આ લોકોને મોદી સરકાર દ્વારા દર વર્ષે મળશે આટલા હજારનું પેન્શન, જાણો યોજનાની માહિતી વિગતે.

હાલ આ સમયમાં સરકાર લોકોની સુરક્ષા અને સહાય માટે ઘણી બધી સ્કીમો લોન્ચ કરી રહી છે. તો સરકાર દ્વારા અમુક લોકોને વર્ષનું 36 હજાર જેટલું પેન્શન મળે તેવી પણ એક યોજના બનાવેલ છે. જેમાં અમુક લોકો દર વર્ષે 36 હજાર રૂપિયાનું પેન્શન મળે છે. આ યોજનાનો લાભ કોને કોને મળશે, અને કેવી રીતે મળે છે તેની વિગતવાર માહિતી આ લેખમાં જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

દેશભરમાં કચરો ઉઠાવવા વાળા, ઘરેલું કામકાજ કરનાર, રીક્ષા ચાલક, ધોબી અને ખેતીકામ કરતા મજદૂરો જેવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે મોદી સરકાર “પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના”(PM-SYM) ચલાવી રહી છે. આ યોજના અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા 60 વર્ષથી ઉપરની ઉંમર વાળા લોકોના 36 હજાર રૂપિયાનું પેન્શન આપે છે. સરકારના આંકડા અનુસાર, એવા 42 કરોડ કરતા વધારે વર્કર્સ છે. જેને આ યોજનો લાભ મળવા પાત્ર છે.

આ સિવાય પીએમ કિસન માનધન યોજના અને લઘુ વ્યાપારી પેન્શન યોજના પણ સરકાર ચલાવે છે. 6 મેં સુધીમાં આ યોજનામાં લગભગ 64.5 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. જેમાં તમે પણ વર્ગ અનુસાર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે કરાવી શકાય રજીસ્ટ્રેશન. આ યોજનાનો લાભ કોને મળશે : સૌથી પહેલા તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની આ યોજના અસંગઠિત ક્ષેત્રના લોકો માટે જ છે. તો આ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટેની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તેની સાથે એક વાતનું ધ્યાન પણ રખાવનું કે, તમારી આવક દર મહીને 15 હજારથી વધારે ન હોવી જોઈએ. જો વધારે હોય તો લાભ ન પણ મળે.

આવેદન કરવાની રીત : EPFO ઇન્ડિયાની વેબસાઈટ જઈને તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) વિશે જાણકારી મેળવી શકો છો. તેમાં જ રજીસ્ટ્રેશન થશે. તેમજ આ સિવાય તમે LIC ના બ્રાંચ ઓફિસર, ESIC, EPFO અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારના લેબર ઓફિસમાં જઈને પણ આવેદન કરી શકો છો. પરંતુ અમુક રાજ્યો એવા પણ છે જેના શ્રમ વિભાગ દ્વારા ખુદ જ રજીસ્ટ્રેશન માટે અભિયાન ચલાવવામાં આવે છે.

યોજના માટે ત્રણ પુરાવાની જરૂર પડશે. જેમાં આધારકાર્ડ, IFSC કોર્ડની સાથે સેવિંગ અથવા જનધન બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર.આ લોકો યોજનાનો લાભ ન લઈ શકે : સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિ અથવા તો કોઈ કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO), નેશનલ પેન્શન સ્કિમ (NPS) અથવા રાજ્ય કર્મચારી વીમા નિગમ (ESIC) ના સદસ્ય અથવા ટેક્સ ભરતા લોકો આ સ્કીમનો લાભ ન લઈ શકે.

કેટલું હશે પ્રીમિયમ ? : ઉંમરના હિસાબથી પ્રીમિયમ મળશે. જો કોઈ 18 વર્ષની ઉંમરમાં આ આ યોજના સાથે જોડાય તો તેને 55 રૂપિયા દર મહીને જમા કરવાના રહેશે. 29 વર્ષની ઉંમર વાળા લોકોએ 100 રૂપિયા અને 40 વર્ષની ઉંમર ધરાવતા શ્રમિકોએ દર મહીને 200 રૂપિયા જમા કરવાના રહે છે. જે તે ઉંમર અનુસાર રકમ તમારે તમારી 60 વર્ષની ઉંમર સુધી ભરવાની રહેશે. તમે જેટલું પ્રીમિયમ જમા કરશો એટલું સરકાર તમારા ખાતામાં જમા કરશે. જેનો લાભ તમને 60 વર્ષ પછી મળશે.

Leave a Comment