ભારતીય યુવકને Apple માં મળી આવી ખામી, બદલામાં કંપનીએ આપ્યા 75 લાખ રૂપિયા.

મિત્રો, તમે મોબાઈલ તો વાપરતા જ હશો અને ઘણા લોકો લેપટોપનો ઉપયોગ પણ કરતા હોય છે. આ સિવાય મોબાઈલ માટે સેમસંગ, નોકિયા, રેડમી, વિવો, વગેરે કંપનીના મોબાઈલનો ઉપયોગી લોકો કરતા હોય છે.  તમે Apple કંપનીનું નામ તો સાંભળ્યું જ હશે. એપલના ફોન ખુબ જ મોંઘા હોય છે અને તેની સામે કંપની તમને ઘણી સિક્યોરીટી પણ આપે છે. કહેવાય છે કે, એપલમાં કોઈ પણ પ્રકારની ખામી નથી હોતી. પરંતુ તમે એ જાણીને ચોંકી જશો કે, આ ખુબ મોંઘી કંપનીના ફોનમાં આપણા ભારતના ભાવુક જૈન નામના યુવકે ખામી શોધી કાઢી છે.

એપલમાં ખામી શોધવાના બદલે તેને 75.5 લાખનું ઇનામ પણ કંપની તરફથી મળ્યું છે. ચાલો તો આ વિશે થોડું વિસ્તારથી જાણી લઈએ. મિત્રો, આશા છે કે તમને આ લેખ પસંદ આવશે. તો અંત સુધી તેને વાંચવાનું ચૂકશો નહિ.

આ યુવક વિશે જાણવા મળતી માહિતી અનુસાર તેની ઉંમર 27 વર્ષ છે. તે એક ભારતીય ડેવલોપર છે. જેને એપલમાં ખામી શોધી કાઢી છે. ભાવુકને આ ખામી Sign in with Apple  માં જોવા મળી છે. તેથી જ આ વાત મહત્વની છે કે, ભાવુક જૈનને sign in with Apple ના એકાઉન્ટ ઓથેન્ટિકેશનમાં ખામી  મળી હશે. આ ખામી એટલી ગંભીર છે કે, તેનો દુરુપયોગ હેકર કરી શકે છે અને તેના દ્રારા પસર્નલ માહિતી હેક કરી શકે છે.આ વિશે અમે તમને જણાવી દઈએ કે, કોઈ પણ વેબસાઈટ એપમાં sign થવા માટે તમારે sign in with Apple યુઝ કરવું પડે છે. જ્યારે એપલ કંપનીએ ગયા વર્ષે જ sign in with Apple લોન્ચ કર્યું છે. તે સમયે એવો દાવો કરવામાં આવ્યો કે, આ ખુબ જ સિક્યોર એપ છે. તેમજ તેમાં પ્રાઈવસી પણ આપે છે. જ્યારે આ જ રીતનું loging ઓથેન્ટિકેશન ગુગલ અને ફેસબુક પાસે પણ છે. જ્યારે ગુગલ અથવા તમે ફેસબુક ઓપન કરો છો ત્યારે log in with google અને ફેસબુક ઓપન કરતી વખતે તમે log in with facebook ઓથેન્ટિકેશન સીસ્ટમનો ઉપયોગ કરો છો. તેનું કારણ પણ એ છે કે, ગુગલને ફેસબુક પોતાના log in ઓથેન્ટિકેશન સિસ્ટમમાં વધારે ડેટા હોય છે. આ કારણે જ એપલના ઓથેન્ટિકેશન સીસ્ટમને વધુ સુરક્ષિત માનવામાં આવતું હતું.

આ વિશે ભાવુક જૈન જણાવે છે કે, sign in with Apple ઓથેન્ટિકેશન સીસ્ટમમાં મળી આવેલી આ ખામી વાસ્તવમાં યુઝર એકાઉન્ટમાં ફેરફાર કરી શકે છે. આ વિશે વધુ જાણવા મળતી માહિતી અનુસાર આ યુઝર એકાઉન્ટ વેલીડ હોય કે ન હોય, જ્યારે ભાવુક જૈન દ્રારા શોધવામાં આવેલી આ ખીમી વિશે જ્યારે એપલની ટીમે તપાસ કરી તો જાણવા મળ્યું કે અત્યાર સુધી કોઈએ પણ તેનો ખોટો ઉપયોગ કર્યો નથી.

આ ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે, sign in with Apple નો ઉપયોગ અન્ય એપને એક્સેસ કરવામાં પણ થાય છે. અને જો અચાનક હેકરના હાથમાં આ ખામી આવી જાય તો યુઝર માટે ખુબ મોટું નુકસાન થઈ શકે છે. આમ આ ખામીની ગંભીરતા જોતા એપલે પોતાની બગ બાઉન્ટી  હેઠળ ભાવુક જૈનને 1 લાખ ડોલરનું ઈનામ આપવાનું એલાન કર્યું છે.

જ્યારે વધુ અમે તમને જણાવી દઈએ કે, હાલમાં જ ડ્રગ સ્મગલર પાબેલો એસ્કોબારના ભાઈ રોબર્ટો ઓસ્કોબર એ એપલ પર કરોડો રૂપિયાનો કેસ કર્યો છે. જેમાં રોબર્ટો ઓસ્કોબરે પોતાનો ફોન હેક થવાની વાત કહી છે.

આમ મિત્રો, એપલ કંપની પ્રોડક્ટ્સ પર ખામી કાઢીને ભાવુક જૈને ખામી કાઢીને લોકોને તેનાથી બચાવ્યા છે, અને સાથે સાથે ભારત દેશનું નામ પણ રોશન કર્યું છે.

Leave a Comment