સ્ત્રીઓ જ્યારે રસોઈ બનાવતી હોય ત્યારે ઘણી વખત કોઈ પણ સબ્જી કે વાનગીમાં મીઠું અથવા તો મરચું વધી જાય છે. જેના કારણે રસોઈનો સ્વાદ બગડી જાય છે. પણ શું કરીએ એક વખત મીઠું કે મરચું વધી ગયા પછી તેમાથી કાઢવું સંભવ નથી. એવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તેના વિશે આજે અમે તમને ઘણા ઘરેલું ઉપાય જણાવીશું. જેનાથી તમારી રસોઈ બની જશે ફરી સ્વાદિષ્ટ.
ભોજન બનાવું એક કળા છે. પરંતુ તેમાં કાળજી રાખવામાં ન આવે તો મૂડની સાથે-સાથે ભોજનનો સ્વાદ પણ બગડી જાય છે. કોઈક વાર રસોઈ બનાવતી વખતે એમાં મીઠું વધારે પડી જાય છે. જેનાથી જમવાનું સ્વાદિષ્ટ નથી બનતું અને કોઈ વાર ભોજનમાં મરચું કે મસાલો ખુબ વધારે પડી જાય છે. જેને લીધે ખાવાની મજા ખરાબ થઈ જાય છે. ચાલો જાણીએ એવી 5 વસ્તુ વિશે જે ભોજનમાં મસાલાનું પ્રમાણ યોગ્ય માત્રામાં કરીને એનો સ્વાદ બનાવી રાખશે.
લાલ મરચું વધારે હોય તો શું કરવું : રસોઈ બનાવતી વખતે જો ભોજનમાં લાલ મરચું વધારે હોય તો તેને ઓછું કરવા માટે દૂધ કે દહીંનો ઉપયોગ કરી શકાય છે. તેવામાં ગ્રેવીમાં દહીંનો ઉપયોગ કરી શકાય છે. તે ગ્રેવીમાં જાડા દહીંનો ઉપયોગ ગ્રેવીનું ટેક્શચર બરાબર કરવાની સાથે રસોઈમાં રહેલ તીખાપનને પણ ઓછું કરી દે છે.વધારે મસાલેદાર હોય ત્યારે શું કરવું :
જ્યારે આખી રસોઈ વધારે મસાલેદાર બની ગઈ હોય અને તમને સમજાતું નથી કે ક્યો મસાલો વધારે થઈ ગયો છે. તો તેવાંમાં એમાં મધ નાખવાથી અથવા સાકર નાખવાથી મદદ મળી શકે છે. ધ્યાન રાખવું કે સ્વાદ સુધારવા ભોજનમાં સ્વીટનો ઉપયોગ ખુબ ઓછો કરવો, કારણ કે ખાંડનું પ્રમાણ વધારે થઈ જાય તેનું ધ્યાન રાખવું નહિ તો કોઈ સ્પાઈસી ડિશ જલ્દી કોઈ મીઠાઈમાં રૂપાતર થઈ જાય છે.
મીઠું-મરચું બંને વધારે થવા પર શું કરવું : જ્યારે ભોજન બનાવતી વખતે ગ્રેવીમાં મીઠું અને મરચું બંને વધારે થઈ જાય તો સિંગ અથવા કોઈ બીજા નટને ક્રશ કરીને તેની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે કોઈ પણ નટનું બટર ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખવું કે નટનું પેસ્ટનો ઉપયોગ એવી શાકભાજીમાં કરવો કે જેની સાથે સિંગ સારી લાગતી હોય.ભોજનમાં મીઠું વધારે પડી ગયું હોય તો શું કરવું : તમારા ભોજનમાં મીઠું વધારે પડી ગયું હોય અને તમે વધુ મહેનત કર્યા વગર જલ્દી સારું કરવા માગતા હો, તો તમે લીંબુનો ઉપયોગ વાનગીમાં કરી શકો છો લીબુની ખટાશ એક્સ્ટ્રા સ્પાઇસને ઓછું કરવામાં યોગ્ય રહે છે.
મસાલો વધારે હોય તો શું કરવું :
મીઠું, મસાલો, મરચું કોઈ પણ ભોજનમાં વધારે હોય તો તમે એમાં ઈંડાનો અંદરનો ભાગ મિક્ષ કરી શકો છો. આ ભોજનમાં એક્સ્ટ્રા સ્પાઇસ ઓછું કરીને ગ્રેવીને પણ ઠીક કરવામાં મદદ કરે છે. પરંતુ ઈંડાનો ઉપયોગ કરતી વખતે ઈંડાને સીધું ફોડીને ન નાખવું, પરંતુ તેને બાફીને તેની અંદરનો ભાગને જ ગ્રેવીમાં નાખવો. આખું ઈંડું નાખવાથી ગ્રેવીનો સ્વાદ ખરાબ થઈ જાય છે.ક્યારેક રસોઈ બનાવતી વખતે મસાલો કે મીઠું વધારે પડી જાય તો ભોજનનો સ્વાદ ખરાબ થઈ જાય છે. વધારે મરચું પડવાથી ભોજન તીખું અને મીઠું વધારે પડવાથી ભોજન ખારું થઈ જાય છે આનાથી આખી મહેનત અને સ્વાદ બંને ખરાબ થઈ જાય છે. પરંતુ કોઈ ટિપ્સનું ધ્યાન રાખવાથી તમારી મહેનતને બચાવી શકો છો. જો ભોજનમાં મીઠું વધારે હોય તો બટેટા છોલીને નાખવા અને સર્વ કરતાં પહેલા કાઢી લેવા. બટેટા દાળ, શાક અથવા સુપમાં વધારે પડેલું મીઠાને શોષી લે છે અને તેનાથી સ્વાદમાં કોઈ ફરક પડતો નથી. ગ્રેવી અથવા સુપમાં મસાલો વધારે હોય તો એમાં ફેશ ક્રીમ, દહીં અથવા મલાઈ મિક્ષ કરવાથી તીખુ ઓછું કરી શકાય છે. તેનાથી સ્વાદ વધી જશે અને તીખું ઓછું થઈ જશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ