આપણા શરીરમાં નસનું કામ ખુબ જ અગત્યનું છે. શરીરને દરેક અંગને લોહી પહોચાડવાનું કામ નસ કરે છે. પરંતુ જયારે આ નસ બ્લોક થઈ જાય છે. ત્યારે શરીરના ઘણા અંગોમાં લોહી જામ થવા લાગે છે. જેને કારણે તમને હૃદયને લગતી બીમારી થઈ શકે છે. આથી જો તમારા શરીરમાં નસને લગતી આવી સમસ્યા છે તો તમારે સમયસર તેનો ઈલાજ કરાવવો જોઈએ. પરંતુ આ પહેલા તો તમારે એવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જે તમારા શરીરમાં નસ બ્લોક થવાનું કારણ બને છે. એટલું જ નહિ ઘણી વખત નસ બ્લોક થવાથી મગજને પણ અસર થઈ શકે છે.
દિલ-દિમાગ સહિત શરીરના બધા જ અંગોના વ્યવસ્થિત કામકાજ માટે નસોનું સરખી રીતે કામ કરવું જરૂરી છે. ઘણી વખત ખાણી-પીણીની ખોટી આદતોને કારણે નસોમાં પ્લેક જમા થતો રહેતો હોય છે. જેને સામાન્ય ભાષામાં ગંદકી કહેવામાં આવે છે. એક સમય પછી તેની માત્રા વધવાથી નસો બ્લોક થઈ શકે છે. જાહેર છે કે, એવું થવાથી શરીરમાં રક્તપ્રવાહ ધીમો પડી શકે છે અથવા તો અટકી જાય છે. આમ રક્ત પ્રવાહ અટકવાથી આખા શરીર પર તેની અસર જોવા મળે છે.
એક્સપર્ટ માને છે કે, નસ જામ થઈ જવાથી તમને તમારા અંગોમા દુખાવો અથવા બ્લડ ફ્લો બગાડવાનો અનુભવ થઈ શકે છે. નસ બ્લોક થવાથી તમને હાર્ટએટેક, હૃદય રોગ, ધમનીનો રોગ અને મગજની નસ ફાટવા જેવી સમસ્યાઓનું જોખમ થઈ શકે છે.
ખાણી-પીણીની અમુક વસ્તુઓ શરીરમાં કોલેસ્ટ્રોલ નામના પદાર્થનું ખુબ વધારે ઉત્પાદન કરવાનું કારણ બની શકે છે. કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જામી શકે છે અને તેમને સખ્ત બનાવી શકે છે અથવા બંધ કરી શકે છે. દરરોજ ખવાતી અમુક વસ્તુઓ છે, જે નસોમાં ગંદકી જમા કરી શકે છે. જેનાથી તમારે બચવું જોઈએ.
ફાસ્ટ ફૂડ : આજના સમયમાં ફાસ્ટ ફૂડનું સેવન તમારા શરીર માટે જોખમ બની શકે છે. આજકાલ ફ્રેંચ ફ્રાઈઝ, ફ્રાઈડ ચિકન, પિઝ્ઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડનું ખુબ સેવન કરવામાં આવે છે. તમારે તેનું સેવન ઓછી માત્રમાં કરવું જોઈએ અથવા કરવું જ ન જોઈએ. આ વસ્તુઓના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે.
રિફાઈન્ડ અનાજ : અનાજ, બ્રેડ, પાસ્તા અને પેસ્ટ્રી જેવી રિફાઈન્ડ અનાજથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી નસોમાં ધીરે ધીરે પ્લેક જમા થઈ શકે છે. આ વસ્તુઓનું સેવન માત્ર સ્વાસ્થ્ય સમસ્યાઓ જ નહીં પરંતુ સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ પણ વધારે છે.
સેચ્યુરેટેડ ફૈટ : સેચ્યુરેટેડ ફૈટને ધમનીઓને બંધ કરવા માટે ઓળખવામાં આવે છે. જો કે બધા સેચ્યુરેટેડ ફૈટ સમાન હોતા નથી. ડેરી ઉત્પાદકોની તુલનાએ માંસ દ્વારા પ્રાપ્ત ફૈટથી હૃદય રોગનું જોખમ વધારે હોય છે. માખણને બદલે હંમેશા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ.
મીઠા પદાર્થો : મીઠા ખાદ્ય પદાર્થો જેવા કે, કેન્ડી, મીઠો રસ અને કુકીઝ જેવી વસ્તુઓ નસોના સ્વાસ્થ્યના સૌથી મોટા દુશ્મન છે. ત્યાં સુધી કે, નાસ્તામાં ખવાતા સિરિયલ્સ પણ હાનિકારક હોય શકે છે. તેના બદલે નેચરલ શુગર વાળી વસ્તુઓ ખાવાનો પ્રયત્ન કરવો.
ઈંડા : ઈંડા સ્વસ્થ ભોજન છે પરંતુ, તેને ઓછી માત્રામાં ખાવા જોઈએ. અમેરિકન હાર્ટ એસોશિએશન દરરોજ એક ઈંડું ખાવાની સલાહ આપે છે. દરરોજ એકથી વધારે ઈંડા ખાવા એ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમ ભર્યું થઈ શકે છે. આમ આવા ફૂડનું સેવન રક્ત પ્રવાહને બાધિત કરે છે અને નસમાં રક્તનો પ્રવાહ બ્લોક થવા લાગે છે.
આમ તમારે આવી વસ્તુઓનું સેવન કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ. વધુ જાણકારી માટે હંમેશા તમારા ડોકટરનો સંપર્ક કરવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી