એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..

મિત્રો, જિંદગીમાં દરેક લોકો સફળ થવા માંગે છે અને તેના માટે અનેક પ્રયોગો અને અખતરાઓ કરતા હોય છે. પરિણામે તેની લાઈફ ખુબ ટ્રેસમાં વીતે છે. તેના કારણે તે કોઈ પણ બાબત પર પુરતું ધ્યાન નથી આપી શકતા. જ્યારે તેનાથી એકદમ ઉલટું સફળ લોકો હંમેશા 99% વાતો ઇગ્નોર (અનદેખા) કરતા હોય છે. જ્યારે માત્ર 1% વાતો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે.

આપણે આ જ વાતને ‘Essentialism’ દ્રારા સમજવાની છે. આ બુકના લેખકે ખુબ જ સરળ અને સચોટ રીતે પોતાની વાત કહી છે. જે દરેક લોકોને જાણવા જેવી છે. મોટાભાગના લોકો ખુબ વધુ પડતા કામને એમ માનતા હોય છે કે તે ખુબ વ્યસ્ત છે પરંતુ એવું નથી, તમારે ટ્રેસમાં રહીને કોઈ કામ નથી કરવાનું. પરંતુ હળવા ફૂલ થઈને જ કામને મહત્વ આપવાનું છે. તો ચાલો જાણીએ તેના વિશે વિસ્તારથી.

> આવનારી દરેક બાબતને પોતાની લાઈફમાંથી કટ કરતી જવી : તમે જોયું હશે કે, દરેક લોકો પોતાના કામમાં બહુ વ્યસ્ત રહેતા હોય છે અને તેમ છતાં પણ તે લોકો અનેક આવનારી બાબતો કે ચેલેન્જને પોતાની પેન્ડિંગ લીસ્ટમાં નાખતા જાય છે. પરિણામે એવું થાય છે કે તમારા માઈન્ડમાં અનેક સમસ્યાનું પ્રમાણ વધતું જાય છે. આ માટે તમારે શું કરવું જોઈએ ? તમે જોયું હશે કે જ્યારે કોઈ ફિલ્મ બને છે ત્યારે તે ફિલ્મની મૂળ વાર્તા સમજાય તે માટે ફિલ્મ સિલેકશનની એક ટીમ ફિલ્મમાં આવતી વધારી સામગ્રીને કટ કરી નાખે છે.

ઉદાહરણ તરીકે કોઈ એક માણસ એક જ જગ્યા પરથી અલગ અલગ દિશાઓમાં દોડે છે, અને તે 1 કિમી મળીને ચાર વખત દોડે છે. આમ તે દોડ્યો તો 4 કિમી છે , પરંતુ પોતાના સ્થાનથી માત્ર 1 કિમી જ રહ્યો. તેવી જ રીતે કોઈ સફળ માણસ પોતાની જગ્યા થી 4 કિમી દોડે છે તો તે પોતાના સ્થાને થી 4 કિમી દુર કહેવાશે. આમ સમજીએ તો બંને 4 કિમી જ દોડે છે પરંતુ પોતાના સ્થાનથી જે દુર છે તે જ જીત મેળવશે.

કામ કરવું મહત્વનું છે પરંતુ તેનો અર્થ એવો નથી કે, તમારે દરેક સમયે બીઝી જ રહેવું. પરંતુ તમારે દરેક કામ કરવું મહત્વનું નથી, પરંતુ ક્યું કામ કરવું એ મહત્વનું છે. આથી પોતાને બીઝી રાખવાને બદલે કામના મહત્વ પર ધ્યાન આપો.

આ વિશે essentialism માં કહ્યું છે કે, તમે કોઈ કામને મહત્વ આપો છો ત્યારે તમે સમય અને પોતાના કામ બંનેનો વેપાર કરો છો, તેથી સમય અને કામની મહત્વતા જાણીને જ કોઈ કામ હાથ ધરવું જોઈએ. એટલે કે જ્યારે તમે કોઈ કામ માટે “હા” કહો છો ત્યારે તમે ઉલટી રીતે બીજા કામોને “ના” કહો છો. જેમ તમારો મિત્ર તમને મુવી જોવામાં કહે છે અને તમે હા કહો છો, તો તમે હકીકતમાં બીજા કામોને ના કહો છો.

> અન્ય લોકોને “ના” કહેતા શીખો : ઘણી વાર આપણે ઘણા લોકોને “ના” કહેતા અચકાતા હોય છે. એટલે કે કોઈ માણસને “ના” કંઈ રીતે પાડવી. તેની પાછળ ઘણા કારણો હોય છે જે “ના” પાડવામાં અડચણ બને છે. આ વાતને એક ઉદાહરણ દ્રારા સમજીએ Paul Rand નામના વ્યક્તિ જેણે IBM, Enron, abc જેવી કંપનીના લોગો બનાવ્યા અને જ્યારે આ માણસ પાસે Steve jobs એ લોગો બનાવવા કહ્યું તો તેમને Paul એ “ના” પાડી દીધી. કારણ કે jobs પોતાની મરજી મુજબ લોગો બનાવવા માંગતા હતા. જ્યારે paul એ તેમને એમ પણ કહી દીધું કે, તે ઈચ્છે તો બીજા કોઈ પાસે લોગો બનાવી શકે છે. પરંતુ થોડા સમય પછી paul એ next કંપની માટે એક લોગો બનાવી દીધો. જે jobs ને ખુબ જ પસંદ આવ્યો હતો.

કોઈ પણ વ્યક્તિને તમે ત્રણ રીતે “ના” પાડી શકો છો. 1 ) કોઈ પણ કામ માટે “હા” પાડવા માટે પહેલા તમે તે કામ માટે 5 સેકંડ રાહ જુઓ અને પછી “હા” કહો. 2 ) તમે સામે વાળી વ્યક્તિને એમ કહી શકો છો કે, મારે હજુ બીજા કામો બાકી છે એટલે પછી કહી શકું. 3 ) જો તમે કોઈ કામ કરવા માટે રસ નથી રાખતા તો તમે તે કામ બીજા કોઈ વ્યક્તિ પાસે કરાવી શકો છો. પરંતુ હંમેશા એ વાત યાદ રાખો કે, તમારે તે માણસને કટ નથી કરવાનો પણ તેના કામને જ કટ કરવાની જરૂર છે.

> કોઈ પણ કામ માટેની સીમા નક્કી કરી નાખો : આ વાત સૌ પ્રથમ આપણે એક ઉદાહરણ દ્રારા સમજીએ તો, તમે કોઈ મુવી જોવા માટે 200 રૂપિયાની ટીકીટ ખરીદો છો, પરંતુ પછી કોઈ મિત્ર એવું કહે કે, તે મુવી નથી સારું. તો તમે એમ વિચારીને મુવી જોવા જાવ છો કે, હવે પૈસા ખર્ચ કર્યા છે તો મુવી જોઈ જ નાખીએ. પરંતુ આમ કરવાથી તમે પૈસા તો બગાડો જ છો, સાથે સમય પણ બરબાદ કરો છો. તેના કરતા સારું છે કે તમે એ ભૂલ સ્વીકારી લો. આમ જો તમે ઓફિસ જતા હો અને ત્યાં કામ કરો છો તો ઓફિસનું કામ ઓફિસમાં જ કરો, તેમજ જેમ બાળકો કે ફેમીલીને ઓફિસ માં આવવાની પરમિશન નથી તો ઓફિસ કામને પણ ઘરમાં આવવાની પરમિશન નથી. આમ જે લોકો પોતાના કામની એક સીમા બનાવી રાખે છે, તેઓ ખુબ સારી રીતે પોતાનું કામ કરી શકે છે. તેમજ તેમણે ખુબ ઓછો ટ્રેસ પડે છે.

Leave a Comment