ખેડૂતો ઈચ્છે ત્યાં પાકનું વહેંચાણ કરી શકશે, ઓછા વ્યાજે આટલી લોન કરવામાં આવી મંજુર.

હાલ કોરોના વાયરસના કારણે દેશમાં ઘણી બધી અફડાતફડી જોવા મળી હતી. તો તેમાં ઘણા બધા રોજગારો અટવાય ગયા હતા. પરંતુ આ સમયમાં લોકોએ આર્થિક મુશ્કેલીનો સામનો ખુબ જ કરવો પડ્યો હતો. તો તેને લઈને ઘણી બધી સહાયો સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. તો હાલમાં જ ઇકોનોમિ અને ખેડૂતો માટે ખુબ જ મહત્વની એક સહાય જાહેર કરવામાં આવી છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.

આપણા દેશના કેન્દ્રિય પ્રધાનમંત્રી નીતિન ગડકરી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આપણા દેશમાં 6 કરોડ જેટલા MSME છે. અને તે MSME દ્વારા દેશમાં લગભગ 11 કરોડ કરતા પણ વધુ નોકરીઓ મળેલ છે. પરંતુ 2.5 મિલિયન MSME નું પુનર્ગઠન થાય એવી આશા છે. જેને ધ્યાનમાં રાખીને નાના ક્ષેત્રોની અંદર ટર્નઓવરની લિમીટ વધારી દેવામાં આવી છે, જે વધારીને 50 કરોડ સુધી કરવામાં આવી.

તેની સાથે સાથે નીતિન ગડકરીએ એ પણ જણાવ્યું હતું કે, હાલ જે સમય છે તેમાં MSME ઉદ્યોગ ખુબ જ ખરાબ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે. પરંતુ નવું જે ભંડોળ મંજુર કરવામાં આવ્યું તેમાંથી લગભગ બે લાખ જેટલા MSME બિઝનેસ શરૂ કરવામાં આવશે. તેમજ જે નબળા ઉદ્યોગો છે તેને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે અને એ માટે 4 હજાર કરોડ રૂપિયાની મંજુરી મળી છે.

મોદી કેબિનેટમાં ખેડૂતો માટે લેવાયા નિર્ણય : હાલના કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો માટે જે મહત્વના નિર્ણય લેવાયા તેના વિશે જાણકારી આપી હતી. સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યા તેમાં ખુબ જ સંવેદનશીલતા સાથે નિર્ણય લેવાયા છે. અને તે કારણોસર જ અત્યારે ખેડૂતો પાકની લણણીનું કામ કરે છે. ખેડૂતોને હવે 14 પાકો પર ખર્ચ કરતા 50 થી 83 % જેટલી વધુ રકમ મળે. તેની સાથે સાથે જે લોકો ખેતીકામ સાથે સંલગ્ન હોય એ ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકા સમય માટેની લોનની ચુકવણી માટેની તારીખને પણ લંબાવવામાં આવી છે, જે વધારીને 31 ઓગસ્ટ 2020 કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને વ્યાજમાં પણ છૂટ આપવા માટે સરકાર દ્વારા આદેશ કર્યો છે. પરંતુ મહત્વની વાત એ પણ થઈ હતી કે ખેડૂત ઈચ્છે ત્યાં પોતાનો પાક વહેંચી શકશે.

મોદી કેબિનેટની બેઠક થયા બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું. તે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વના ઉદ્યોગો અને ખેડૂતો માટે જે યોગ્ય અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા તેની માહિતી ત્રણ કેન્દ્રિય મંત્રીઓ દ્વારા આપવામાં આવી હતી. તેમાં કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર પણ હતા, તેમણે જણાવ્યું હતું કે, MSME માટે 20 હજાર કરોડ રૂપિયાની લોન માટે મંજુરી માંગવામાં આવી હતી, અને તેને મંજુરી પણ મળી ગઈ છે. અને તેનાથી રોજગારમાં વધારો કરવામાં આવશે.

Leave a Comment