મિત્રો, તમે સૂતા તો હશો જ ? તમને એવું થાય કે આ તો કંઈ પૂછવાનો સવાલ છે. કેમ કે બધા લોકો સૂતા જ હોય છે. પરંતુ પૂછવાનું કારણ એ હતું કે, શું તમે ખોટી રીતે તો નથી સૂતા ને ? તો ચાલો જાણીએ ખુબ જ મજેદાર અને ઉપયોગી જાણકારી વિશે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
આજે અમે તમે જણાવશું કે, તમારે કંઈ સ્થિતિમાં સૂવું જોઈએ ? બીજું કે જલ્દી નીંદર લાવવા માટે તમારે ક્યાં ક્યાં ઉપાયો કરવા પડે છે ? અને ત્રીજી વાત એ છે કે આપણે કેટલો સમય સુવું જોઈએ ? આ ત્રણ સવાલના જવાબ જાણવા એ દરેક લોકો માટે ખુબ જરૂરી છે.
હવે દરેક લોકોને એવો સવાલ થતો હશે કે, આપણે શા માટે આપણી નીંદરને લઈને આટલા ગંભીર થવાની જરૂર છે ? તો અમે તમને જણાવી દઈએ કે નીંદરને કારણે જ તમે તમારી ગતિવિધિ, ધ્યાન, કામ આ બધી વસ્તુઓ પર સરખી રીતે પ્રયાસ કરી શકો છો અને જો તમારે નીંદર પુરતી ન થાય તો તમારે અનેક બીમારીનો ભોગ પણ બનવું પડે છે.આપણે કંઈ સ્થિતિમાં સુવું જોઈએ : મોટાભાગના લોકો સાઈડ પર જ સૂતા હોય છે. જ્યારે ઘણા લોકો ઉંધા સૂતા હોય છે, તો ઘણા લોકો સીધા સૂતા હોય છે. પરંતુ જે લોકો સાઈડ પર સુવે છે તે લોકો જમણી બાજુ અથવા ડાબી બાજુ સુતા હોય છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે હંમેશા ડાબી બાજુ જ સુવું જોઈએ. તેના વિશે આપણા આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે.
જ્યારે ડાબી બાજુ સુવાથી જે ખોરાકનું સેવન કર્યું હોય તેનું પાચન કાર્ય થાય છે. આ વાતને થોડી વિસ્તારથી સમજીએ તો જ્યારે ખોરાક તમારી અન્નનળી માંથી અંદર જાય છે, ત્યારે શરીરમાં એવી વ્યવસ્થા હોય છે, અને તેના કારણે તે ખોરાક એક એસીડમાં ફેરવાઈ જાય છે. તેથી તે ફરી ઉપરની બાજુ આવે ત્યારે શરીર વ્યવસ્થાને કારણે તે ફરી નીચે આવે છે. પરંતુ જો તમે જમણી બાજુ સુવો છો તો આ આખી પ્રક્રિયા ઉલટી થાય છે. તેથી તમારે હાર્ટને લગતી બીમારીમાં જોખમ વધે છે.
હવે આપણે જો સીધા સુઈએ છીએ તો આપણી પાછળની બાજુ કમર એકદમ સીધી રહે છે, તેના કારણે કોઈ પણ બીમારી ખુબ ઓછી થાય છે. જેમ કે કમરનો દુઃખાવો, ડોકનો દુઃખાવો, જેવી સમસ્યા નથી થતી. અને જો તમને નસકોરા બોલવાની ફરિયાદ હોય તો ઉંધા સુવું જોઈએ.
હવે જેમને ઉંધા સુવાની ટેવ છે તેમને ઘણી તકલીફ થઈ શકે છે જેમ કે કમરનો દુઃખાવો, ડોકનો દુઃખાવો, તે સિવાય હાર્ટ પ્રોબ્લેમ, પેટનો દુઃખાવો વગેરેની સમસ્યા રહે છે.
નીંદર જલ્દી લાવવા માટે ક્યાં-ક્યાં ઉપાયો કરવા : આપણા શરીરની અંદર બે પ્રકારના હાર્મોન હોય છે. 1 ) melatonin અને 2 ) cortisol આ બંને તત્વોનું આપણી નીંદર પર ખુબ વધુ અસર થાય છે. તેમાંથી melatonin નું પ્રમાણ તમારા શરીરમાં વધુ હોય એટલે કે જો તમારું મગજ શાંત હોય તો તમને ખુબ સારી નીંદર આવે છે, જ્યારે તમે જો ખુબ ટેન્શનમાં હો, તો તમારા શરીરમાં cortisol નું પ્રમાણ વધુ હોય તો તમને નીંદર સરખી નથી આવતી.
હવે નીંદર લાવવા માટે પહેલી વાત એ કે, તમારે રૂમમાં એકદમ અંધારું રાખવું જોઈએ, જો રૂમમાં રોશની હશે તો નીંદર નહિ આવે. આ સિવાય તમે લાલ રંગની બત્તીનો ઉપયોગ કરી શકો છો. હવે બીજો પોઈન્ટ છે. તમારે રૂમનું તાપમાન ઓછામાં ઓછુ 16 થી 20 ડીગ્રી રાખવું જોઈએ. આ સિવાય તમારે શરીરનું તાપમાન પણ જાળવવું જોઈએ. તેથી જો તમે સૂતા પહેલા સ્નાન કરીને સુવો છો તો તે તમારા માટે ખુબ સારું છે.
આપણે કેટલા કલાકની નીંદર કરવી જોઈએ : નેશનલ સ્લીપ ફાઉન્ડેશનની ટીમે આ અંગે ખુબ રીસર્ચ કર્યા પછી તેના વિશે જાણવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 0-3 મહિનાના બાળકે ઓછામાં ઓછી 14-17 કલાકની ઊંઘ કરવી જોઈએ. 4 મહિનાથી ઉપરના બાળકે 12-15 કલાકની નીંદર કરવી જોઈએ, 1-2 વર્ષના બાળકે 11-14 કલાકની નીંદર કરવી જોઇએ.
જ્યારે બાળક મોટું થાય ત્યારે એટલે કે 3-5 વર્ષના બાળકે 10-13 કલાક સુવું જોઈએ, 6-13 વર્ષના બાળકે 9-11 કલાક સુવું જોઈએ. જ્યારે 14-17 વર્ષના બાળકે 8-10 કલાક સુવું જોઈએ. આ સિવાય જે યુવાન છે, તેમજ પુખ્ત વય સુધી પહોંચવા આવ્યા તેમણે એટલે કે 18-64 વર્ષના લોકોએ 7-9 કલાક સુવું જોઈએ, જ્યારે 65 વર્ષથી ઉપરના લોકોએ 7-8 કલાક સુવું જોઈએ.
આમ મિત્રો, તમે જોયું કે માણસે પોતાની ઊંઘને લઈને કેટલા ગંભીર થવાની જરૂર છે. તેથી સૌપ્રથમ વાત એ કે, તમારે કંઈ પોઝીશનમાં સુવું જોઈએ. જો તમે સીધા અને ડાબી બાજુ સુવો છો તો તે તમારા શરીર માટે ખુબ ફાયદાકારક છે. જ્યારે તમે જમણી બાજુ અને ઉંધા સુવું એ ખુબ નુકસાનકારક સાબિત થાય છે.આ સિવાય તમે જોયું કે તમારે નીંદર લાલવા માટે ક્યાં-ક્યાં ઉપાયો કરવાની જરૂર છે. રૂમમાં અંધારું રાખો, બ્લુ લાઈટનો ઉપયોગ ન કરો, જેવા કે લેપટોપ, મોબાઈલ, વગેરેનો રાતના સમયે ઉપયોગ ન કરવો. તેમજ લાલ બત્તીનો ઉપયોગ કરી શકો છો.
જ્યારે અંતમાં આપણે એ જાણ્યું કે, દરેક વયના લોકો એટલે બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિએ કેટલી નીંદર કરવી જોઈએ. આમ મિત્રો તમે જાણી લીધું હશે ક આપણી જિંદગીમાં નીંદરનું કેટલું મહત્વ છે. ઉમ્મીદ છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી