અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🍨 ઘરે બનાવો ચોકલેટ બ્રાઉની અને આઈસ્ક્રીમ….. 🍨 Image Source :
🍨 * આઈસ્ક્રીમ બેસ બનાવો ઘરે જ
જરૂરી સામગ્રી :
💁🏻 દૂધ – 1 લીટર,
💁🏻 ખાંડ – 10 ચમચી,
💁🏻 એ એસ – 4 પાઉડર – અડધી ચમચી,
💁🏻 દુધનો પાઉડર – 100 ગ્રામ,
🍨 બનાવવાની રીત :
💁🏻 સૌપ્રથમ દૂધ ગરમ કરવા મુકો. દૂધ હંમેશા ઘાટું લેવું બને તો ભેંસનું દૂધ લેવું.
💁🏻 – થોડું થોડું ગરમ થાય એટલે તેમાંથી 200 ગ્રામ જેટલું દૂધ કાઢી લો.
💁🏻 હવે તે 100 ગ્રામ દુધમાં જી એમ સી પાઉડર, એ એસ -4 પાઉડર અને દુધનો પાઉડર નાખી તેને બરાબર મિકસ કરો. ખુબ જ રસી રીતે મિક્સ કરો જેથી અંદર ગાંગડા ન રહે.
💁🏻- હવે દુધને ફરી ગરમ દુધમાં મિક્સ કરી દો.
💁🏻 દુધને બે મિનીટ સુધી ઉકાળવા દો.
💁🏻 જ્યારે ઉકાળો આવી જાય ત્યારે તેમાં ખાંડ નાખી દો.
💁🏻 ખાંડ નાખ્યા પછી તેને 7 થી 8 મિનીટ સુધી પકાવો.
💁🏻 હવે તમારો આઈસ્ક્રીમ બેસ તૈયાર છે.
💁🏻 – હવે તે બેડ ને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.
💁🏻 જ્યારે તે નોર્મલ થઇ જાય ત્યારે તમારો જે ફ્લેવરનો આઈસ્ક્રીમ જોઈએ તેનું એસેન્સ ઉમેરી તેમજ તેને વધારે ટેસ્ટી બનાવવા ચોકલેટના ટુકડા કરી તથા થોડા ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો.
💁🏻 ત્યાર બાદ તે બેઝને ડબ્બામાં પેક કરી ફ્રીઝરમાં સેટ કરી દો.
💁🏻 આઈસ્ક્રીમ બરાબર જામી જાય ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી લો અને આઈસ્ક્રીમની મજા લો.
🍨 ચોકલેટ બ્રાઉની 🍨
🍨 ચોકલેટ બ્રાઉની જેવી લઝીઝ સ્વીટ દિશની રેસીપી વાંચીને તમારું મન જરૂર થશે બનાવવાનું.
🍨 જોઈતી સામગ્રી ;
💁🏻 1 કપ મેંદો,
Image Source :
💁🏻 2 મોટી ચમચી દળેલી ખાંડ,
💁🏻 મોટી ચમચી કોકો પાવડર,
💁🏻 1 ચમચી જેટલું બટર,
💁🏻 એક ચમચી સુકોમેવો [ કાજુ , બાદમ, અખરોટ વગેરે.],
💁🏻 ચોકલેટ ચિપ્સ 2 ચમચી,
💁🏻 વેનીલા એસેન્સ 1 ચમચી,
💁🏻 ડાર્ક ચોકલેટ 100 ગ્રામ,
💁🏻 એક વાટકામાં મેંદો લઇ તેમાં બેકિંગ પાવડર ઉમેરી તેને સાઈડમાં રાખી દો.
💁🏻 હવે બેકિંગ ડીસમાં બટર લગાવી અને બટર પેપર પથારી દો.
💁🏻 બીજા બાઉલમાં બટરને ચોકલેટ સાથે મિક્સ કરી ચોકલેટને ઓગળી લો.
💁🏻 હવે મેંદો અને બેકિંગ સોડા વાળા મિશ્રણમાં બટર ચોકલેટનું મિશ્રણ, સુકો મેવો બધું મિક્સ કરી દો.
💁🏻 હવે તેને બેક કરવા માટે કુકરમાં થોડું મીઠું પથારી દો અને કુકરની સીટી કાઢી લો.
💁🏻 હવે એક વાસણમાં મિશ્રણ ભરી દો અને કુકરમાં કંઈ આધાર રાખી તે વાસણ તેની પર રાખી કુકરને ઢાંકી દો. તેમાં ટુથપીક રાખવી.
💁🏻 જ્યારે ટુથપીક આપોઆપ બહાર આવી જાય ત્યાં સુધી પકાવો.
💁🏻 10 થી 20 મિનીટમાં તૈયાર થઇ જશે ચોકલેટ બ્રાઉની.
🤷🏻♀️ અને આઈસ્ક્રીમ સાથે ચોકલેટ બ્રાઉનીનો આનંદ લો.🤷🏻♀️
🤷🏻♀️ આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. Image Source :
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ