બ્રહ્મમુર્હુતમાં ઉઠવા માટે ગહન ઊંઘ કરી રીતે લેવાય તે માટેના મહત્વના પગલા..

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ગહન ઊંઘ કઈ રીતે લઇ શકાય? ગહન ઊંઘ લેવા માટેના કેટલાક પગલા.

Image Source :
બ્રહ્મમુર્હુતમાં જાગવા માટે આપને તે નક્કી કરવું જોઈએ કે, કેવી રીતે આપને સુવું જોઈએ જેથી આપણું શરીર પૂરો આરામ શકે. જેનાથી આપનું શરીર બ્રહ્મમુર્હુતમાં ટાઈમ પહલા જાગવા માટે તૈયાર રહે.

આપનું શરીર ખુબ વિચિત્ર સંરચના ધરાવતું તંત્ર ધરાવે છે. સામાન્ય પણે આપને 7-8 કલાક ઊંઘ લઇ લેતા હોઈએ છીએ એટલે આપણે સામાન્ય રીતે બ્રમ્હમુર્હુતમાં જાગી શકતા હોઈએ છીએ.
પણ ક્યારેક આપણે ઓછી ઊંઘ લીધી હોય તો પણ આપણે બ્રમ્હમુર્હુતમાં શકીએ, તે માટે આવશ્યક છે ગહન ઊંઘ.

આ ગહન ઊંઘ શું છે ? ગહન ઊંઘ કઈ રીતે લેવાય ? ગહન ઊંઘ કેટલા કલાકની હોય ?
તો ચાલો આપણે ગહન ઊંઘ વિશે મહત્વની વાત કરીએ. Image Source :
ઊંઘ સામાન્ય રીતે આપણે બે પ્રકારની હોય છે એક તો સામાન્ય ઊંઘ અને બીજી ગહન ઊંઘ. તો ચાલો આપણે તે ઊંઘના બંને પ્રકાર વિશે માહિતી મેળવીએ.

૧) સામાન્ય ઊંઘ
સામાન્ય ઊંઘ એ એક એવી પ્રક્રિયા છે. જેમાં આપણે સામાન્ય રીતે 7-8 કલાકની ઊંઘ લેતા હોઈએ છીએ. અને તે ઊંઘ દરમિયાન આપણે નિરાંતે સુતા હોઈએ છીએ.
તે દરમિયાન આપનું મન અને શરીર બંને સુતા હોય છે. અને આપણે રોજ તે પ્રમાણે ઊંઘ લેતા હોઈએ છે. અને આ 7 કલાકની ઊંઘ લઈએ તો આપણે વ્યવસ્થિત રીતે સુઈ શકીએ. પણ જો આપણે તેનાથી ઓછી ઊંઘ લઈએ તો આપણું શરીર પૂરો દિવસ થાકેલું રહે છે.
Image Source :
એટલે અંતે એમ કહી શકાય કે જો દિવસ દરમિયાન આપણે જો 7-8 કલાકની ઊંઘની જરૂર રોજ આપણા શરીરને જોઈતી જ હોય અને તેના વગર આપણે ના રહી શકીએ એમ હોય તો આપને સામાન્ય ઊંઘ કરીએ છીએ.

૨) ગહન ઊંઘ
આ ઊંઘની પ્રક્રિયા એવી છે કે આપણે દિવસ દરમિયાન કામ કર્યું હોવા છતાં આપણે રોજ 7 કલાકથી પણ ઓછી ઊંઘ લઈએ અને તેમ છતાં આપને સ્ફૂતી સાથે જ ઉઠીએ અને પૂરો દિવસ ઉર્જા સાથે કામ શકીએ. આવી ઊંઘને આપને ગહન ઊંઘ કહી શકાય.

Image Source :
આ ગહન ઊંઘ દરમિયાન આપણે આપનું મન તથા આપનું શરીર બંને ઓછા સમયમાં વધુ આરામ લઇ શકે છે. અંદાજે તેમાં તેઓ પોતાના મન અને શરીરને ખુબ સારી રીતે આરામ આપી શકે છે.
ગહન ઊંઘ લેવા માટે પણ એક ખાસ પ્રકારનું વાતવર્ણ જોઈએ. અને તે વાતાવરણ અનુસાર અને બીજા કેટલાક નિયમો અનુસાર આપને ગહન ઊંઘ લઇ શકીએ છીએ.
તો ચાલો આપને તે પગલા વિશે જાણીએ કે કઈ રીતે આપને ગહન ઊંઘ લઇ શકીએ છીએ.

ગહન ઊંઘ લેવા માટે નીચેના પગલા ધ્યાનથી વાંચો અને તેને અનુસરો.Image Source :
અત્યારના સમયમાં ડોક્ટર પાસે પણ વધુ પડતા કેસ આવતા હોય છે જેમાં તે લોકોની ફરિયાદ હોય છે કે તેઓને પુરતી ઊંઘ નથી આવતી અથવા તો ઊંઘનો અભાવ (અનિન્દ્રા) જોવા મળતી હોય છે.
અથવા ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેઓ રાત્રે પૂરું સુઈ નથી શકતા અને ઓફીસ સમયે કામ  કરતા હોય ત્યારે ખુબ ઊંઘ આવે છે અથવા તો  ઝોંકા આવે છે. આ બધી સમસ્યાઓ યોગ્ય ઊંઘ ના કરવાને લીધે થતી હોય છે.

તો ચાલો આપણે એ વાત પર ખાસ ધ્યાન આપીએ કે કેઈ રીતે આપણે ગહન ઊંઘ લઇ શકીએ, ગહન ઊંઘ લેવા માટે આપણે સૌ પ્રથમ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Image Source :
1 ) ગહન ઊંઘ માટે વાતાવરણ પણ ખુબ મહત્વનો ભાગ ભજવે છે,

તમે નોટીસ કરજો કે આપણે બંધ રૂમમાં સુતા હોઈએ તેના કરતા કોઈ ગામડાના ખુલ્લા વાતાવરણમાં ફળિયામાં કે મેદાનમાં સુતા હોઈએ તો આપની ઊંઘ વહેલી પૂરી થઇ જતી હોય છે. તેનું કારણ તમને ખબર છે? તેનું કારણ એ છે કે શહેરના બંધ રૂમમાં ઓક્સીજનનું પ્રમાણ ખુબ ઓછું હોય છે જેની સામે ગામડાના શુદ્ધ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ વધુ હોય છે એટલા માટે ગામડામાં શહેરની ગણતરીમાં ખુબ સારી આવે છે અને ઓછા સમયમાં પૂરી થાય છે. Image Source :
જયારે બ્રમ્હમુર્હુતનો સમય આવે છે ત્યારે આપને ગામડામાં સુતા હોઈએ તો તે સમયનો સૌથી વધુ ઓક્સીજન આપના શરીરને ખુબ સ્ફૂર્તિ આપે છે, અને જો આપને શહેરમાં હોઈએ તો આપણને બ્રમ્હમુર્હુતનો ખ્યાલ પણ રહેતો નથી.

2 ) જો શક્ય હોય હો ઘરમાં જ્યાં કુદરતી હવા આવતી હોય તો તેમાં જ સુવાનું રાખવું અથવા તો તમારા રૂમની બારી અને બારણા ખુલા રહી શકતા હોય તે મુજબ સુવાની કોશિશ કરો. તેનાથી તમારું શરીર પુરતો ઓક્સીજન લઈને તમને ગહન ઊંઘમાં લઇ જવાનો પ્રયાસ કરશે.

Image Source :
3) ગહન ઊંઘ લેવા માટે આપણે માનસિક શ્રમ અને શારીરિક શ્રમ બંને કરેલો હોવો જોઈએ, ભલે થોડા પ્રમાણમાં કરેલો હોય તો પણ ચાલે.

4 ) ગહન ઊંઘ માટે સૌ પ્રથમ તો તમાર અખોરક પર ધ્યાન દેવું જોઈએ, કે રાતે ડીનરમાં હળવો ખોરાક જ લેવો જોઈએ. જો રાતે પેટ ભરીને ખાઈ લેશો તો તમે ગહન ઊંઘ નહિ લઇ શકો.
જો બની શકે તો રાત્રે થોડું દૂધ પી ને સુવું કેમ કે, તમારા શરીરને ઘટતા તમામ તત્વો દૂધમાંથી મળી રહેતા હોય છે. જો રાત્રે તમે સમતોલ આહાર યોગ્ય પ્રમાણમાં કરેલો હશે તો ગહન ઊંઘ આવવાના ચાન્સ ખુબ વધી જતા હોય છે.
Image Source :
5) ગહન ઊંઘ માટે સુવાની પોજીશન પર પણ ખાસ મહત્વ આપવું ખુબ જરૂરી છે. તમે ઈન્ટરનેટ પર સર્ચ કરીને જાણી શકો છો કે સુવા માટે કઈ પોઝીશન સારી છે સુવા માટે, તેના માટે અમે એક અલગથી આર્ટીકલ પબ્લીશ કરીશું.

6 ) ગહન ઊંઘ માટે તમારે રાત્રે સુતી વખતે તમે થોડું વાંચન કરવાનું રાખો કેમ કે, તેનાથી તમે જયારે વાંચતા હોય ત્યારે તમારું મગજ તે મુજબ વિચાર કરતું થશે અને તેનાથી તમારા મગજને પણ શ્રમ પડશે જેનાથી તે તમારા શરીરને ગહન ઊંઘમાં લઇ જવામાં તમારી મદદ કરશે.Image Source :

7 ) ગહન ઊંઘ માટે આપણે જે જગ્યાએ સુતા હોઈએ (પથારી) તે એકદમ સાફ હોવી જોઈએ, મતલબ કે તે ધૂળ કે અન્ય રીતે ગંદી ના હોવી જોઈએ.

8 ) સુતી વખતે પણ તમારે તમારા મનને થોડું વિઝ્યુલાઈજેશન કરવું જોઈએ, જેથી તે તમારા સબકોન્સીયસ માઈન્ડને થોડો શ્રમ પડે છે અને તે તમને ગહન ઊંઘમાં લઇ જવામાં મદદ કરશે.Image Source :
9) જો બની શકે તો મોબાઈલનો ઉપયોગ સુતી વખતે ના કરો તો બહેતર છે, કેમ કે તેનાથી નીકળતા કિરણો તમારી ઊંઘને રોકી શકે છે, જો તમે રાત ભર ૨-૩ કલાક સુધીમું મુવી જોયું હોય અને પછી  સવારે જાગો ત્યારે માર્ક કરજો તમારી આંખો એ ભારે થયેલી જોવા મળશે,
માટે બની શકે તો રાત્રે સુતી વખતે મોબાઈલ પર વાત કરવાનું ટાળો.

૧૦) રાત્રે સુતા પહેલા હળવું સ્નાન કરવાનું રાખો, જો તે શક્ય ના હોય તો હાથ-મો અવશ્ય ધોઈને જ સુવું જોઈએ. તેનાથી શરીર થોડું હળવું બને છે અને તમને ગહન ઊંઘ લઇ શકવાના ચાન્સ પણ  છે. 

Image Source :
તો મિત્રો આ ગહન ઊંઘ તમે કઈ રીતે લઇ શકો તેના માટેના કેટલાક પગલા હતા, આશા છે કે, તમને ગમ્યા હશે….

 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ?
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

Leave a Comment