્યાનું સમાધાન થઇ જાય. હું શા માટે મારા માતાપિતાના પૈસા બગાડું છું અને આખરે તે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લેતા હોય છે.

તો દરેક માતાપિતાને એક સલાહ છે કે કોઈની સિમેન્ટની દીવાલ જોઇને આપણી કાચી દીવાલ ન તોડવી જોઈએ અને બીજી બાજુ પ્રાઈવેટ શાળા અને કોચિંગ સેન્ટરમાં ખુબ પૈસા એઠવામમાં આવતા હોય છે. શું સરકારે આ વાત પર ધ્યાન ન આપવું જોઈએ ? શું સરકાર પોતાની શિક્ષણ પદ્ધતિ એવી ન બનાવી શકે કે બાળકને શિક્ષણ લેવા માટે અન્ય કોચિંગ સેન્ટરમાં જવું જ ન પડે !

મિત્રો બાળકોને દબાણ નહિ પ્રોત્સાહન આપો. કેમ કે સ્પ્રિંગને જેટલી વધારે દબાવવામાં આવે એટલી જ વધારે ઉડે છે. એટલા માટે બાળકના મિત્ર બનીને તેના દરેક વિષય અને તેની રૂચીના વિષયમાં તેને મદદ કરો. તેના મિત્ર બનીને તેની દરેક મુશ્કેલી સામે તેને લડતા શીખવો. જો દરેક માતાપિતા પોતાના બાળક માટે માત્ર આટલી બાબતનું ધ્યાન રાખે તો બાળક ક્યારેય પણ કોઈ ખોટું પગલું નહિ ભરે.

મિત્રો આજે અમે તમને બધાને એક નાનકડો પરંતુ ખુબ જ મહત્વનો સવાલ પૂછવા જઈ રહ્યા છીએ જેનો જવાબ તમારે દિલથી આપવો જોઈએ,  “શું તમને પણ એવું લાગે છે કે ખરેખર ભારતીય શિક્ષણની પદ્ધતિમાં પરિવર્તનની જરૂર છે ? અને તમારા મતે શું પરિવર્તન લાવવું જોઈએ તે પણ કોમેન્ટ કરીને ખાસ જણાવજો.

તો મિત્રો આ બાબત વિશે કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું કહેવું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment