મિત્રો આજના લોકોની જો કોઈ મોટામાં મોટી પરેશાની હોય તો તે છે શરીરમાં વધતી જતી ચરબી. જેના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી લોકો પોતાની ચરબી ઓછી કરવા માટે અનેક ઉપાયો અજમાવે છે. પણ કોઈ ફેર નથી પડતો. પરંતુ શું તમે જાણો છો કે, તુલસીમાં એવા ગુણ રહેલા છે કે, તે કુદરતી રીતે તમારી વધારાની ચરબી ઓછી કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, તેનું સેવન કરવામાં ધ્યાન રાખવું પડે છે. તો અમે તમને તેના આસાન ઉપય વિશે જણાવશું.
તુલસીમાં એવા તત્વ મળી આવે છે જે તમારા મેટાબોલીઝમને ઝડપથી વધારે છે. જેના કારણે તમારી વધારાની કેલેરી બર્ન થઈ જાય છે. જો કે તુલસી અનેક ઔષધીય ગુણોથી ભરપુર છે. જ્યાં એક બાજુ હિંદુ ધર્મમાં તેને પૂજવામાં આવે છે ત્યાં બીજી બાજુ તેનું સેવન પણ ઘણી મોટી મોટી બીમારીને દુર કરે છે. તે શરદી – તાવમાં કારગત હોવાની સાથે સાથે વજન ઓછું કરવામાં પણ ખુબ મદદ કરે છે.
તુલસીની અંદર વિટામિન સી, કેલ્શિયમ, ઝિંક, આયર્ન, અને ક્લોરીફિલ સિવાય સીટ્રીક, ટારટરીક અને મૈલીક એસીડ રહેલા છે. આ સિવાય બીજા ઘણા તત્વ પણ રહેલા છે. જે તમારા મેટાબોલીઝમને ઝડપથી વધારે છે. દરરોજ તુલસીનું સેવન તમારા શરીરના વિષાક્ત તત્વને બાર કાઢે છે અને ન્યુટ્રિશન પણ મળે છે.વજન ઓછું કરવા માટે આ રીતે કરો તુલસીનું સેવન : તુલસીની ચા પીવાથી તમારું પાચનતંત્ર બરાબર કામ કરશે અને શરીરના ખરાબ બેક્ટેરિયા બહાર કાઢે છે. લીવરના વિષાક્ત તત્વ બહાર કાઢવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો રાત્રે સુતા પહેલા એક કપ પાણીમાં તુલસીના પાન નાખીને મૂકી દો. બીજા દિવસે તેને પી જાવો. તમે ઈચ્છો તો તેમાં લીંબુનો રસ અને ફુદીનાના પાન પણ નાખી શકો છો.
ત્યાર બાદ 4 થી 5 તુલસીના પાન પાણીમાં નાખીને તેને 1 મિનીટ માટે ઉકળવા દો. પછી તેને એક કપમાં ગાળી લો. તેમાં થોડું મધ મિક્સ કરીને સેવન કરો. તેનાથી પણ તમારા શરીરની ચરબી એકદમ ગાયબ થઈ જશે.તુલસીના પાનના સેવના કેટલાક ફાયદાઓ : શરદી તાવ માટે ઉપયોગી છે. શરદી અને તાવથી છુટકારો મેળવવા માટે થોડું આદુ તુલસીના પાનને ઉકાળી લો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેનું સેવન કરો. દિવસમાં 2 વખત તેનું સેવન કરવું. તમારી આ સમસ્યા દુર થઈ જશે.
ડિપ્રેશન દુર કરે છે : તુલસીના પાનની અંદર એન્ટી ડિરપ્રેસેન્ટ અને એન્ટી એન્ગ્જાયટી જેવા ગુણ રહેલા છે. જે ડિપ્રેશન અને સ્ટ્રેસમાં કામ કરે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ 5 થી 6 પાનનું સેવન કરવું જોઈએ.બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે : તુલસીમાં એન્ડોથેલીન નામનું એન્જાઈમ મળે છે જે તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે એક ગ્લાસ પાણીમાં 1 થી 2 ટીપા તુલસીના અર્કના નાખીને દરરોજ તેનું સેવન કરવું જોઈએ.
માથાના દુઃખાવામાં કારગર : જો તમને માથાના દુઃખાવાની સમસ્યા રહેતી હોય તો તમારે આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે દરરોજ ચાની અંદર 5 થી 6 તુલસીના પાન નાખી દેવા જોઈએ. તમારી સમસ્યા કાયમ માટે ગાયબ થઈ જશે અને શરીરને અન્ય પણ ફાયદા થશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ