મિત્રો તમે જાણતા હશો કે ઘણા લોકોના મૃત્યુ કસમયે થતા હોય છે. એટલે કે આજકાલ આપણે જોઈએ કે સાંભળીએ છીએ કે, કોઈ નાની વયના વ્યક્તિને અચાનક હાર્ટએટેક આવ્યો અને તેનું મૃત્યુ થઈ જાય. આમ જ્યારે કોઈ અચાનક બનાવ બને છે ત્યારે લોકોને ખુબ ઉંડો જટકો લાગે છે. આમ હાલતા ચાલતા આવતા હાર્ટએટેકને રોકવા માટે તેમજ તેની અગાઉથી જાણકારી મળી રહે તે માટે વૈજ્ઞાનિકો એ એક ટેકનીક વિકસાવી છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.
હાર્ટએટેક આવશે કે નહિ આવે, તેની જાણકારી હવે થોડા વર્ષો પહેલા જ એક્સરેની મદદથી જાણી શકાશે. તેના પર રિસર્ચ કરતા ઓસ્ટ્રેલીયાના વૈજ્ઞાનિકનું કહેવું છે કે, હાર્ટથી જોડાયેલ મહા ધમનીમાં જ્યારે કેલ્શિયમનું લેવલ વધી જાય છે ત્યારે હાર્ટએટેક થવાની સંભાવના 4 ગણી વધી જાય છે. આ રિસર્ચ અનુસાર દુનિયમાં સૌથી વધુ મોત હૃદયની બીમારીને કારણે થાય છે. પણ એક્સરેની મદદથી દર વર્ષે હજારો જાન બચાવી શકાય છે.
હૃદયના દર્દી પોતાની બીમારીથી અજાણ હોય છે : આ રિસર્ચ કરતી ઓસ્ટ્રેલીયાની એડીથ કોવન યુનિવર્સિટીના પ્રો. જોશ લેવીસના કહ્યા અનુસાર ઘણા લોકોને ખબર જ નથી રહેતી કે, તે હૃદયની બીમારીથી લડી રહ્યા છે. તેમજ તેમને ધમનીમાં કેલ્શિયમ વધી જવાની પણ જાણ થતી નથી. મહા ધમની શરીરનો એ ભાગ છે જ્યાં હાર્ટ પહેલા કેલ્શિયમ જમા થાય છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો એઓર્ટી કેલ્શીફીકેશન કહે છે. જો યોગ્ય સમયે તેની જાણ થઈ જાય તો દવાઓ દ્વારા આ બીમારી વધવાથી રોકી શકાય છે.ધમનીમાં કેલ્શિયમ જમા થવાથી બ્લડ સર્ક્યુલેશન બાધિત થાય છે : મહા ધમનીનું કામ બ્લડને હાર્ટ સુધી પહોંચાડવાનું છે. પણ જ્યારે તેમ કેલ્શિયમ જમા થાય છે તો આ સંકરી થતી જાય છે. કેલ્શિયમ વધવાથી તેમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર નથી થતું. જેના કારણે હાર્ટએટેક આવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, શરીરમાં આવી સ્થિતિ ખાનપાનમાં ગડબડી, સ્મોકિંગ, અને સીટીંગના કારણે થાય છે. ઘણા કેસમાં આ ફરિયાદ વારસાગત પણ હોય શકે છે.20 વર્ષોમાં સૌથી વધુ મોત હૃદયની બીમારીને કારણે : વર્ષ 2000 થી 2019 સુધી આ 20 વર્ષોમાં ભારતમાં સૌથી વધુ મોત હૃદયની બીમારીને કારણે થઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર છેલ્લા 20 વર્ષમાં હાર્ટ ડિસીઝથી 20 લાખથી વધુ મૃત્યુ થયા છે. આમ દેશમાં હાર્ટએટેકના વધતા જતા કેસનું કારણ હાઈ બ્લડ પ્રેશર અને ખરાબ ખાનપાન. સ્મોકિંગ કરતા લોકો 83% લોકોને હાર્ટ ડિસીઝ થવાની શક્યતા વધી જાય છે. જો કે હાલ લોકોની સ્મોકિંગ કરવાની આદત ઓછી થઈ રહી છે.
ગ્રામીણ ક્ષેત્રમાં હૃદય રોગના કેસ વધુ : લેસેન્ટ રિપોર્ટ અનુસાર હવે ગ્રામીણ ક્ષેત્રોમાં હૃદય રોગના કેસ વધી રહ્યા છે. અહી પુરુષોમાં 40% અને મહિલાઓમાં 56% હાર્ટના કેસમાં વધારો થયો છે. હૃદય રોગથી સૌથી વધુ મૃત્યુ તમિલનાડુ, કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં થાય છે. જ્યારે સ્ટ્રોકથી થતા મૃત્યુનું સૌથી વધુ પ્રમાણ નોર્થ ઇસ્ટ, પશ્ચિમ બંગાળ, અને છત્તીસગઢમાં સામે આવી રહ્યું છે.મોતની સંખ્યા આ કારણે પણ નથી ઘટતી : આ જાણવા મળતી માહિતી મુજબ 2016 માં આવેલી WHO ની એક રિપોર્ટ અનુસાર શહેરી વિસ્તારમાં 58% ડોક્ટર્સની પાસે મેડિકલ ડિગ્રી છે જ્યારે ગામડામાં આ સંખ્યા 19% જ છે. નેશનલ રૂરલ હેલ્થ મિશનના આંકડા અનુસાર ગામડામાં 8% પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર વગર ડોક્ટર ચાલી રહ્યા છે. 61% ડોક્ટર માત્ર કેન્દ્રમાં છે. આમ કેસ અને મોત વધવાનું કારણ ઘણા છે. તેમાં ગરીબી, સ્વાસ્થ્ય સુવિધા અને સલાહ ન મળવાથી અને સ્મોકિં ના કારણે પણ મોત થાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ