મિત્રો તમે દવાનું સેવન ક્યારેક તો કર્યું જ હશે. મોટાભાગના લોકો જેમને દવાનું સેવન કરવાનું હોય તો દવાને સીધી ગળી જવાનું જ પસંદ કરતા હોય છે. કારણ કે તેનાથી દવાનો ટેસ્ટ નથી આવતો અને દવા પેટમાં જતી રહે છે. પરંતુ કોઈ પણ બીમારીમાં દવાને ગળવાને બદલે ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી ખુબ જલ્દી ફાયદો થાય છે. રિસર્ચ અનુસાર આ રીતે દવા લેવાથી તમને જલ્દી રીકવરી આવે છે. તો આજે તેની પાછળ રહેલા તથ્યો વિશે જણાવશું, અને ઉપર જણાવ્યા પ્રમાણે દવાનું સેવન કરવાથી શું ફાયદો થાય એ જણાવશું માટે આ લેખને અંત સુધી વાંચો.
દવાની કડવાશથી બચવા માટે અકસર તમે દવાને પાણીની સાથે ગળી જાવ છો. તેમ છતાં પણ તમને જલ્દી ફાયદો નથી થતો. તેના કરતા સારું છે તમે દવા લેવાની રીત બદલી નાખો. જો તમે કોઈ પણ ટેબ્લેટને ગરમ પાણીમાં ઓગાળીને પીશો તો શરદી અને તાવમાં જલ્દી આરામ આપે છે. હાલમાં જ રીસર્ચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ રીતે દવા પીવાથી દવાની અસર જલ્દી થાય છે.દવા ગરમ પાણીની સાથે લેવી વધુ પ્રભાવશાળી :
બીમારી એ કોઈને નથી ગમતી, અને દવા કોઈને ખાવી નથી ગમતી. આ જ કારણ છે કે, જ્યારે આપણે બીમાર પડીએ છીએ, તો આપણે ઈચ્છીએ છીએ કે દવા જલ્દીથી જલ્દી અસર કરે. જેથી કરીને આપણે આપણું જીવન શાંતિથી જીવી શકીએ. એક સંશોધન અનુસાર સાબિત થયું છે કે ઠંડી અને તાવની દવાને વધુ પ્રભાવી બનાવવા માટે તેને ગરમ પાણીમાં લેવી જોઈએ. તે તમારા શરીરને દવાને જલ્દી અવશોષિત કરવામાં મદદ કરે છે. અને તમે ઓછા સમયમાં સાજા થઈ જાવ છો.
ડોઝ લીધા પછી એક કલાક :
દુઃખાવો હોય અથવા તાવ અથવા ઠંડી લાગતી હોય, કોઈ પણ દવા 4 થી 5 કલાક પછી તેની અસર દેખાડે છે. પરંતુ જો ગરમ પાણીમાં ઓગાળીને દવા લેવામાં આવે તો તેની અસર જલ્દી થાય છે. આ વાતને સાબિત કરવા માટે એક અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં એવું શોધવામાં આવ્યું કે, પેરાસીટામોલને અલગ અલગ રીતે કેવી રીતે અવશોષિત કરવામાં આવે છે. અભ્યાસ પછી જાણવા મળ્યું કે, ટેબ્લેટને ગળવા કરતા તેને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી તે શરીરમાં જલ્દી અસર દેખાય છે. આમ કરવાથી એક કલાક પછી સારું ફિલ થાય છે.પાણીના રૂપમાં દવા :
અધ્યયનમાં 25 સ્વસ્થ વ્યક્તિઓને પહેલા ટેબ્લેટના રૂપમાં અને પછી પાણીના રૂપમાં દવા લેવાનું કહ્યું. સ્કીટીગ્રાફિક ઇમેજિંગ અને બ્લડ ટેસ્ટ બંને રીતનો ઉપયોગ કરતા તેમણે નિષ્કર્ષ કાઢ્યું કે, શરીરમાં પ્રતિભાગીઓ દ્વારા લેવામાં આવેલ 1000 મિગ્રાની ડોઝને ગરમ પાણીમાં લેવાથી તે સારી રીતે શરીરમાં અવશોષિત થયું છે. જ્યારે ગળવાથી દવાની અસર ઓછી થઈ છે.
ગરમ પાણીમાં દવા લેવી શા માટે સારું છે :
વિશેષજ્ઞ અનુસાર ગરમ પાણી પેટને ઝડપથી ખાલી કરી શકે છે. જેના કારણે ભોજન ખાસ કરીને ખાંડ પેટથી નાના આંતરડામાં ચાલી જાય છે. તે દવાને લેવાથી અને તેની અસર દેખાવાની શરૂઆતની વચ્ચે સમયને ઓછો કરે છે. ટૂંકમાં કહીએ તો ગરમ પાણી નાના આંતરડામાં ઝડપથી દવાને લેવામાં મદદ કરે છે.બ્લડ સ્ટ્રીમમાં ખુબ જલ્દી પોતાની જગ્યા બનાવી લે છે. જેના કારણે તમે જલ્દી સારું અનુભવો છો. આ સિવાય એ પણ જાણવા મળ્યું છે કે, ઠંડા પાણીની તુલનામાં પેરાસીટામોલ ગરમ પાણીમાં જલ્દી ગળી જાય છે. પાણીનું તાપમાન ઝડપથી દવાને તોડવામાં અને ઓછા સમયમાં બ્લડ સ્ટ્રીમમાં જવામાં મદદ કરે છે.
દવા કેવી રીતે લેવી જોઈએ :
દવાને પાણીની સાથે ગળવા કરતા ગરમ પાણીમાં ઓગાળીને પીવી વધુ ફાયદાકારક છે. સારા પરિણામ માટે પેરાસીટામોલને એક ગ્લાસ ગરમ પાણીમાં ઓગાળો. પણ હા, દૂધ, કેફીન અથવા ફ્રુટ્સ જ્યુસની સાથે દવા લેવાથી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. એટલે સુધી કે પાણી વગર દવા પીવી એ પણ જોખમ ભરેલું છે. તેનાથી આગળ જતા હાર્ટ બર્ન, છાતીમાં દુઃખાવો જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. દવા લેવા માટે પાણીના યોગ્ય તાપમાનની સાથે તેને યોગ્ય માત્રામાં લેવી એ પણ જરૂરી છે. આ માટે તમે કોઈ વિશેષજ્ઞની સલાહ લઈ શકો છો કે તમે પોતાની દવા માટે કેટલા પ્રમાણમાં પાણી લઈ શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી