મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હાલ શિયાળો હવે પૂરો થઈ રહ્યો છે. અને તેની સાથે હવે તમને બજારમાં લીલા શાકભાજી પણ ઓછા જોવા મળશે. કહેવાય છે કે શિયાળામાં દરેક શાકભાજી એકદમ તાજા અને સારા આવે છે. આથી તમે શિયાળામાં દરેક શાકભાજી ભરપેટ ખાઈ શકો છો. આ શિયાળામાં કોબી, ફ્લાવર, વટાણા, રીંગણ, બટેટા, ટમેટા, લીંબુ, વાલોળ, તુવેર વગેરે જાતજાતનું શાકભાજી આવે છે.
શિયાળો હવે પૂરો થઈ રહ્યો છે. અને શિયાળામાં આવતા વટાણા ને લોકો સ્ટોર કરીને મૂકી દે છે. વટાણા નો સ્વાદ બધાને ગમે છે. એટલે કે વટાણા પનીર હોય, બટેટા વટાણા હોય, તેનો ટેસ્ટ બધાને ભાવે છે.આમ લીલા વટાણા માત્ર સ્વાદમાં જ નહી પણ તે અનેક ગુણોથી પણ ભરપુર છે.આથી લોકો શિયાળામાં જ નહી પણ આખું વર્ષ ખાવા માંગે છે. પણ વટાણા ને ફ્રીજમાં સ્ટોર કર્યા પછી થોડા જ મહિનામાં તેના દાણા બગડી જાય છે. અને તમારી બધી મહેનત પાણીમાં જાય છે. પણ આજે અમે તમને વટાણા કેવી રીતે સ્ટોર કરવા તેની સરળ રીત જણાવીશું.
લીલા લીલા વટાણા એક ખુબ જ સુપર ફૂડ છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ પર્યાપ્ત માત્રામાં હોય છે.સાથે જ લીલા વટાણા માં વિટામીન પણ ભરપુર હોય છે.વટાણા ખાવાથી કોલેસ્ટ્રોલ નું લેવલ ઓછુ થાય છે. તેના સેવનથી હૃદયની બીમારીનો ખતરો ઓછો રહે છે.
આમ શિયાળો જાય તે પહેલા લોકો બજારથી વધુ વટાણા લઇ આવે છે. અને આખા વર્ષ માટે તેને સ્ટોર કરીને મૂકી દે છે. પણ તેન યોગ્ય રીતે સ્ટોર ન કરવા પર તે જલ્દી ખરાબ થઈ જાય છે.
વટાણા ને સ્ટોર કરતા પહેલા એ યાદ રાખો કે આપણે માત્ર મોટા અને જાડા દાણાદાર વટાણા જ સ્ટોર કરવા જોઈએ. કારણ કે નાના વટાણા ખુબ કાચા હોવાથી જલ્દી ખરાબ થઈ જાય છે.
હવે વટાણા ફોલો પછી એક મોટા વાસણમાં પાણી નાખીને તેને ગેસ પર મૂકી દો.હવે તેમાં ઉભરો આવે એટલે તેમાં થોડી ખાંડ નાખી દો.ત્યાર પછી વટાણા નાં દાણા ઉકળતા પાણીમાં નાખી દો.અને 2 મિનીટ માટે પાણીમાં રહેવા દો.
હવે એક બીજું વાસણ લો તેમાં એકદમ ઠંડું પાણી લો. અને વટાણા ને ગાળી નાખો. અને હવે આ ઠંડા પાણીમાં વટાણા નાખી દો. વટાણા ઠંડા થયા પછી વટાણા ને ગાળી નાખો.
આમ વટાણા ના દાણા એર ડાઈટ બેગમાં ભરીને ફ્રીજર માં મૂકી દો. તમે ઈચ્છો તો તેને કોઈ એર ડાઈટ ડબ્બા માં પણ મૂકી શકો છો. આ રીતે પ્રીજર્વ કરીને મુકેલા લીલા વટાણા આખું વર્ષ તાજા રહે છે.
જો તમે વટાણા ને ઉકાળ્યા વગર તાજા રાખવા માંગો છો તો ફોલેલા વટાણામાં થોડું સરસોનું તેલ નાખીને બંને હાથ વડે મસળતા બધા જ વટાણામાં તેલ ચોપડી દો, વટાણા પર તેલ લગાવવાથી ફ્રીજર નો બરફ વટાણા પર ચોટશે નહિ. આ વટાણાને કોઈપણ પોલીથીન મા ભરીને રબર લગાવી દો. અને આ પોલીથીન ફ્રીજરમાં મૂકી દો.
ઘણી બહેનોને આ ટેક્નિક ખ્યાલ છે, જો તમારી પાસે કોઈ અન્ય ઉપાય હોય તો કોમેન્ટ કરી અવશ્ય બતાવજો..
અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.