વાલીઓ પાસેથી શાળા ફી માંગે અને દબાણ કરે તો ચોક્ક્સ કરો ફરિયાદ, જાણો શું કહ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ…

રાજ્યમાં આજકાલ લગભગ દરેક ધંધા રોજગાર ખુલવા લાગ્યા છે અને જનજીવન ધીમે ધીમે પાટે ચડવા લાગ્યું છે. દરેક વસ્તુ ખુલવા લાગી છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં કોરોનાના કારણે શાળાઓ, કોલેજો ખોલવા મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ નિર્ણય લેવાયો નતી. પરંતુ તેમ છતાં પણ પ્રાઈવેટ સ્કુલોના એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે, વિદ્યાર્થીના વાલીઓ પાસેથી શાળાની ફી ભરવાનું કહેવામાં આવ આવે છે.

તો આ મુદ્દે એક ઈન્ટરવ્યૂ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાતચીત કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, જો આ પરિસ્થિતિમાં શાળાઓ દ્વારા વિદ્યાર્થીના વાલીઓ પાસેથી શાળાની ફી વસુલવા માટે દબાણ કરવામાં આવે તો સરકાર આ મુદ્દે કડક પગલા લઈ શકે છે. તો આ અંગે વધુ માહિતી મેળવવા માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

સ્કૂલો ખોલવા મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, શાળાને લઈને સરકાર ખુબ જ સ્પષ્ટ છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા શાળાઓ ચાલુ કરવામાં આવશે, પરંતુ વિદ્યાર્થીઓ માટે એ ઓનલાઈન અભ્યાસની જોગવાઈ પણ કરવામાં આવશે. કેમ કે, વિદ્યાર્થીનો અભ્યાસ ન બગડે. વિદ્યાથીઓ અને બાળકોના જીવન જોખમમાં ન આવે એ પદ્ધતિથી ભણતર શરૂ કરવામાં આવશે. પરંતુ સરકાર દ્વારા ફી ને લઈને ચોક્કસ જણાવી દેવામાં આવ્યું હતું કે, જો કોઈ શાળા દ્વારા ફી માટે દબાણ કરવામાં આવે તો સરકાર તેની સામે ચોક્કસ કડક પગલા લેશે. સરકારને આ અંગે ચોક્કસ ફરિયાદ કરવમાં આવે તો તેની સામે પગલા લેવામાં આવશે.

બધામાં મુદ્દાની વાત એ છે કે, લોકડાઉન હોવાથી બે મહિનામાં લગભગ લોકોના ધંધા અને રોજગાર સંપૂર્ણ અટકી ગયા હતા. તેના કારણે મહત્તમ વાલીઓની આર્થિક સ્થિતિમાં ખુબ જ વિકટ થઈ ગઈ છે. જેમાં અમુક લોકોને પોતાના પેટ માટે અનાજ લેવાના પૈસા પણ નથી. તો આવા સમયમાં જો સ્કૂલો દ્વારા વિદ્યાર્થીના વાલીને સ્કુલની ફી ભરવા માટે દબાણ કરવામાં આવે, તો વાલીઓ પર ચિંતાનો વધારો થાય.

આ માટે જ ફી ભરવા મુદ્દે અગાઉ પણ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચાલુ વર્ષ દરમિયાન કોઈ પણ શાળા ફી માં વધારો નહિ કરે. તેમજ જુના સત્રની ફી બાબતે કોઈ પણ વાલી પર દબાણ આપવું નહિ. તેમજ વાલીઓ વીતેલા સત્રની ફી ઓક્ટોબર મહિના સુધીમાં પણ ભરી શકે છે.

પાંચમાં લોકડાઉનમાં ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા ધંધા ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે. પરંતુ શાળાઓ ક્યારે ખુલશે તેના વિશે કોઈ પણ નિર્ણય લેવાયો નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં કહ્યું હતું કે, જુન મહિનામાં વેકેશન હોય છે માટે એ સમય વેકેશનનો જ રહેશે. જ્યારે પણ શાળાનો આરંભ કરવાનો વખત આવશે ત્યારે અમે દરેક સંચાલકો, અગ્રણીઓ અને તજજ્ઞો સાથે બેસીને યોગ્ય ચર્ચા કરશું અને પછી જ શાળાઓ ચાલુ કરવામાં આવશે. તેમજ શાળાઓને ક્યાં સ્વરૂપમાં શરૂ કરવી તેનો નિર્ણય સરકાર કરશે.

Leave a Comment