જો તમે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક છો તો તમારા માટે આ ખબર ખુબ જ જરૂરી છે.SBI આવતા મહિને 1 જુલાઈ 2021 થી સર્વિસ ચાર્જમાં મોટો બદલાવ કરવા જઈ રહી છે. તેમાં SBI એટીએમ, બ્રાંચથી પૈસા ઉપાડવા અને ચેક બુક જાહેર કરવાના શુલ્ક સામેલ છે. જો કે આ બદલાવ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ હોલ્ડર્સ માટે છે. બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સ માટે SBI ના નવા સંશોધિત સર્વિસ ચાર્જ, 1 જુલાઈ 2021 થી લાગુ થશે. તો ચાલો જાણીએ કે કંઈ સર્વિસ માટે કેટલો ચાર્જ ગ્રાહકો પાસેથી લેવામાં આવશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો
SBI ATM થી વિડ્રોલ ચાર્જ : SBI ATM થી પહેલી વખત ઉપાડ ચાર્જ ફ્રી છે. બેંક એ ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની લિમીટ 4 વખત જ કરી દીધી છે. એટલે કે હવે તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમથી ચાર વખતથી વધુ પૈસા ઉપાડો છો તો તમારે એક મહિનામાં પ્રતિ ઉપાડ પર 15 રૂપિયા + GST પણ આપવો પડશે. આ સર્વિસ ચાર્જ પણ SBI અને ગેર SBI એટીએમ પર રહેશે.SBI બ્રાંચથી કેશ વિડ્રોલ ચાર્જ : SBI વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર એટીએમ વિડ્રોલની સાથે જ બેંક બ્રાંચથી પણ કેશ ઉપાડવાની સીમાને 4 કરી દીધી છે. એટલે કે પહેલી વખત ફ્રી ઉપાડ પછી બેંક બ્રાંચથી વિડ્રોલ પર ચાર્જ લેશે. શાખા, એટીએમ પર પ્રતિ કેશ ઉપાડની લેણદેણ પર નવો શુલ્ક 15 રૂપિયા પ્લસ GST છે.
ચેકબુક ચાર્જ : BSBD એકાઉન્ટ ખોલવા પર બેંક તરફથી ગ્રાહકને 10 ચેકબુક પેજ ફ્રીમાં દેવામાં આવશે. આ એક આર્થિક વર્ષની સીમા છે ત્યાર પછી ચેક બુક માટે અલગથી શુલ્ક જમા કરાવવું પડશે. જો કોઈ ગ્રાહક એક આર્થિક વર્ષમાં 10 ફ્રી ચેક બુક સિવાય 10 પેજ વાળી ચેકબુક લે છે તો 40 રૂપિયા પ્લસ જીએસટી લાગશે.
25 પેજ માટે 75 રૂપિયા પ્લસ જીએસટી રહેશે. ઈમરજન્સી સર્વિસ અંદર 10 પેજ માટે 50 રૂપિયા પ્લસ જીએસટી થશે, જો કે વરિષ્ઠ નાગરિકોને ચેક બુક પર નવા સેવા શુલ્કમાં છૂટ આપવામાં આવી છે.
અન્ય બેંક સાથે આર્થિક લેણદેણ : SBI અને અન્ય બેંકની શાખાઓમાં BSBD ખાતાધારક દ્વારા અન્ય બીજી આર્થિક લેણદેણ પર કોઈ શુલ્ક નહિ લાગે.ટ્રાન્સફર લેણદેણ : BSBD ખાતાધારક માટે શાખા અને વૈકલ્પિક ચેનલ પર ટ્રાન્સફર લેણદેણ પણ મફતથી જશે.
શું છે SBI BSBD ખાતું ? : SBI બીએસબીડી ખાતા, જેને ઝીરો બેલેન્સ બચત ખાતાના રૂપમાં ઓળખવામાં આવે છે. આ મુખ્ય રૂપે સમાજના ગરીબ વર્ગો માટે છે. જેથી તેમને કોઈ પણ પ્રકારના શુલ્ક વગર બચત શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. આ ખાતા પર બેંક નિયમિત બચત બેંક ખાતાની જેમ વ્યાજ દર પ્રદાન કરે છે.
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી