ઉનાળામાં આવી રીતે સ્ટોર કરો મેથીના પાંદડા, પીળી પડ્યા વગર 10-12 દિવસથી લઈને 1 વર્ષ સુધી રહેશે એકદમ તાજી અને લીલીછમ…

આપણા સ્વાસ્થ્ય માટે દરેક લીલોતરી શાકભાજી ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને મેથીનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ આ મેથી આપણને બારેમાસ નથી મળતી. આથી જો તમે તેને સ્ટોર કરવા માંગતા હો, તો તમે સ્ટોર કરી શકો છો. સ્ટોર કરવાથી તમે ગમે તે સમયે મેથીનું સેવન કરી શકો છો. ચાલો તો આપણે જાણી લઈએ મેથીના પાનને કંઈ રીતે સ્ટોર કરવા જોઈએ.

ઉનાળો હોય કે શિયાળો બજારમાં લીલી શાકભાજી મળે જ છે. કારણ કે લીલી શાકભાજી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ફાયદાકારક હોય છે. પરંતુ આ પાંદડા વાળી શાકભાજીને બજારમાંથી ઘરે લાવ્યા પછી વધારે સમય ફ્રીજમાં રાખવામા આવે તો, તે બગડવા લાગે છે. ખાસ કરીને મેથીના પાંદડા પીળા પડવા લાગે છે અને તેને જ્યારે બનાવવામાં આવે તો સ્વાદમાં કડવી લાગે છે.

પરંતુ એવું ઘણી વખત થાય છે કે, બજારથી શાકભાજી લાવીને તરત જ આપણે તેને બનાવી શકતા નથી અને થોડા દિવસ માટે તેને સ્ટોર કરવા પડે છે. મેથીના પાંદડા પર પણ આ જ વાત લાગુ પડે છે. તેવામાં જો મેથીને સરખી રીતે સ્ટોર કરવામાં આવે તો, 10-12 દિવસથી લઈને વર્ષ સુધી મેથીના પાંદડા ફ્રેશ બની રહે છે અને તેના સ્વાદને પણ કોઈ ક્ષતિ પહોંચતી નથી.

તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, તમે કંઈ રીતે ઘરે મેથીના પાંદડા સ્ટોર કરી શકો છો અને લાંબા સમય સુધી તેને તાજી લીલી રાખી શકો છો.

પેપર ટુવાલમાં સ્ટોર કરવાની રીત : જો તમારે 10-12 દિવસ સુધી મેથીના પાંદડાને સ્ટોર કરવા હોય તો બેસ્ટ છે કે, તમે તેને પેપર ટુવાલમાં લપેટીને રાખો. તે માટે તમારે સૌથી પહેલા મેથીને ડાખળા સહિત તોડીને અલગ રાખવાની છે. ધ્યાન રહે કે તમારે આ પાંદડાને પાણીથી ધોવાના નથી. તમે તેને ત્યારે જ ધુઓ ત્યારે તમે તેનો ઉપયોગ કરી રહ્યા હોય. ત્યાર પછી તમે મેથીના પાંદડાને પેપર ટુવાલમાં સરખી રીતે પેક કરી લો.

આ પેપર ટુવાલને એક પ્લાસ્ટિકની બેગમાં રાખો અને બેગમાંથી હવા સાવ બહાર કાઢી લો. પછી આ બેગને લોક કરીને એર ટાઈટ ડબ્બામાં રાખી લો. હવે તમે આ ડબ્બાને ફ્રીજમાં રાખી શકો છો. તમારે જ્યારે જેટલી માત્રામાં મેથીના પાંદડા ઉપયોગમાં લેવા હોય તમે તેને ડબ્બામાંથી કાઢી શકો છો અને ફરીથી પેપર ટુવાલમાં પેક કરીને તેને સ્ટોર કરી શકો છો.

સૂકવીને કરો સ્ટોર : મેથીના પાંદડાને સૂકવીને પણ લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. પરંતુ આ રીતે મેથીના પાંદડા સ્ટોર કરવાથી તેનો સ્વાદ અમુક હદ સુધી બદલાઈ જાય છે, પરંતુ તે ખરાબ થતું નથી. તે માટે મેથીના પાંદડાને પહેલા સરખી રીતે પાણીથી ધોઈને તેમાં ચોંટેલી બધી માટી દૂર કરી લો.

ત્યાર બાદ પાંદડાને સૂકવી લો. તે માટે તમે પાંદડાને કોટનના કપડાથી ઢાંકીને તડકામાં રાખી શકો છો. માત્ર 2 દિવસમાં આ પાંદડા સુકાઈ જશે અને પછી તમે આ પાંદડાને એર ટાઈટ ડબ્બામાં રાખીને સ્ટોર કરી શકો છો.

ફ્રિજરમાં સ્ટોર કરો : જો તમે મેથીના પાંદડાને આખા વર્ષ માટે સ્ટોર કરવા માંગો છો તો તેને સ્ટોર કરવાની રીત બદલવી પડશે. તે માટે પહેલા તેને પાણીથી સરખી રીતે ધોઈ લો પછી તેને સૂકવી લો. મેથી સુકાય જાય એટલે તેને જીણી કાપી લો. હવે આ મેથીને ઝિપ લોક વાળી પ્લાસ્ટિક બેગમાં રાખીને બેગ બંધ કરીને ફ્રિજરમાં રાખી દો. હવે સ્ટોર કરેલી મેથીને ત્યારે બહાર કાઢવી જ્યારે તમારે તેનો ઉપયોગ કરવો હોય. માટે જરૂરીયાત મુજબ મેથીને અલગ અલગ ઝિપ લોક વાળી પ્લાસ્ટિક બેગમાં સ્ટોર કરવી. હવે જ્યારે તમે મેથીના પાંદડા સ્ટોર કરો તો આ ટિપ્સ પર જરૂર ધ્યાન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment