9 વર્ષથી થઈ રહ્યું હતું નવાજુદીન સિદ્દકીની ભત્રીજી સાથે યૌન શોષણ…. આ ઘરની વ્યક્તિ પર લાગ્યો આરોપ

યૌન શોષણના ઘણા કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. આમ તો હવે મીડિયા અને સોશિયલ મીડિયાના આધારે આજકાલ ખબરો ખુબ જ વાયરલ થઈ જાય છે. પરંતુ કોઈ ફિલ્મ અભિનેતાની ભત્રીજી સાથે આવું દુષ્કર્મ થાય તો અનેક સવાલો ઉદ્દભવે છે. તો હાલમાં જ એક અભિનેતાની ભત્રીજી સાથે યૌન શોષણ સંબંધિત ખબર સામે આવી છે. તો ચાલો જાણીએ કોણ છે એ અભિનેતા અને તેની ભત્રીજી. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

નવાઝુદ્દીન સિદ્દકીની ભત્રીજીએ પોતાના કાકા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ વિશે જાણવા મળતી માહિતી અનુસાર પીડિતા એ જામિયા પોલીશ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે નવાઝુદ્દીનની પત્નીએ પણ તેમના ભાઈ પર મારપીટનો આરોપ લગાડ્યો હતો અને આ આરોપ તેમના ભાઈ પર લગાડ્યો છે.

આ ફરિયાદમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે, જ્યારે તેમની ભત્રીજી 9 વર્ષની હતી ત્યારથી જ તેમના ભાઈએ તેની સાથે યૌન શોષણ કરવાનું શરૂ કર્યું હતું. આમ જોઈએ તો નવાઝુદ્દીન આજકાલ ખુબ ચર્ચામાં આવી રહ્યો છે. કારણ કે, તેમની પત્નીએ ગયા મહીને જ તલાકની નોટીસ આપી હતી અને હવે એક નવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યારે રીપોર્ટ અનુસાર અભિનેતાની ભત્રીજીએ કહ્યું કે, ‘જ્યારે તે 9 વર્ષની હતી ત્યારથી તેની સાથે ખોટું થઈ રહ્યું હતું. મારા પિતાએ જ્યારે મારી માતાને તલાક આપ્યા અને પોતે બીજા લગ્ન કરીને અલગ રહેવા લાગ્યા. ત્યાર પછી મારી સાથે ઘણું ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. મારી સાથે મારપીટ પણ થતી હતી. હવે મને ખ્યાલ આવ્યો કે, તે ખુબ ખોટું થઈ રહ્યું હતું.’

જ્યારે જાણવા મળતી એક અન્ય માહિતી અનુસાર, નવાઝુદ્દીનની ભત્રીજીએ કહ્યું કે, ‘જ્યારે તે 2 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના તલાક થઈ ગયા. હું નાની હતી એટલે એ બધું સમજી શકતી ન હતી. મારી સોતેલી માતા એ મારો ઉછેર કર્યો હતો. હવે મને ખ્યાલ આવે છે તે સ્પર્શ ખોટો હતો. આ વાત મેં નવાઝુદ્દીનને પણ કહી ત્યારે તેમણે એમ કહી જતું કર્યું કે, તે તારા કાકા છે, તે ક્યારેય આવું ન કરી શકે.’

નવાઝુદ્દીનની ભત્રીજીએ એવું પણ જણાવ્યું હતું કે, તેના પિતાને કાકા બંને તેના સાસરી પક્ષને હેરાન કરતા હતા. કારણ કે, તેણે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યાં સુધી કે મારા લગ્ન પછી પિતા અને કાકા નવાઝુદ્દીન બંને મારા સાસરી પક્ષને હેરાન કરતા અને તેમના પર ખોટો કેસ પણ દાખલ કર્યો હતો. મારા કાકાએ મારો વિશ્વાસ ક્યારેય કર્યો ન હતો. આ ઉપરાંત આ ભત્રીજીએ એવું પણ જણાવ્યું કે, મારા કાકા નવાઝુદ્દીન મને સમજશે, આથી મેં તેમને બધું જ જણાવી દીધું હતું. પરંતુ તેમણે કહ્યું કે, ‘તે કાકા છે તારા, એવું ન કરી શકે.’ તેમના આમ કહેવાથી મને ખુબ દુઃખ થયું હતું.

આ સિવાય અમે તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીને જ્યારે તેમના પર કેસ કર્યો હતો ત્યારે તેની પત્નીએ એવું કહ્યું હતું કે, નવાઝુદ્દીનને સ્ત્રીઓનું સમ્માન જ કરતા નથી આવડતું. ‘નવાઝુદ્દીન અને તેમના ભાઈઓને ખબર જ નથી કે મહિલાઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ. જ્યારે પણ તે તેની સાથે વાત કરતો ત્યારે તેની ખામીઓ જ કાઢતો, અને તેણે ઘણી વાર બીજા લોકો સામે પણ તેનું અપમાન કર્યું છે.’

આમ આજકાલ નવાઝુદ્દીન સિદ્દકી અનેક આરોપો વચ્ચે ચર્ચામાં રહે છે. પરંતુ આ કેસની કાર્યવાહી શરૂ છે.

Leave a Comment