બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ

મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સની સૌથી મોટી દીકરી જેનિફર ગેટ્સે સગાઈકરી લીધી છે. તમને જણાવી દઈએ કે જેનિફરની ઉંમર 23 વર્ષ છે. 23 વર્ષની જેનિફરે 28 વર્ષના મિસ્રના ઘોડેસવાર નાયલ નસ્સારની સાથે સગાઈની ઘોષણા કરી હતી અને તેની ઘોષણા તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને કરી હતી. તેમાં જેનિફરે લખ્યું હતું કે, ‘નાયલ નસ્સાર….તું તારા તરફથી એક જ છે….. કરોડો વાર હા.’ તેની સાથે જ નસ્સારે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘તેણે હા કહ્યું.’ 

ચાર વર્ષની ડેટિંગ બાદ જેનિફરે અને નસ્સારે સગાઈ કરી હતી. પરંતુ હજુ e નક્કી નથી થયું કે લગ્ન ક્યારે કરશે. તો બીજી તરફ જેનિફરના પેરેન્ટસ બિલ (ઉંમર વર્ષ-64) અને મેલિંડા (ઉંમર વર્ષ-55) એ હાલમાં જ પોતાની 26 મિ સાલગીરા માનવી હતી. બિલ ગેટ્સ એમેઝોન કંપનીના સ્થાપક અને CEO જેફ બેજોસ બાદ દુનિયાના બીજા અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર જણાવીએ તો, 31 જાન્યુઆરીના રોજ બિલ ગેટ્સનું નેટવર્થ 110 બિલિયન ડોલર હતું. 

https://www.instagram.com/p/B76sF7GH7n-/?utm_source=ig_web_copy_link

નસ્સારે તેની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હું ખુદને દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ મહેસુસ કરું છું. મારા માટે તું એ બધું છે, જેના વિશે હું વિચારી શકું છું.’ નાયલ મૂળ રૂપે મિસ્રનો રહેવાસી છે. બાળપણ તેનું કુવૈતમાં પસાર થયું. તેના પિતા એક બિઝનેસ પર્સન છે. 

નસ્સારે સ્ટેંડફોર્ડ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ ઓફ ઇકોનોમિક્સમાં ડીગ્રી કરી છે. તે ઘોડેસવારી કરે છે, તે વિશ્વ સ્તરીય ઘણી સ્પર્ધામાં શો જમ્પર રહી ચુક્યા છે. તેનો પરિવાર 2009 માં અમેરિકાના કેલિફોર્નિયામાં રહેવા માટે ગયો હતો અને ત્યાં સ્થાઈ થઇ ગયા હતા. 

1 thought on “બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ”

Leave a Comment