એક સાથે 25 સ્કૂલો અભ્યાસ કરાવતી ફ્રોડ ટીચર, એક વર્ષમાં સરકાર પાસેથી પડાવી લીધો આટલો પગાર.

મિત્રો આજકાલ આપણે જાણીએ છીએ કે લોકો ખુબ જ ફ્રોડ કરી રહ્યા છે. તો એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા ટીચરે 25 સ્કૂલોમાં ફરજ નિભાવીને પગાર લીધો છે. તો ચાલો જાણીએ આ આખા મામલા વિશે વિગતે.

ઉત્તર પ્રદેશમાં સામાન્ય શિક્ષા વિભાગમાં કથિત રીતે ફર્જીવાડા કરીને 25 સ્કૂલોમાં એક સાથે અભ્યાસ કરાવતી ટીચર અનામિકા શુક્લાને શનિવારના રોજ કાસગંજમાં ગિરફ્તાર કરી લેવામાં આવી છે. અનામિકા શુક્લાને સામાન્ય શિક્ષા વિભાગ દ્વારા નોટીસ મોકલવામાં આવી હતી. પરંતુ નોટીસનો જવાબ દેવાની જગ્યાએ અનામિકા શુક્લા રાજીનામું આપવા ગઈ હતી, અને ત્યાં નાટકીય રીતે તેને ગિરફ્તાર કરી લેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સામાન્ય શિક્ષા અધિકારી કાસગંજની તાહિર પર મામલો દર્જ કરીને અનામિકા શુક્લને ગિરફ્તાર કરવામાં આવી છે. પોલીસ તેની પુછ્તાજ કરી રહી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, ગિરફ્તાર કરવામાં આવેલ અનામિક શુક્લા એ જ છે, જેણે આ ફર્જીવાડો કર્યો છે અથવા ફર્જીવાડા કરવા વાળી અનામિક શુક્લા કોઈ બીજું છે. કાસગંજની સામાન્ય શિક્ષા અધિકારી અંજલિ અગ્રવાલે બીબીસીને જણાવ્યું કે, “આ મામલાની જણકારી આવ્યા બાદ અમે અનામિકા શુક્લા નામની આ ટીચરને નોટીસ મોકલી હતી. શનિવારના રોજ તેમણે એક વ્યક્તિના માધ્યમથી પોતાનું રાજીનામું મોકલ્યું. ત્યારે પૂછવાથી જાણવા મળ્યું કે, તે ખુદ જ ઓફિસની બહાર આવી છે. આ વિશે પોલીસને સુચના આપવામાં આવી અને પછી પોલીસે તેને ગિરફ્તાર કરી લીધી.”

ગિરફ્તાર કર્યા બાદ ટીચરને ત્યાં હાજર રહેલ પત્રકારોને પોતાનું નામ અનામિકા સિંહ જણાવ્યું હતું હતું અને ત્યાર બાદ પોલીસને અલગ નામ જણાવ્યું હતું. જો કે પોલીસે તેને પુછ્તાજ કરી રહી છે. અનામિકા શુક્લા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે ફર્જીવાડો કરીને આટલી જગ્યાઓ પર એક સાથે નોકરી કરીને એક વર્ષમાં એક કરોડ કરતા પણ વધારે પગાર લીધો છે. ગિરફ્તાર કરવામાં આવેલ અનામિકા શુક્લા કાસગંજ જિલ્લામાં કસ્તુરબા વિદ્યાલય ફરીદપુરમાં વિજ્ઞાનની શિક્ષિકાના તૌર પર લગભગ દોઢ વર્ષ ફરજ પર રહી.

શુક્રવારના રોજ સામાન્ય શિક્ષા અધિકારી અંજલિ અગ્રવાલે તેના વેતન ઉપાડ પર રોક લગાવ્યો અને નોટીસ જારી કરી છે. કસ્તુરબા વિદ્યાલયોમાં શિક્ષકોની નિયુક્તિ  કોન્ટ્રેકના આધાર પર થયા છે અને દર મહીને તેને ત્રીસ હજાર રૂપિયા વેતન મળે છે.

આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે સામાન્ય શિક્ષા વિભાગે શિક્ષકોને ડેટાબેસ તૈયાર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન વિભાગને અનામિકા શુક્લાનું નામ 25 સ્કુલોના લીસ્ટમાં જોવા મળ્યું. આ જાણકારી બાદ વિભાગમાં હડકંપ મચી ગયો અને તરત જ આ આખા મામલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો. અનામિકા શુક્લાના નામ પર રહેલા દસ્તાવેજ પર અમેઠી, આંબેડકરનગર, રાયબરેલી, પ્રયાગરાજ, અલીગઢ સહીત એક સાથે 25 સ્કૂલોમાં ટીચરની નોકરી કરતી જોવા મળી.

અનામિકા શુક્લાને વીતેલા 13 મહિનામાં 25 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં લગભગ એક કરોડ રૂપિયાનું વેતન ચુકવણી કરવામાં આવી છે. જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે, આ બધા જ પૈસા બેંક ખાતામાં ગયા છે અથવા તો અલગ અલગ ખાતામાં ચુકવણી કરવામાં આવ્યા હશે. ફિલહાલ તો તેની તપાસ કરવામાં આવી રહી છે.

કાસગંજની BSA અંજલિ અગ્રવાલ જણાવે છે કે, “પગાર તો તે આ વિદ્યાલયથી જ લઈ રહી હતી. અન્ય જગ્યાઓ પર આ જ નામથી કામ કરતી ટીચરનું વેતન તેના ખાતામાં આવ્યું કે નહિ, એ જાણવાની તપાસ ચાલી રહી છે. એ પણ તપાસનો વિષય છે કે, જે અનામિકા શુક્લાના દસ્તાવેજો પર 25 જગ્યાઓ પર લોકો નોકરી કરી રહ્યા છે અને પગાર પણ લઈ રહ્યા છે, તે અહિયાં અથવા કોઈ પણ. અમને ઓનલાઈન વેરિફિકેશન દરમિયાન જે ડોક્યુમેન્ટ મળ્યા છે તેમાં અને તેના તેના આધારકાર્ડમાં એક જ નામ છે અને તેના પિતાનું નામ પણ એક જ છે. ડોક્યુમેન્ટમાં જે ફોટો લાગેલ છે તે ખુબ જ ધૂંધળો છે.”

ગિરફ્તારી બાદ અનામિકા શુક્લાને પત્રકારોને જણાવ્યું હતું કે, તેણે નોકરી અપાવવા માટે એક વ્યક્તિની મદદ કરી હતી, જેણે તેને એક લાખ રૂપિયા પણ આપ્યા હતા. કાસગંજમાં સ્થાનીય પત્રકાર અશોક શર્મા જણાવે છે કે, આ પણ સમજની બહાર છે કે, જો આ એ જ અનામિકા શુક્લા નથી, જેનું નામ આ કથિત ફર્જીવાડામાં આવી રહ્યું છે, તો તેને નોટીસનો જવાબ આપવાની જગ્યાએ રાજીનામું આપવાની શું જરૂર હતી ? જો કે સામાન્ય શિક્ષા અધિકારીને વોટ્સએપ પણ જ કોઈ અનામિકા શુક્લાનું રાજીનામું શુક્રવારના રોજ રાયબરેલીમાં પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. પરંતુ તેની અધિકારીક પૃષ્ટિ કોઈ પણ સ્ત્રોતથી નથી થઈ શકી. એવું ઓન અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે, સામાન્ય શિક્ષા વિભાગના જ અમુક લોકોના મિલીભગત હોવાથી પણ થઈ શકે છે. કેમ કે કોઈ એક ટીચર એકલો જ પોતાના દમ પર આટલું મોટું ફર્જીવાડું ન કરી શકે.

સામાન્ય શિક્ષા મંત્રી સતીષ દ્રિવેદીએ મામલાના સંજ્ઞાનમાં આવ્યા બાદ મુકદમો દર્જ કરવામાં અને દોષી હોવાની જનાકારી મેળવ્યા બાદ ખુબ જ સખ્ત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જ્યારે અનામિકા શુક્લાની ગિરફ્તારી અને તેની પુછ્તાજ કર્યા બાદ વધુ જાણકારી સામે આવશે.

Leave a Comment