પૈસા કમાવવા આ દેશમાં જાવ, સરકાર પણ તમને સામેથી મદદ કરશે… અને ટેક્ષમાં પણ જબરજસ્ત રાહત મળશે.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌎 નવી જીદગી શરુ કરવા અને વ્યવસાયિક રીતે સેટ થવા જાવ આ દેશમાં, કરોડપતિ થઇ જશો  🌎

 Image Source :
દુનિયાના સાત એવા દેશ જ્યાં તમે પોતાની જીંદગીની નવી શરૂઆત કરી શકો છો. આપણે જીંદગીની રાહમાં ચાલતા ચાલતા અને નવા કામો માટે આપણને એક ખુશનુમા મૂડની જરૂર હોય છે. કેમ કે જો એક સારું વાતાવરણ મળે તો આપણે મનગમતી સિદ્ધિ અને સુકુન હાંસિલ કરી શકીએ છીએ. જો તમે તમારા જીવનની નવી શરૂઆત કરવા માંગતા હોવ તો આ લેખ  વાંચો અને જાણો દુનિયાના આ સાત દેશો વિશે.

લેખ દ્વારા અમે તમને તે 7 દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. Image Source :

એ કે દુનિયાના સાત દેશો વિશે જ્યાંની ફીઝા અને અંદાજ ખુબ સારો અને મનમોહક  છે. ત્યાના લોકો અને કાયદા કાનુન પણ તમારા નવા જીવનને સફળ બનાવવામાં મદદ કરે છે. તો જાણો દુનિયાના આ દેશો વિશે. જ્યાંથી સફળતા આસાનીથી મળી રહે છે અને એક સારી લાઈફસ્ટાઈલ છે.

1] બહામાસ :🇧🇸

 Image Source :

🇧🇸કેરેબિયન આઈલેન્ડમાં સ્થિત આ નાના એવા દેશની સુંદરતા અને પ્રાકૃતિક સૌંદર્ય ખુબ જ સરસ મજાનું છે. અગર જો તમે પ્રકૃતિની ગોદમાં એક સુંદર અને સુકુન ભરી જીંદગી જીવવા માંગતા હોય તો બહામાસ બેસ્ટ જગ્યા છે. અને બીજી વાત એ કે ત્યાં ઇન્કમટેક્ષ પણ દેવાની જરૂર પડતી નથી.

 Image Source :

🇧🇸 બહામાસ દુનિયાના થોડાક એવા દેશો માનો એક દેશ છે જેમાં આપણે ટેક્સ ચૂકવવો પડતો નથી. તેના લોભાવનારા સમુદ્ર તટ અને ખુશનુમા માહોલના કારણે તે જગ્યા ઘણા બધા અમીરોનું વેડિંગ ડેસ્ટીનેશન પણ છે. પરતું આ સસ્તા અને સુંદર દેશમાં એક જ વાતની તકલીફ છે ત્યાની મેડીકલ સુવિધા અને શારીરિક સામાન્ય સમસ્યાઓ.  પરંતુ જો તમે બહામસમાં રહેવા માંગતા હોવ તો આના વિશે જરૂર જાણકારી મેળવી લેવી.

2] સિંગાપોર :🇸🇬

 Image Source :

🇸🇬 બીજા નંબર પર છે દુનિયાઓ એવો દેશ જે પોતાના  સારા એવા કાયદા કાનુન અને ક્વોલીટી ઓફ લાઈફ ના માટે જાણીતો દેશ છે. 2015માં  દુનિયાના સૌથી મોંઘા દેશોમાં સમાવેશ થાવથી પણ સિંગાપોર મધ્ય એશિયાનો એક એવો દેશ છે જ્યાં વિકાસ અને કામયાબીની આપર સંભાવના છે.

 Image Source :

🇸🇬 જો તમે વ્યવસ્થિત અને પ્રગતિશીલ જીવન અને અર્થવ્યવસ્થાનો હિસ્સો બનવા માંગો છો તો સિંગાપોર બેસ્ટ વિકલ્પ છે. ઉંચી અને ચમકતી બિલ્ડીંગની સાથે સાથે સ્વાસ્થ્ય અને અભ્યાસ માટે પણ તે દેશમાં સારું એવું પ્રભુત્વ છે. એટલા માટે આ દેશમાં કોઈ પણ ઉમરના લોકો હોય તેને ત્યાં નવી લાઈફ શરુ કરવામાં ખુબ જ આસાની રહે છે.

૩] હોંગકોંગ :🇭🇰

 Image Source :

🇭🇰 હોન્કોંગ તેના ખાદ્ય, મનોરંજન અને ઉદ્યોગો માટે એશિયાનો ખુબ જ જાણીતો છે. ત્યાંની સૌથી સારી વાત હોય તો તે છે ત્યાના દોસ્તાના માણસો. અને બચતથી ભરેલી ટેક્સ સિસ્ટમ. હોન્કોગમાં આપણે રહેવા માટે મકાન અને નોકરી ખુબ જ સરળતાથી મળી રહે છે. એટલા માટે ત્યાં નવી જિંદગીની શરૂઆત કરવી ખુબ જ આસન છે. તો અગર જો તમારે જિંદગીની એવી સફર કરવી હોય કે જ્યાં તમારા દરેક સપના સાકાર થાય તેના માટે હોન્કોગ એક ખુબ જ સારો દેશ છે. અને બીજા દેશો કરતા ખુબ જ સારો વિકલ્પ છે.

4] UAE / યુનાયટેડ આરબ એમિરેટ્સ 🇦🇪

 Image Source :

🇦🇪 વિશ્વના દરેક ખૂણામાંથી લોકો અહિયાં પોતાના જીવનની શરૂઆત કરવા માટે આવે છે. તેનું કારણ છે ત્યાંના કાનુન અને જીવનનું ઉમદા સ્તર. ત્યાં આપણને એક જીવનશૈલી અને પ્રગતિશીલ વાતવરણ અને સૌથી સુરક્ષિત માહોલની જો તમે તલાશ કરતા હોય તો આરબ દેશોથી સારો વિકલ્પ કોઈ પણ ન હોઈ શકે.  Image Source :

🇦🇪 આમ તો પૂરી દુનિયાના લોકો ત્યાં આવીને વસેલા છે. પરંતુ દુબઈ એ લોકોનું સૌથી વધારે પસંદ કરે છે. દુબઈ આમ તો થોડુક મોંઘુ છે પણ ત્યાના ટેક્સના નિયમો આપણી કમાણી માંથી ખુબ જ ઓછો ચૂકવવો પડે છે. અને ત્યાં આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો  કોઈ પણ પ્રકારનો વેટ ચૂકવવો નથી પડતો. એટલે આરબના દેશોમાં સૌથી સારો દેશ હોય તો તે છે દુબઈ.

5] ઇન્ડોનેશિયા :🇮🇩 

 Image Source :

🇮🇩 ઇન્ડોનેશિયા એક પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર દેશ છે. આ દેશનો માહોલ ખુબ જ સોહામણો અને શાંત દેશ છે. તો માટે તમે ભાગદોડની જિંદગીથી કંટાળી ગયા હોવ અને તમે પોતાના અંતર આત્માનો આવાજ સાંભળવા માંગતા હોવ તો ઇન્ડોનેશિયાથી શાંત કોઈ દેશ નથી. અને તે રહેવા માટે ખુબ જ સારો દેશ છે.

 Image Source :

🇮🇩 સુંદર અને શાંત હોવાની સાથે સાથે જીવનને સારી રીતે જીવવાની બધી સુવિધાઓ સામાન્ય રીતે મળી જાય છે. ત્યાં ખુબ જ સારી કનેકટેવીટી અને સુંદર પહાડો પરની ખુબસુરતી આપણું મન મોહી લે તેવું છે. ત્યાં નું સૌથી સારું શહેર છે બાલી. તે માત્ર રહેવા માટે બેસ્ટ છે તેવું નથી પરંતુ ત્યાં આપણે રજાઓ માણવા માટે ખુબ જ સારું શહેર છે. અને કામ પણ સરળતાથી મળી રહે છે.

6] બર્મુડા :🇧🇲

 Image Source :

🇧🇲 બર્મુડા એક નાના એવા કોરલ ગ્રીપથી સુંદર દેશ છે. તે એક કેરેબિયન ગ્રીપથી ઘેરાયેલું છે બર્મુડા. તે ત્યાં ના સમુદ્ર તટોની ખુબસુરતી અને ત્યાના ટેક્સની ખાસિયત થી ખુબ જ જાણીતું છે. ત્યાં જો આપણે જીવનને કાયમ કરવું હોય તો ખુબ જ સારું અને સસ્તું પડે છે.

🇧🇲 ત્યાં આપણે જરૂર પડે તેટલું ઘર લેવા માટે માત્ર 2૦૦૦ ડોલરમાં આરામથી મળી રહે છે. ત્યાની સરકાર દ્વારા ખુબ જ સુંદર અને સારી અર્થ વ્યવસ્થા છે જે પૂરી દુનિયામાં પ્રસિદ્ધ છે. અને ત્યાં કામ પણ ખુબ જ સરળતાથી મળી રહે છે.

7] મોનાકો :🇲🇨 

 Image Source :

🇲🇨 મોનાકો એક એવો દેશ છે જેને મોજ શોખ વાળા લોકો માટે આશિયાના વાળો દેશ માનવામાં આવે છે. કેમ કે મોનાકો વિશ્વના સૌથી ધનવાન દેશોની સૂચિમાં સૌથી પ્રથમ ક્રમ પર છે. જો તમે આ દેશમાં રહેવાનો વિચાર કરતા હોવ તો તમારી પાસે દુનિયાનો ધનવાન માણસ પણ રહેતો હોય છે. કેમ કે ત્યાં દરેક ઘરમાં ખુબ જ પૈસા રહેલા છે.

🇲🇨 ત્યાં એક સર્વ શ્રેષ્ઠ જીવનશૈલી અને સજક સમાજ વ્યવસ્થા આ દેશની ઓળખ છે. જો તમે સર્વ સુખ સંપન્ન જીવન અને બધી જ સુવિધા ભોગવવા માંગતા હોવ તેના માટે મોનાકોથી શ્રેષ્ઠ કોઈ પણ દેશ નથી.

 Image Source :

સાત દેશો એવા છે જ્યાં જીવનને લોકો સાચી દિશા અને આંનદ પૂર્વક વિતાવે છે. ત્યાના લોકો જીવનને એક ધ્યેય આપે છે અને આત્મસાદ સાથે જીવનને માણે છે. આ દેશોમાં રહેવાની કલ્પના દુનિયાના દરેક લોકો કરે છે.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. Image Source :

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

5 thoughts on “પૈસા કમાવવા આ દેશમાં જાવ, સરકાર પણ તમને સામેથી મદદ કરશે… અને ટેક્ષમાં પણ જબરજસ્ત રાહત મળશે.”

Leave a Comment