કારેલાનું શાક બનાવતા સમયે તેમાં ઉમેરી દો આ એક વસ્તુ, બનશે એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર…. કારેલા કડવા પણ નહિ લાગે અને નાના મોટા બધાને ભાવશે…

મિત્રો તમારા માંથી ઘણા લોકોને કદાચ કારેલા નહિ ભાવતા હોય. કારણ કે તે કડવા હોય છે. પરંતુ કારેલા જેટલા કડવા હોય છે તેના ગુણ એટલા જ સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. પરંતુ જો તમે કારેલાની કડવાશ દુર કરવા માંગતા હો, તો તમે અહીં આપેલ થોડી ટીપ્સને ફોલો કરીને તે દુર કરી શકો છો. ચાલો તો આ ટીપ્સ વિશે વધુ વિગતે જાણી લઈએ.

કારેલા સ્વાસ્થ્ય માટે ભલે ખુબ જ ફાયદાકારક હોય, પરંતુ મોટાભાગના લોકો તેનું નામ સાંભળીને જ મોઢું બગાડવા લાગે છે. તેની પાછળનું કારણ પણ વ્યાજબી છે કારણ કે કારેલાની કડવાશ જ એટલી વધારે હોય છે કે, તેને ખાવા વાળાનું મોઢું બગડી જ જાય છે. આજે અમે તમને કારેલાની કડવાશ દૂર કરવાની અમુક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે કારેલાનું શાક મજાથી ખાઈ શકો છો.

કારેલા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સબ્જી છે. જો કે કારેલાનું નામ સાંભળીને જ ઘણા લોકો મોઢું બગાડવા લાગ્યા હશે. તેની પાછળનું કારણ તેની કડવાશ હોય છે. વાસ્તવમાં, કારેલાં તેની કડવાશના કારણે ઘણા લોકોને પસંદ હોતા નથી. જ્યારે કારેલા ડાયાબિટીસ, લોહી સાફ કરવા સહિત અન્ય ઘણી બીમારીઓમાં ખુબ જ લાભદાયી બની રહે છે. આજે પણ જો કારેલાની કડવાશના કારણે તેનાથી દૂર ભાગતા હોય તો, આજે અમે તમને કારેલાની કડવાશ દૂર કરવાની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું. આ ટિપ્સને ફોલો કરીને તમે માત્ર કારેલાની કડવાશ તો દુર થઈ જ જશે, પરંતુ પૌષ્ટિકતાથી ભરપૂર કારેલાની સરળતાથી મજા પણ લઈ શકો છો.

કારેલાની કડવાશ દૂર કરવાની ટિપ્સ : મીઠાનો પ્રયોગ – તમે મીઠાનો ઉપયોગ કરીને કારેલાની કડવાશ દુર કરી શકો છો. કારેલાં ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ તેની કડવાશના કારણે લોકો તેનાથી દૂર ભાગતા હોય છે. જો તમે કારેલાનું શાક તેની કડવાશ દૂર કરીને બનાવવા માંગતા હોય તો તે માટે કારેલાં કાપીને આખી રાત તેને મીઠું લગાડીને રાખી લો. કારેલા બનાવતા પહેલા તેને સરખી રીતે ધોઈ લો અને પછી તેનું શાક બનાવો. કારેલાની કડવાશ ઘણી હદ સુધી દૂર થઈ જાય છે.

દહીંનો પ્રયોગ – દહીં દ્વારા પણ તમે કારેલાની કડવાશ દુર કરી શકો છો. દહીં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે, પરંતુ શું તમે જાણો છો કે, દહીંમાં રહેલા તત્વો કારેલાની કડવાશ દૂર કરવામાં મદદગાર હોય છે. કારેલાની કડવાશ દૂર કરવા માટે તેને બનાવતા પહેલા નાના નાના ટુકડામાં કાપીને ઓછામાં ઓછા 1 કલાક સુધી તેને દહીંમાં પલાળીને રાખી લો. આમ કરવાથી ખાતા સમયે કારેલાના શાકમાં કડવાશ લાગતી નથી.

મસાલાનો પ્રયોગ – કારેલાના શાકની કડવાશ દૂર કરવા માટે અમુક હદ સુધી તેમાં અલગ અલગ મસાલાનો પ્રયોગ પણ કરવામાં આવે છે. તમે જો કારેલાની સાદી સબ્જી બનાવતા હોય તો આ વખતે કારેલાની સાદી સબ્જી બનાવ્યા વગર તેમાં ડુંગળી, વરિયાળી કે મગફળીનો ઉપયોગ કરો. સબ્જીમાં આ વસ્તુઓના પ્રયોગથી કારેલાની કડવાશ દૂર કરવામાં મદદ મળે છે.

છાલ ઉતારવાનો પ્રયોગ – કારેલાની સૌથી વધુ કડવાશ તેની ઉપરની છાલમાં હોય છે. તેવામાં કારેલાની કડવાશ દૂર કરવા માટે તેની ઉપરની છાલ કાઢી લેવી. જો કે એ વાતનું ધ્યાન રહે કે, તેને ફેંકવાની નથી, કારણ કે, તે છાલમાં પણ પોષકતત્વો રહેલા હોય છે. તેને મીઠું લગાડીને થોડી વાર માટે તડકામાં સૂકવી લો. પછી ભરેલા કારેલાં બનાવતી વખતે તેને મસાલાની સાથે ફ્રાઈ કરી લેવી.

તમારા કારેલા સ્વાદિષ્ટ બનશે અને કડવાશ પણ દૂર થાય છે. આમ કારેલા એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તે અનેક રોગોને દુર કરનાર શાકભાજી માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment