પ્રધાનમંત્રીના આ ટ્વિટ થયા હતા ખુબ જ ફેમસ..લોકોએ કર્યા હતા ખુબ જ પસંદ

મિત્રો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આખા વિશ્વમાં ખુબ જ પ્રતિભાશાળી વ્યક્તિ માનવામાં આવે છે. આજે આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદીને ટ્વિટર પર પાંચ કરોડ કરતા પણ વધારે લોકો ફોલોવ કરે છે. પરંતુ હાલમાં જ નરેન્દ્ર મોદી દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેને લઈને ખુબ જ ચર્ચા થઇ હતી. તેમાં નરેન્દ્ર મોદી દ્વારા જણાવ્યું હતું કે તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સાત મહિલાને સોંપી દીધા હતા. 

સોશિયલ મીડિયાના વિભિન્ન એકાઉન્ટ પર સૌથી વધારે ફોલોવ થતા નેતા નરેન્દ્ર મોદી મોટાભાગે સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયાભરમાં લોકો સાથે સંપર્કમાં રહેતા હતા. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું નરેન્દ્ર મોદીના અમુક એવા ટ્વિટ વિશે, જેને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યા છે. જે ખુબ જ ફેમસ બન્યા હતા. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીe લોકસભા ચુંટણી 2019 માં જીત મેળવ્યા બાદ #VijayiBharat ની સાથે 23 મે ના રોજ એક ટ્વિટ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીના આ ટ્વિટને ગોલ્ડન ટ્વિટ 2019 નો ખિતાબ મળ્યો હતો. આ ટ્વિટને અત્યાર સુધીમાં 23 હજાર કરતા વધારે લોકોએ રીટ્વિટ કર્યું છે અને 108.2 હજાર લોકોએ લાઈક કર્યું છે. 

ત્યાર બાદ હિમાચલ પ્રદેશમાં ચુંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીe કહ્યું જતું કે, ‘હિમાચલ પ્રદેશમાં લહેરાયું કમળ, વિકાસની થઇ ભવ્ય જીત.  આ ટ્વિટ પણ ખુબ જ ફેંસ થયું હતું. 

ત્યાર પછી ગ્લોબલ આંતરપ્રન્યોરશિપ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીe ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી અને સલાહકાર ઇવાંકા ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અને અને તેની તસ્વીરને પણ ટ્વિટ કરી હતી. તેને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં  આવી હતી. 

પ્રધાનમંત્રીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બીજેપીની જીત પર ધન્યવાદ આપ્યું હતું અને બધા જ દેશવાસીઓનો આભાર માન્યો હતો. ત્યારે પણ લોકો તેના ટ્વિટને પસંદ કર્યું હતું. 

ઉત્તરપ્રદેશમાં નાગરિક ચુંટણીમાં જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ ધન્યવાદ અને કાર્યકર્તાઓને બધાઈ આપતા ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘વિકાસની આ દેશમાં ફરી એકવાર જીત થઇ છે. ઉત્તરપ્રદેશ નાગરિક ચુંટણીમાં ભવ્ય જીત માટે પ્રદેશની જનતાને ખુબ ખુબ ધન્યવાદ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને પાર્ટીના બધા જ કાર્યકર્તાઓને ખુબ ખુબ જ શુભકામનાઓ. આ જીત અમને જન કલ્યાણની દિશામાં અને વધારે મહેનત કરવા માટે પ્રેરિત કરશે.’ 

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ટ્વિટ ખુબ જ ફેમસ થયા હતા, પરંતુ તેમણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ સાત અલગ અલગ મહિલાને સોંપી દીધા હતા. 

Leave a Comment