બજારમાંથી ક્યારેય પણ ન ખરીદો આવા દાગ વાળા બટેટા, અંદરથી હોય શકે છે ઝેરીલા… ખાતા અને ખરીદતા પહેલા જાણી લો આ ખાસ માહિતી…

મિત્રો તમે બટેટા તો ખાતા જ હશો, તેમજ બટેટાની અલગ અલગ ડીશ બનાવીને તેનો સ્વાદ લો છો. જો કે બટેટા એ બધા જ શાકભાજી સાથે ભળી જતા ટેસ્ટી વાનગી બનાવવામાં મદદ કરે છે. પરંતુ ઘણી વખત બજારમાંથી આપણે એક સાથે ઘણા બટેટા ખરીદી લાવીએ છીએ. ત્યારે આ બટેટા ઘણા ખરાબ નીકળે છે. આથી તમે કદાચ જોયું હશે કે, અમુક બટેટા લીલા જેવા હોય છે અથવા તો બટેટાનો થોડો ભાગ લીલો હોય છે. કહેવાય છે કે, આ લીલો ભાગ એ બટેટાના ઝેરી યોગિકને સૂચવે છે.

જો કે રસોઈ બનાવવી એ કલા છે તો તેને સમજાવી એ પણ એક શુદ્ધ વિજ્ઞાન છે. દરેક સામગ્રી પાછળ તેનો સ્વાદ મહત્વપૂર્ણ હોય છે. પરંતુ તે આવી કેમ છે તેની પાછળ પર એક વિજ્ઞાન રહેલું છે. જેને સમજવું જોઈએ. જેમ કે બટેટાને જોઈ લો. તે એક બહુમુખી ભોજન છે, જેને કોઈ પણ સબ્જી સાથે મિક્સ કરવામાં આવે છે. આ સિવાય તેને એક સાઈડ ડીશ રૂપમાં પણ બનાવે છે. અથવા સૂપ કે પુલાવમાં તેનો ઉપયોગ કરે છે. એટલે સુધી કે કોઈ પણ સબ્જીમાં બટેટા એડ કરી શકાય છે.

જયારે તમે બટેટા પર લીલા નિશાન જુઓ છો ત્યારે શું કરો છો ? તેને ખરીદી લો છો કે તેને અલગ કરી દો છો. જો કે આ તો દરેક વ્યક્તિના સ્વાભવ પર આધાર રાખે છે. પરંતુ બટેટા લીલા હોવા પાછળ કંઈને કંઈ કારણ તો જરૂર હોય છે, જેને જાણવું જોઈએ. જાણકારી અનુસાર લીલા બટેટા ઝેરીલા યૌગિકના ઉચ્ચ સ્તરનો સંકેત આપે છે. અહીં આપણે જાણીશું બટેટા લીલા કેમ થઈ જાય છે.

બટેટા લીલા રંગના કેમ થઈ જાય છે ? : વિજ્ઞાન અનુસાર જયારે બટેટા સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવે છે તો તેનો રંગ લીલો થવા લાગે છે. આ લીલો રંગ ક્લોરીફાઈલ થઈ આવે છે. ફોટોસેંથેસીસ માટે ક્લોરોફીલ ખુબ જરૂરી છે. આ એ પ્રોસેસ છે, જેને છોડ પોતાને ભોજન કરાવવા માટે ઉપયોગ કરે છે. સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી ક્લોરોફીલનું ઉત્પાદન ઝડપી થઈ જાય છે. આ જ કારણ છે કે તેને કોઈ ડાર્ક રૂમમાં સ્ટોર કરવામાં આવે છે.

શું લીલા બટેટા ખાવામાં માટે યોગ્ય છે ? : આપણા માંથી ઘણા લોકો લીલા બટેટા ખાય લે છે, તેને ખાવા કેટલા હાનિકારક છે. નેશનલ કેપિટલ પોઈજન સેન્ટર અનુસાર લીલા બટેટા માણસ માટે ખાવા લાયક નથી હોતા, તે ઉબકા, ઝાડા સંબંધી સમસ્યાઓ સાથે માથાનો દુખાવો અને તંત્રિકા સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.

જાણકારી અનુસાર આવા કિસ્સામાં એક સારો નિયમ એ છે કે, જો પાકેલા બટેટાનો સ્વાદ કડવો હોય તો તે એ વાતનો સંકેત આપે છે કે આ બટેટા લીલા છે અને ખાવા માટે સુરક્ષિત નથી. કારણ કે લીલા બટેટામાં સોલનીન નામનું યૌગિક વધુ માત્રામાં હોય છે, અને સોલનીનનું વધેલું સ્તર બટેટાને કડવા બનાવી દે છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે.

તેને ઠીક કંઈ રીતે કરવા ? : જો તમે વધુ પ્રમાણમાં લીલા બટેટા લઈ આવ્યા છો તો તમારે બધા બટેટા ફેંકવા પડશે ? એવું નથી, તમારે એમ કરવાની જરૂર નથી. જો બટેટાનો થોડો ભાગ લીલો થઈ ગયો છે તો તમે તેને કાઢી શકો છો. જાણકારી અનુસાર બટેટાની છાલ જ લીલી થઈ છે તો તેને કાઢી લો અને પછી તેને ખાય શકો છો.

આ સિવાય તમને જણાવી દઈએ કે, બટેટાની છાલમાં વધુ માત્રામાં સોલનીન મળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.  આ રીતે બટેટા ખાવા માટે યોગ્ય છે. સાથે જ તેને હંમેશા અંધારામાં સ્ટોર કરો. તેમજ બટેટાને લીલા થવાથી રોકવા માટે તેને તડકાથી દુર રાખવા જોઈએ.

કેવી રીતે સ્ટોર કરવા ? : બટેટાને સ્ટોર કરવા માટે પેટ્રી અથવા કેબીનેટ જેવી ઠંડી જગ્યા સૌથી સારી છે. મોટી સંખ્યામાં બટેટાને સ્ટોર કરવા માટે અક્સર બેસમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તેને એવા કોઈપણ ઉપકરણથી દુર રાખો જે ગરમી આપે છે. જેમ કે રેફ્રીજરેટર.

આખા લીલા રંગના બટેટા ઝેરીલા હોય શકે છે. તેને કોઈ પણ રીતે ખાવા યોગ્ય બનાવી શકાતા નથી. જે વ્યક્તિ લીલા બટેટા ફેંકવા નથી માંગતા તો તેઓ તેને કુંડામાં અથવા જમીનમાં વાવી શકે છે. જો તેને વાવવામાં આવે તો નવા બટેટા ઉગાવી શકાય છે. જે ખાવા માટે એકદમ યોગ્ય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment