મિત્રો આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકોને સફેદ વાળની તકલીફ હોય છે અને સફેદ વાળ કાળા કરવા માટે તેઓ અનેક ઉપાયો અજમાવે છે. પણ કોઈ ફેર પડતો નથી. જ્યારે આજના સમયમાં નાની ઉંમરે પણ લોકોના વાળ સમય પહેલા જ સફેદ થઈ રહ્યા છે. આજે અમે તમને એક એવા સરળ ઉપાય વિશે જણાવશું. જેને તમે ઘરે જ બનાવીને દરરોજ ખાઈ શકો છો અને તેનાથી વાળ પણ કાળા થશે.
જો તમારા વાળ પણ વધતી ઉંમર પહેલા જ સફેદ થઈ ગયા છે, તો તમારા વાળ કાળા કરવા માટે તમને આમળા ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો બજારમાં આમળાનો મુરબ્બો, અથાણું અને કેન્ડી મળે છે, પરંતુ તમે ઘરે જ આમળાની કેન્ડી બનાવી શકો છો. આમળાનું કેન્ડીનું નિયમિત સેવન કરવાથી સફેદ વાળ ફરીથી કાળા થઈ શકે છે. ચાલો તો આ સરળ રેસિપી વિશે જાણી લઈએ.સામગ્રી : આમળા – 1 કિલોગ્રામ (30-35 નંગ), ખાંડ – 700 ગ્રામ (3 ½ કપ).
આમળાની ચોકલેટ બનાવવાની રીત : પહેલા આમળાને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો, પછી ઉકળતા પાણીમાં આમળાને નાખી દો. બીજી વખત ઉભરો આવ્યા પછી તેને 2 મિનીટ સુધી ઉકળવા દો. હવે ગેસને બંધ કરી દો અને આ આમળાને 5 મિનીટ માટે ઢાંકીને મૂકી રાખો. આમળાને ઠંડા પાણીમાં નાખવા નહિ. પાણી ઉકળ્યા પછી જ આમળા નાખવા જોઈએ.
હવે ઉકાળેલ આમળાને ગરણીમાં નાખીને તેમાંથી પાણી કાઢી નાખો. થોડા ઠંડા થઈ ગયા પછી તેમાંથી છરીની મદદથી ઠળિયા કાઢી નાખો. આ આમળાની ચીરને કોઈ પણ એક વાસણમાં ભરી લો. 650 ગ્રામ ખાંડ તેની ઉપર નાખી દો. વધેલી 50 ગ્રામ ખાંડનો પાવડર બનાવીને મૂકી દો.બીજા દિવસે તમે જોશો કે બધી જ ખાંડ ઓગળી ગઈ હશે અને આમળાના ટુકડા તેની ઉપર તરતા હશે. તમે તેને એક વખત હલાવીને મૂકી દો. 2 થી 3 દિવસ આ આમળાને ખાંડની ચાસણીમાં રહેવા દો. હવે આ ચાસણીને ગરણીમાં ગાળીને આમળા અલગ કરી લો. બધી ચાસણી નીતરી જાય એટલે આમળાને કોઈ એક ડીશમાં રાખીને તડકે સૂકવવા માટે મૂકી દો.
હવે આ ટુકડાને થોડા દિવસ માટે તડકે સુકાવા દો. આમળા સુકાઈ ગયા પછી ખંડના પાવડરમાં તેને મિક્સ કરી લો. આમ તમારી આમળાની કેન્ડી તૈયાર થઈ જશે. આ કેન્ડીને તમે કોઈ ડબ્બામાં ભરીને મૂકી દો અને દરરોજ 6 થી 7 ટુકડા ખાઈ લો. તે સ્વાદમાં પણ ખુબ જ ટેસ્ટી અને શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. સાથે તમારા વાળને કાળા રાખવામાં પણ મદદરૂપ સાબિત થશે.
વાળને મજબુત કરવા આમળાની કેન્ડી : જો કે વાળ માટે આમળા એ કોઈ વરદાનથી કમ નથી. આમળા કેન્ડીમાં વિટામીન સી મળે છે જે વાળ માટે ખુબ જ જરૂરી છે. તેના નિયમિત સેવનથી વાળ મજબુત બને છે. અને માથામાં ખોડો પણ નથી થતો. જો કે આમળા વાળમાં પણ લગાવવામાં આવે છે પણ તેની કેન્ડી ખાવાથી પણ ખુબ જ ફાયદો થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી