મિત્રો આજે આપણે જોઈએ છીએ કે દરેક લોકોને ખુબ જ ચટપટુ મસાલેદાર અને તીખું ખાવાનું ગમતું હોય છે. તેમાં પણ આજે મોટાભાગના બાળકોને પણ મેગી, પીઝા, પાસ્તા વગેરે ખુબ જ ભાવતું હોય છે. પણ આ બધી વસ્તુઓ બહુ ખાવી અને તે પણ બહારની ખાવી શરીર માટે બહુ સારી નથી. પણ જો આ વસ્તુ ઘરે જ બનાવવામાં આવે તો કેવી મજા પડી જાય. કારણ કે ઘરની બનાવેલી વસ્તુ તાજી, સ્વચ્છ, અને સાફ હોય છે.
તો મિત્રો આજે અમે તમને ખુબ જ સરળ રીતે બનાવાતી હોમ મેડ પીઝા બ્રેડ સેન્ડવીચ વિશે વાત કરીશું. તો તમે પણ ફટાફટ આ રેસિપીને નોધી લો. આ માટે તમારે કોઈ વિશેષ તૈયારીની જરૂર નથી. તમે ઘરમાં પડેલ વ્સતુઓના ઉપયોગ થી પણ આ બ્રેડ સેન્ડવીચ બનાવી શકશો.
પીઝા બ્રેડ સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી
1)- ટમેટા સોસ અથવા ટમેટો કેચપ 2)- માખણ: 3 ટેબલ સ્પુન 3)- 1,2 ડુંગળી – ઝીણી સમારેલી
4)- 1,2 ટમેટા – ઝીણા સમારેલા 5)- 1 કેપ્સીકમ – ઝીણા સમારેલા 6)- પનીરના ટુકડા – અડધી વાટકી
7)- મીઠું : સ્વાદ અનુસાર 8)- ઓરેગન પાઉડર – ચપટી 9)- ચીલી ફ્લેક્સ – ચપટી 10)- ચીઝ: 3 થી 4 ક્યુબ 11)- સ્વીટ કોર્ન : 2 થી 3 નાની ચમચી
પીઝા બ્રેડ સેન્ડવીચ બનાવવા માટેની રીત
1 -સાથી પહેલા બે બ્રેડની સ્લાઈસ લો. તેમાં એક બ્રેડની સ્લાઈસ પર ટમેટાનો સોસ અથવા તો ટમેટો કેચપ બધી બાજુ લગાવી દો. જયારે બીજી સ્લાઈસમાં અડધી ચમચી જેટલું માખણ લઈને તેને પણ બધી બાજુ લગાવી લો.
2 -આમ બંને બ્રેડ તૈયાર થઈ ગયા પછી હવે તેના પર વિવિધ વેજીટેબલ મુકવાના છે. આથી તમે પહેલા ટમેટો કેચપ વાળી બ્રેડ સ્લાઈસ પર થોડા ડુંગળીના ટુકડા મૂકી દો.
3 -ત્યાર પછી ટમેટા ના ટુકડા, કેપ્સીકમ ના ટુકડા, થોડા પનીરના ટુકડા, તેમજ ગાજરના ટુકડા પણ બ્રેડની બધી બાજુ આવી જાય એ રીતે ગોઠવી દો. આ સિવાય તમે ઉપર આપેલ વેજીટેબલ સિવાય બીજા અન્ય વેજીટેબલ પણ ઉપયોગમાં લઇ શકો છો.
4 -આ બધા વેજીટેબલ મુક્યા પછી તેના પર ઓરેગન પાઉડર, ચીલી ફ્લેક્સ, એક ચપટી જેટલું છાંટી દો. ત્યાર પછી મીઠું તમે પોતાના સ્વાદ અનુસાર નાખી શકો છો.
5 -તમે અહી સ્વીટ કોર્ન નો પણ ઉપયોગ કરી શકો છો. તેમજ આ બધા વેજીટેબલ તમે બોઈલ કરીને પણ ઉપયોગ કરી શકો છો. હવે બ્રેડ પર ઝીણી ક્રશ કરેલી ચીઝ મૂકી દો.
6 -આમ આ બધુ બ્રેડ પર મુક્યા પછી માખણ લગાવેલ બ્રેડ તેના પર કવર કરી દો. હવે ફરી તેના પણ માખણ લગાવો.
7 -અને તમે જે રીતે અંદર વેજીટેબલ મુક્યા હતા એ રીતે જ ફરી પાછા મુકો. અને તેના પર પણ ઓરેગન પાઉડર, મીઠું, ચીઈલી ફ્લેક્સ વગેરે છાંટી દો. હવે એક નોન સ્ટીક વાસણ લઇ તેને ગેસ પર ગરમ કરવા માટે મુક્કી દો.
8 -ગરમ થઈ ગયા પછી તેમાં થોડું અડધી ચમચી જેટલું માખણ નાખો. માખણ ગરમ થઈ ગયા પછી તેમાં તૈયાર કરેલ પીઝા બ્રેડ સેન્ડવીચ મૂકી દો. હવે તેને કોઈ અન્ય વાસણ વડે ઢાંકી દો. અને 2 થી 3 મિનીટ માટે ચડવા દો.
9 -3 મિનીટ થઈ ગયા પછી આ સેન્ડવીચ ને ઉતારી લો. આમ તમારી પીઝા બ્રેડ સેન્ડવીચ તૈયાર છે. જેને તમે કોઈપણ ગ્રીન ચટણી, અથવા તો ટમેટો સોસ માં ખાઈ શકો છો.
-તો મિત્રો જયારે પણ તમને પીઝા ખાવાનું મન થાય ત્યારે આ રીતે મીની બ્રેડ પીઝા ઘરે જ બનાવીને ખાઈ શકો છો.
ઘણા બહેનોના મેસેજ આવતા હતા એટલે રેસિપી ઉપર આર્ટિકલ લખ્યો છે..જે તમને ખુબજ ઉપયોગી થશે.. આગળ પણ તમે સોશ્યલ ગુજરાતી તરફથી આવી રેસિપી ના આર્ટિકલ મેળવવા માંગો છો કોમેન્ટ કરજો એટલે અમે રેસિપી પર આર્ટિકલ બનાવીશું.
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.