મિત્રો નસીબ એક એવી વસ્તુ છે જે માણસને ગમે ત્યારે ચમકાવી દે છે, તો ઘણી વાર અમુક એવા પણ લોકો હોય છે જેની પાસે જીવન જીવવા માટે ખુબ જ મોટો પડકાર હોય. પરંતુ તેમ છતાં તેવું દરેક રીતે ખુબ જ સરળ બનીને પોતાના જીવનનો આનંદ લેતા હોય છે. તો આજે આ લેખમાં અમે તમને એક એવી જ નસીબદાર વ્યક્તિ વિશે જણાવશું. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.
મિત્રો આજે અમે તમને આ લેખમાં કેરળની એક 28 વર્ષીય મહિલા ડ્રાયવર વિશે જણાવશું. પરંતુ આ મહિલા ડ્રાયવરની વિશેષતા એ છે કે તેના હાથ ન હોવા છતાં પણ તે કાર ડ્રાઈવ કરે છે. તેનું નામ છે જીલુમલ મેરિયટ થોમસ. જીલુમલ 28 વર્ષની છે અને હાથ ન હોય છતાં કાર ચલાવનારી દેશની પહેલી અપંગ મહિલા ડ્રાયવર છે. તેને વર્ષ 2018 માં કોર્ટના આદેશથી લાઈસન્સ પ્રદાન થયું હતું. તો આપણને પ્રશ્ન થાય કે જીલુમલને હાથ ન હોવા છતાં તે ડ્રાયવીંગ કેવી રીતે કરતી હશે ? તો મિત્રો તમને જણાવી દઈએ કે જીલુમલ ડ્રાયવીંગ માટે પોતાના બે પગનો ઉપયોગ કરે છે. તે પગથી જ કાર ચલાવે છે. મિત્રો જીલુમલ થેલિડોમાઇડ સિન્ડ્રોમથી પીડિત છે. આ બીમારી એવી હોય છે જેમાં બાળકોના હાથ અથવા પગનો વિકાસ થતો નથી.
જીલુમલ એક ગ્રાફિક ડિઝાઈનર તરીકે કામ કરે છે. પિતા કિસાન તરીકે કામ કરે છે અને માતા ઘરકામમાં પોતાનો સહયોગ આપે છે. જીલુમલને તેના બાળપણમાં જ કાર ચાલવવાનો અત્યંત શોખ હતો. તેને ડિઝાઈનિંગ તો શીખ્યું, પરંતુ તેની સાથે સાથે તેણે ડ્રાયવીંગ પણ શીખ્યું હતું. તે 2014 માં પોતાના ડ્રાયવીંગ લાયસન્સ માટે RTO ઓફિસ પણ ગઈ હતી, પરંતુ ત્યાં કામ કરતા અધિકારીઓએ લાયસન્સ આપવાની સ્પષ્ટ ના કહી દીધી હતી.
જીલુમલ ઓટોમેટિક કારને ડ્રાઈવ કરે છે. નોર્મલ વ્યક્તિને લાયસન્સ મેળવવું હોય તો આસાન રહે છે, પરંતુ જીલુમલ જેવી છોકરીને ડ્રાયવીંગ લાયસન્સ મેળવવું ખુબ જ મુશ્કેલ હોય છે. તેના માટે લાયસન્સ મેળવવું એ ખુબ જ મોટો પડકાર હતો. જીલુમલે લાયસન્સ મેળવવા માટે હાઈકોર્ટ સુધી જવું પડ્યું હતું. પરંતુ વર્ષ 2018 માં કોર્ટમાં સુનાવણી થતી હતી ત્યારે જીલુમલે વિક્રમ અગ્નિહોત્રીનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેમ તે હાથ વગરનો દેશનો પહેલો ડ્રાયવર હતો જેને ડ્રાયવીંગ લાયસન્સ પણ મળ્યું હતું. તેની સાથે એક ઓસ્ટ્રેલિયન મહિલાનો વિડીયો પણ કોર્ટમાં રજુ કર્યો હતો, અને તે મહિલા હાથ વગર જ કાર ડ્રાઈવ કરતી હતી. ત્યાર બાદ અંતમાં કોર્ટ દ્વારા જીલુમલની અરજીને સ્વીકારી હત અને RTO દ્વારા લાયસન્સ આપવાની ફરજ પાડી હતી.
મિત્રો જીલુમલનું કહેવું છે કે, આજે આપણા દેશમાં ઘણા એવા હાથ વગરના પુરુષો છે, જેની પાસે ડ્રાયવીંગ લાયસન્સ છે. પરંતુ આપણા દેશમાં કોઈ એવી મહિલા નથી. મેં માત્ર મારા શોખ માટે વર્ષ 2018 માં ટોટલી ઓટોમેટિક કાર લીધી અને તે કારને RTO ની સલાહ અનુસાર મારી કારને તૈયાર કરાવી. બે હાથ વગર કાર ડ્રાઈવ કરતી જીલુમક પ્રથમ મહિલા બની ગઈ છે.