જો તમે ઘરે રેસ્ટોરન્ટ જેવી ક્રિસ્પી ફ્રેંચ ફ્રાઇસ બનાવવા માટે વિચારી રહ્યા છો, તો અમે તમને આ લેખ દ્વારા કેટલીક સહેલી ટિપ્સને બતાવીશુ, જેથી તમે ઘરે પણ આ ટીપ્સોને ફોલો કરીને રેસ્ટોરન્ટ જેવી જ ફ્રેન્ચ ફ્રાઇસ બનાવી શકશો.
ફ્રેન્ચ ફ્રાઇસને અલગ-અલગ ટિપ્સથી બનાવી શકાય છે. જ્યારે પણ સાંજના સમય દરમિયાન નાના બાળકોને અથવા તો ઘરના સભ્યોને ભૂખ લાગી હોય છે ત્યારે, ફ્રેન્ચ ફ્રાઇસ બનાવવામાં આવતી હોય છે. લગભગ ફ્રેન્ચ ફ્રાઇસનું નામ સાંભળીને નાના અને મોટાઓ આ બંનેના મોં માં પાણી આવી જાય છે.
જો તમારે પણ થોડી ઓછી ભૂખને શાંત કરવી હોય, કે પછી ચા સાથે કંઈક ક્રિસ્પી ખાવું હોય ત્યારે લગભગ ફ્રેન્ચ ફ્રાઇસ તો યાદ આવી જ જાય છે. પરંતુ જ્યારે પણ આ ટેસ્ટી સ્નેક્સની વાત થાય છે, ત્યારે આપણને સૌને રેસ્ટોરેન્ટની યાદ આવી જાય છે. યાદ આવે પણ કેમ નહીં, કારણ કે રેસ્ટોરેન્ટની ફ્રેન્ચ ફ્રાઇસ ખુબ જ ક્રિસ્પી હોય છે.તમે પણ કોઈ વાર ઘર પર ફ્રેન્ચ ફ્રાઇસ બનાવવાની કોશિશ કરી હશે. પરંતુ તે એટલી ક્રિસ્પી થતી નથી. તો આવો અમે તમને કેટલીક ટિપ્સને જણાવીએ કે જેથી, તમે પણ હવે જ્યારે પણ ફ્રેન્ચ ફ્રાઇસ બનાવશો, ત્યારે તે રેસ્ટોરન્ટ જેવી જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે.
1 ) ઠંડા પાણીમાં ડીપ કરો :
તમે જ્યારે પણ ફ્રેન્ચ ફ્રાઇસ બનાવો છો, ત્યારે તમે તરત જ તેને ફ્રાય કરી લો છો. અને તે કારણથી જ તમારી ફ્રેન્ચ ફ્રાઇસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનતી નથી. પરંતુ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઇસ બનાવવા માટે જરૂરી છે કે, તેને ઠંડા અથવા તો બરફના પાણીમાં ઓછામાં ઓછી અડધી કલાક સુધી પલાળીને રાખવી અને આ પછીથી તેને ફ્રાઈ કરવી. આ માટે તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારે ફ્રેન્ચ ફ્રાઇસને પાતળા શેપમાં કાપવાની છે અને તેને એક મોટા વાસણમાં નાખીને પલાળીને રાખી મૂકવાની છે.હવે આ પાણીમાં અડધી ચમચી મીઠું નાખો અને વાસણને ફ્રિઝમાં રાખી દો. હવે અડધી કલાક પછી ફ્રિઝમાંથી બહાર નીકાળીને તેને ચારણીમાં નાખીને અલગ કરી લો અને તેમાં રહેલ પાણીને પૂરી રીતે નીકાળી લો અથવા તો તેને કપડાંથી લૂછી લો. હવે એક લોયામાં તેલ ગરમ કરવા માટે મૂકો અને મધ્યમ ગેસ ઉપર ફ્રેન્ચ ફ્રાઇસને તળો. જ્યારે તે ગોલ્ડન થવા લાગે એટલે તેને ઉતારી લો અને ચટણી અથવા તો સોસની સાથે તેનો આનંદ લો. આ ફ્રેન્ચ ફ્રાઇસ રેસ્ટોરન્ટ જેવી જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે.
2 ) થોડી ઉકાળીને ફ્રિઝમાં રાખો :
ફ્રેન્ચ ફ્રાઇસને ક્રિસ્પી બનાવવા માટે એક બીજી પણ રીત છે, જેમાં ફ્રેન્ચ ફ્રાઇસને થોડી વાર સુધી ઉકાળીને તેને ફ્રિઝમાં રાખવાની છે. આ માટે તમે સૌથી પહેલા બટાટાને છોલીને તેને ફ્રેન્ચ ફ્રાઇસના આકારમાં કાપી લો. જ્યારે ફ્રેન્ચ ફ્રાઇસ કપાય જાય ત્યારે તેને થોડી વાર સુધી ઉકાળેલા પાણીમાં નાખીને થોડી વાર સુધી ઉકળવા દો.લગભગ 5 મિનિટ સુધી તેને ઉકાળો, તેનાથી ફ્રેન્ચ ફ્રાઇસ પણ થોડી બફાઈ જશે. આ ઉકાળેલી ફ્રેન્ચ ફ્રાઇસને સૂકવી લો, આ પછી તેને એક જીપ પાઉચમાં પેક કરીને 2 કલાક સુધી ફ્રિઝમાં રાખી દો. 2 કલાક પછી તમે જ્યારે ફ્રિઝમાંથી બહાર નીકાળીને ફ્રાઈ કરશો તો રેસ્ટોરન્ટ જેવી જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે. ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રાય કરો છો ત્યારે ગેસ તેજ હોવો જોઈએ અને પછી ધીમા તાપે તેને ફ્રાય કરો.
3 ) કોર્ન ફ્લોર કોટિંગ કરો :
ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઇસ બનાવવા માટે તમે બટાટાને ફ્રેન્ચ ફ્રાઇસના આકારમાં કાપી લો, અને તેને ડાયરેક્ટ ફ્રાઈ કરવાના બદલે તેના પર કોર્ન ફ્લોર અથવા તો તેના પર ચોખાના લોટને છાંટો અને તેના વડે ફ્રેન્ચ ફ્રાઇસને કોટ કરી લો. આ માટે તમારે એટલું કરવાનું છે કે, તમારે ફ્રેન્ચ ફ્રાઇસને કાપ્યા પછી તેને એક વાસણમાં લઈ લેવાની છે.તેના પર કોર્ન ફ્લોર અથવા તો ચોખાના લોટને નાખો અને બધા મસાલાઓની સાથે તેને સારી રીતે મિક્સ કરી લો. લોયામાં તેલ ગરમ કરવા માટે મૂકો અને કોર્ન ફ્લોરની કોટિંગ વાળી ફ્રેન્ચ ફ્રાઇસને એક પછી એક એમ કરીને લોયામાં ફ્રાઈ કરો. આ હલકા ભૂરા રંગની થાય ત્યાં સુધી તેને તળો અને પછી આને ઉતારીને ટીશું પેપરમાં બહાર નિકાળીને ગરમ-ગરમ સર્વ કરો.
આ બધી જ ટિપ્સથી ફ્રેન્ચ ફ્રાઇસ ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવી જ સ્વાદિષ્ટ પણ બનશે. સાથે આમ, કરવાથી ઓછું ઓઇલ પણ વપરાશે, જેથી તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી થશે. તો હવે વાર કંઈ વાતની, આજે જ તમે આ ટિપ્સમાંથી કોઈ પણ ટિપ્સને અજમાવીને જુઓ તમારી ફ્રેન્ચ ફ્રાઇસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ જરૂરથી બનશે.આ ટિપ્સ સાથે બનાવવાથી તમે ફ્રેન્ચ ફ્રાઇસનો પૂરો આનંદ માણી શકશો. આમ તમે હવે આ ટિપ્સ ફોલો કરીને બહાર જેવી જ ટેસ્ટી ફ્રેચ ફાઈસ બનાવી શકો છો. તેમજ ઘણાના દરેક સભ્યને માટે નાનો એવો નાસ્તો પણ બનાવી શકો છો. જેને નાનાથી લઈને મોટાઓ બધા પસંદ કરે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી