આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મૌકા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે નારી શક્તિને શુભકામનો આપી હતી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને સાત મહિલાઓને સોંપી દીધું હતું. જેમણે વિભિન્ન ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કર્યું હોય e મહિલાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપી દીધા હતા. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મહિલાઓને નારી શક્તિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તે અવસર પર નાણાકીય મંત્રી નિર્મલા સીતારામણ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ તેની સાથે હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સૌથી પહેલા તો ભારતીય વાયુ સેનાની પહેલી મહિલા ફાઈટર પાયલોટ મોહના જીતવાલ, આવની ચતુર્વેદી અને ભાવના કંઠને નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો.
ભારતીય વાયુસેનાની પહેલી મહિલા ફાઈટર પાયલોટ મોહના જીતવાલ, અવની ચતુર્વેદી અને ભાવના કંઠને પુરસ્કાર આપવામાં આવ્યો, મિગ-21 માં એકલા ઉડાન ભરવા વાળી પહેલી ભારતીય મહિલા પાયલોતે જણાવ્યું કે, અમે અમારા રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રયાસરત રહેશું. હજુ આપણે ઘણું હાંસિલ કરવાનું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિહારની બીના દેવીને પણ નારી શક્તિ પુરસ્કાર આપ્યો. મિત્રો મશરૂમની ખેતીને લોકપ્રિય બનાવવા માટે તેને ‘મશરૂમ મહિલા’ ના નામથી ઓળખવામાં આવે છે. તેમજ તે ટેટિયાબંબર બ્લોકના ધોરી પંચાયતની સરપંચ પણ છે.
Delhi: President Ram Nath Kovind presents 'Nari Shakti Puruskar' to IAF's first women fighter pilots Mohana Jitarwal, Avani Chaturvedi & Bhawana Kanth https://t.co/jlbnvcSzPw pic.twitter.com/Haxlik8g30
— ANI (@ANI) March 8, 2020
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 103 વર્ષની મન કૌરને એથ્લેટિકમાં તેની સિદ્ધિઓ માટે નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિ દ્વારા અરીફ જાનને પણ નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો. બધી જ બાધાઓને દુર કરતા, કશ્મીરના આરીફ જાનને નુમ્દા હસ્તકલાને પુનર્જીવિત કરવા માટે પડકારજનક કાર્ય કર્યું હતું. તેમને 25 કરતા પણ વધારે કશ્મીરી કારીગરોને રોજગારો આપ્યો છે અને 100 કરતા વધારે મહિલાઓને પ્રશિક્ષિત કરી છે.
રાષ્ટ્રપતિ દ્વારા ચમી મૂર્મુંને પણ નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. ચમીને વનોની રક્ષા, સ્થાનીય વન્યજીવો અને સ્થાનીય લોકોની આજીવિકાના સુધાર માટે ઝરખંડની ‘લેડી ટાર્જન’ તરીકે ઓળખાય છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કલાવતી દેવીને નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો. આ મહિલાe ઉત્તર પ્રદેશના કાનપુરમાં જે લોકો ખુલ્લામાં શૌચ કરતા હતા તેમાં જાગૃતિ લાવી અને તે દિશામાં કામ કર્યું હતું. તેમણે કાનપુર અને તેના આસપાસના ગામોમાં 4000 કરતા પણ વધારે શૌચાલય બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
ત્યાર બાદ રાષ્ટ્રપતિ દ્વારા પશ્વિમ બંગાળમાં કોલકતાની કૌશિકી ચક્રવર્તીને પણ નારી પુરસ્કાર આપ્યો છે. તે એક ભારતીય શાસ્ત્રીય સંગીતની ગાયિકા છે, ખ્યાલ અને ઠુમરીની પ્રતિપાદક છે.
રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા લેહથી નીલજા વાંગમોને પણ નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. નીલજા એક ઉદ્યમી છે, જે અલચી રસોઈ રેસ્ટોરાં ચલાવી રહી છે. આ રેસ્ટોરાં પારંપરિક લદ્દાખી વ્યંજનો પરોસવા વાળું પહેલું રેસ્ટોરન્ટ છે. જેમાં અમુક ઉત્તમ અને વિસ્મૃત વ્યંજનોને શામિલ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આંધ્રપ્રદેશના શ્રીકાકુલમથી આવેલ પડાલા ભૂદેવીને નારી સમ્માન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે કે સમુદાય આધારી સંગઠન ચેન્નઈ આદિવાસી વિકાસ સમિતિના માધ્યમથી આદિવાસી મહિલાઓને, વિધવા મહિલાઓને અને પોડું ભૂમિના વિકાસ માટે કામ કરે છે.
રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા પુણે, મહારાષ્ટ્રની શ્રી મતિ રશ્મિને નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. તે 36 વર્ષથી એક મોટર વાહન અને RND વ્યાવસાયિક છે. તેમને મહિલા સશક્તિકરણને ખુબ જ પ્રોત્સાહન આપ્યું છે અને ઓટો ઉદ્યોગમાં મહિલાઓને રોજગાર મળે તેના માટે મદદ કરી છે. તો આ રીતે દેશનું મસ્તક ઊંચું રાખનાર નારીઓનું દેશ દ્વારા નારી સમ્માન પુરસ્કાર આપીને તેનું અભિવાદન કર્યું હતું.