કચરામાં ફેંકી દેવતા આ બીજ વાળને મફતમાં જ કરી દેશે કાળા, ઘાટા, લાંબા અને મજબુત… જાણો ઉપયોગની રીત ઘર બેઠા વાળને બનાવો સુંદર….

મિત્રો દરેક લોકો એવું ઈચ્છે છે કે, તેના વાળ મુલાયમ, ચમકદાર, મોટા, લાંબા, અને ઘાટા બને. આ તેઓ અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે. આવા જ એક ઉપાયમાં તમે કોળાના બીજનો ઉપયોગ કરી શકો છો. જેને સામાન્ય રીતે લોકો કચરો સમજીને ફેંકી દે છે. ચાલો તો આપણે જાણી લઈએ. કોળાના બીજ કંઈ રીતે તમારા વાળને લાંબા અને જાડા બનાવી શકે છે.

કોળાના બીજમાં સુંદરતાનો રાઝ છુપાયેલો છે, તે તમારી ત્વચા અને વાળ બંનેને પોષણ આપવાનું કામ કરે છે. ઘણી મહિલાઓ તેનો ઉપયોગ ચહેરા પર નિખાર લાવવાની સાથે સાથે ઓઇલી સ્કિનથી રાહત મેળવવા માટે પણ કરે છે. જો કે, તમને જણાવી દઈએ કે, તે વાળ માટે પણ ખુબ જ લાભદાયી ગણવામાં આવે છે. વાસ્તવમાં તેમાં ક્યુક્રબિટાસન નામનું એમિનો એસિડ હોય છે જે, વાળના વિકાસમાં મદદ કરે છે.

એમિનો એસિડની સાથે સાથે તેમાં વિટામિન સી પણ હોય છે જે, વાળને ઝડપથી વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વાળ માટે તેનો ઉપયોગ અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ લાંબા વાળની ઈચ્છા રાખતી હોય છે, તેવામાં તમે તેનો ઉપયોગ કરીને લાભ લઈ શકો છો. જણાવી દઈએ કે, મહિલાઓ કોળાના બીજને ફેંકી દેતી હોય છે. જ્યારે તે વાળ માટે એક સુપર ફૂડ છે.

તમે કોળામાંથી આ બીજને કાઢી લો અને તેને સરખી રીતે સૂકવી લો. હવે તેને સ્ટોર કરી લો. આ બીજોનો ઉપયોગ હોમમેડ ઓઈલ અથવા હેર પેક માટે કરી શકાય છે. જો તમને પણ હેર ફોલ અથવા હેર ગ્રોથથી જોડાયેલી સમસ્યા હોય તો તમે હેર કેર રૂટિનમાં તેને સમાવિષ્ટ કરી શકો છો.

ડાયટમાં સમાવિષ્ટ કરો કોળાના બીજ : કોળાના બીજ માઇક્રો ન્યુટ્રિશિયનથી ભરપૂર છે, જેના સેવનથી વાળના ટેક્ષ્ચરને સરખું કરી શકાય છે. તેના સેવનથી વાળને મૂળમાંથી મજબૂત કરી શકાય છે. કર્લી હોય કે સ્ટ્રેટ દરેકને માટે તે ખુબ જ ફાયદાકારક છે. તમે તેને સ્નેક્સ અથવા સુપમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. તે સિવાય તેને શેકીને પણ ખાઈ શકાય છે. કોળાના બીજ દરરોજ એકથી બે ચમચી ઘણા છે. પ્રયત્ન કરવો કે તેનું સેવન સીમિત માત્રામાં જ કરવામાં આવે.

કોળાના બીજનું તેલ બનાવો : વાળને ઘટ્ટ અને લાંબા બનાવવા માટે નિયમિત ઓઈલિંગ કરવું પણ જરૂરી હોય છે. તેવામાં તમે કોળાના બીજનું તેલ બનાવી શકો છો. તે માટે એક બાઉલમાં નારિયેળ તેલ અને કોળાના બીજને મિક્સ કરીને વાટી લો. ત્યાર બાદ તે પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. હવે ગેસ શરૂ કરો અને એક પેનમાં પાણી ગરમ થવા માટે રાખી લો. ત્યાર બાદ તેલનો જાર તેમાં ડૂબાડી રાખો. થોડી વાર માટે એમ જ રહેવા દો. આ દરમિયાન ગેસ લો ફ્લેમ પર જ રાખવો. 5 થી 6 મિનિટ પછી ગેસ બંધ કરી લો અને પછી તેલને ગળણીથી ગાળી લો. હવે આ તેલને તમે ઉપયોગમાં લઈ શકો છો.

લાંબા વાળ માટે બનાવો હેર પેક : હેર પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી કોળાના બીજની પેસ્ટ લો અને તેમાં દહીં અને મધ મિક્સ કરો. હવે આ પેસ્ટ વાળમાં લગાડો. તેને 30 મિનિટ સુધી એમ જ રહેવા દો. અને પછી હેર વોશ કરી લો. અઠવાડિયામાં એક વખત આ હેર પેક લગાડી શકાય છે.

ઓઈલી સ્કૈલ્પથી મળે છે છુટકારો : ગરમીમાં સ્કૈલ્પ ઓઈલી થઈ જાય છે તેમાં માત્ર હેર વોશ અને શેમ્પુથી સમસ્યા મટતી નથી. તે માટે કોળાના બીજની પેસ્ટ તૈયાર કરીને તેમાં લીંબુનો રસ મિક્સ કરી લો. હવે આ મિશ્રણને 15 મિનિટ માટે વાળમાં લગાડો. પછી તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 વખત આ રીત અજમાવી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment