મિત્રો ઘણા શાકભાજી અને અને ફ્રુટને આપણે ઘરે જ ઉગાડી શકીએ છીએ. ઘરે કોઈ છોડ કે શાકભાજી ઉગાડવા એ કોઈ અઘરું કામ નથી હોતું અને આસાનીથી કોઈ શાકભાજી કે ફ્રુટ તમે ઘરે ઉગાડી શકો છો. પરંતુ આજે અમે તમને ઘરે જ કેવી રીતે લસણ ઉગાડી શકાય તેની ખુબ જ સરળ પદ્ધતિ વિશે જણાવશું. તો ચાલો જાણીએ કેવી રીતે ઘરે જ લસણ ઉગાડવું.
કેવી રીતે ઉગાડવું લસણ : તમે તમારા ઘરના બગીચામાં લસણના છોડ પણ ઉગાડી શકો છો. અહીં તમે ઘરના બગીચામાં લસણ રોપવાની શ્રેષ્ઠ રીત જણાવશું.
આ મુખ્ય વાતોનું ધ્યાન રાખવું : ઘરનાં બગીચામાં લસણને સહેલાઈથી ઉગાવી શકાય છે. જૈવિક ખાતરનો ઉપયોગ કરો અને છોડને જીવાણુંથી બચાવીને રાખો.તમે જાણતા જ હશો કે આપણા ભારતીય ઘરોમાં લસણનો ઉપયોગ ખુબ જ થાય છે. લસણ ખાવાથી જમવાનો સ્વાદ ખુબ જ વધી જાય છે. જે પણ શાકભાજીમાં લસણનો ઉપયોગ નથી કરવામાં આવતો તેનો સ્વાદ ખુબ જ ફિક્કો લાગે છે, તેથી લસણ તો શાકભાજીમાં મોટાભાગે હોય છે. જો તમે પણ લસણ ખાવાના ખુબ જ શોખીન છો તો પછી તમે પણ તમારા ઘરના બગીચામાં લસણના છોડ ઉગાવીને કેટલાક વર્ષો સુધી તમે લસણનું સેવન કરી શકો છો. તો ચાલો જાણીએ કે લસણના છોડને ઘરના બગીચામાં કેવી રીતે ઉગાડવું અને તેની ખુબ જ સરળ રીત.
લસણને ઘરના બગીચામાં ઉગાડવા માટેની જરૂરી સામગ્રી : લસણનું બીજ, એક કૂંડું, ખાતર, માટી અને પાણી.ઘરના બગીચામાં લસણ ઉગાડવાની રીત : ઘરના બગીચામાં લસણને ઉગાડવા માટે પ્રથમ તો લસણના બીજને છોલ્યા વગર જ અલગ કરો. ત્યાર પછી એક વાસણમાં માટીને ઉમેરો અને થોડાક કલાક માટે માટીને છોડી દો. આવું કરવાથી માટીમાં નરમાશ આવી જશે. માટી નરમ થવાથી લસણનો છોડ સહેલાઈથી બહાર આવશે. અને અંતમાં લસણના બીજને લો અને માટીના વાસણમાં 3 થી 4 ઇંચ ઊંડા નાખો અને માટીને ઉપરથી દબાવો.
ખાતરનો કેવી રીતે કરાય ઉપયોગ : માટીને બીજની સાથે નાખતા પહેલા તેને સારી રીતે મિક્સ કરી લો. બીજને નાખ્યા પછી તેમાં ઉપરથી થોડું ખાતર નાખો. તમે ધ્યાનમાં રાખજો કે ખાતર રાસાયણિક ન હોવું જોઈએ. ફક્ત સજીવ ખાતર અને કંપોસ્ટ ખાતરનો જ વધારે ઉપયોગ કરવો જોઈએ. આ ખાતર પાકને સારો બનાવે છે. બીજ રોપતી વખતે, હંમેશા ધ્યાન રાખો કે એક જ સમયે લસણની એક કળી હોવી જોઈએ.હંમેશા હવામાનની સંભાળ રાખો : બગીચામાં લસણના છોડને ઉગાવ્યા પહેલા હંમેશા વાતાવરણની જરૂરથી સંભાળ રાખો. જો લસણના છોડને ઠંડીની ઋતુમાં લગાવવામાં આવે તો તે સૌથી ઉત્તમ છે. પરંતુ જો વધારે ઠંડી હોય તો લસણનો છોડ ન લગાવવો જોઈએ. આથી છોડ ખરાબ પણ થઈ શકે છે. રાતના સમયમાં પાકને હંમેશા ઠંડીથી બચાવીને રાખો અને સવારે તડકામાં રાખો. તમે જો આમ કરશો તો પાક જરા પણ બગડશે નહીં.
પાણી પાવાનું જરા પણ ભૂલશો નહિ : બીજને કુંડામાં રોપ્યા પછીથી તમે 1 થી 2 મગ પાણી દેવાનું જરા પણ ભૂલશો નહિ. અને રોપેલા બીજને હંમેશા સમય-સમયે પાણીને આપતા રહો અને જ્યારે બીજ અંકુરિત થવાનું શરૂ થાય એટલે, તેમાં એકવાર ખાતરને નાખીને ફરીથી એક જગ પાણી આપો. જો તમે નિયમિત રૂપથી આ જ રીતે પાણીને પીવડાવતા રહેશો તો જરૂરથી છોડ જલ્દી અંકુરિત થવા લાગશે.છોડને હંમેશા કિડાઓથી બચાવીને રાખો : જમીનમાં બીજ રોપવાથી લઈને લસણને જ્યાં સુધી કાપવામાં ન આવે ત્યાં સુધી તેના પર હંમેશા જંતુનાશક દવાઓ છાંટવી જોઈએ. જો તમારી પાસે જંતુનાશક દવાઓ નથી તો તમે તેના પર ઘરમાં રહેલા લીંબુના રસનો છટકારો કરો. આવું કરવાથી છોડ પર કીડા-માકોડા નહિ થાય.
લસણનો છોડ ક્યારી ખેંચવો : લસણનો છોડ જલ્દીથી મોટા થઈ જાય છે. લસણના પાનને તમે શાકભાજી અને ચટણી બનવવામાં ઉપયોગ કરી શકો છો. અને ધ્યાનમાં રાખો કે 2 થી 3 મહિનામાં લસણના છોડને તેમાંથી ખેંચી શકો છો. આ છોડ એટલા દિવસોમાં તૈયાર થઈ જશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી