ઉનાળાની ગરમીમાં આવી ભૂલો તમારા શરીરને કરી દેશે એકદમ ખોખલું અને બીમારીઓનું ઘર… જાણો ઉનાળામાં શરીરને ગરમી અને બીમારીઓ મુક્ત રાખવાના ઉપાયો…

ઉનાળાની ઋતુ હવે શરુ થઈ ગઈ છે. તાપમાનમાં ધીમેધીમે વધારો થઈ રહ્યો છે. જેને કારણે આપણું શરીર ગરમીમાં સેટ થતા સમય લાગે છે. આથી આપણે શરીરને અનુકુળ તાપમાન સેટ કરવા માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે. તેમજ આ ઉનાળામાં પેટની સમસ્યાઓ, સ્કીનની સમસ્યાઓ, લૂ લાગી જવી વગેરે તકલીફ પડે છે. આથી તમારે પોતાના શરીરનું ધ્યાન રાખતા અમુક ભૂલો ક્યારેય પણ ન કરવી જોઈએ.

ઉનાળાની ઋતુ આવતા જ ઘણી વસ્તુઓમાં બદલાવ આવવા લાગે છે. પછી ભલેને આપણું સ્વાસ્થ્ય હોય. આવી ઋતુમાં ઘણા લોકો ક્યારેક ડીહાઈડ્રેશનનો શિકાર થઈ જાય છે. કયારેક અચાનક કમજોરીનો અનુભવ થાય છે. આ વિશે એક્સપર્ટ જણાવે છે કે, ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ જેમાં તમને દવાઓની જરૂર ન પડે. સાથે જ આ ઋતુમાં ક્યાં પ્રકારની ડાયટ લેવી જોઈએ અને બહાર નીકળતી વખતે કંઈ કંઈ સાવધાની રાખવી જોઈએ.

ઉનાળામાં થાય છે આ સમસ્યાઓ : એક્સપર્ટ જણાવે છે કે, ઉનાળામાં લોકોને સૌથી વધુ ડાયરિયા, કબજિયાત, ડીહાઈડ્રેશન અને એસિડીટી જેવી સમસ્યાઓ થાય છે. આથી આ બધાથી બચવા માટે વોટર બેસ્ડ ફૂડ નો ઉપયોગ કરવો જોઈએ. વધુ પ્રમાણમાં લીક્વીડ, જ્યુસ, લીંબુ પાણી અને નારિયેળનું પાણી પીવું જોઈએ.

શું ન કરવું જોઈએ ? : એક્સપર્ટ જણાવે છે કે, ઉનાળામાં અક્સર આપણે રાહત મેળવવા માટે ઠંડા અને મીઠા શરબત પીવે છે. પરંતુ આ શરબત ખુબ જ હાનિકારક સાબિત થાય છે. તેમાં માત્ર શુગર કન્ટેન્ટ હોય છે. તેનાથી તમારા શરીરમાં શુગર લેવલ વધવાની સાથે સાથે તમારું વજન વધવાનું જોખમ વધી જાય છે. બહારનું ભોજન ન કરવું જોઈએ,  તળેલા પદાર્થો ન ખાવા જોઈએ.

મીઠી વસ્તુ ખાવાનું મન થાય તો શું કરવું જોઈએ ? : આ વિશે એક્સપર્ટ જણાવે છે કે, જો તમને મીઠી વસ્તુ ખાવાનું મન થાય તો બહારની મીઠી વસ્તુ ન ખાવું જોઈએ. બહારની વસ્તુ ખાવાની જગ્યાએ તમે કેરી ખાય શકો છો. કેરી તમારા સ્વાસ્થ્ય માટે સારી ડાયટ છે. પરંતુ કેરી ખાતી વખતે ધ્યાન રાખો કે, તેને અલગથી ખાવ. નહિ કે બપોરના કે રાત્રીના ભોજન વખતે.

જો તમે કેરીને સવારે ખાવ છો તો તમારો વજન ક્યારેય વધતો નથી. કારણ કે તેમાં શુગર કન્ટેન્ટ ભરપુર માત્રામાં હોય છે જે તમારા શરીરમાં બેલેન્સ બનાવી રાખે છે. આ સિવાય ઉનાળામાં આઈસક્રીમ પણ વધુ ખાવો જોઈએ. પરંતુ આઈસક્રીમ ક્યારેક જમ્યા પછી ન ખાવો જોઈએ. તેને પણ તેને મીડ મિલની જેમ ખાય શકો છો.

ઉનાળામાં લો બ્લડ પ્રેશરની સૌથી વધુ તકલીફ થાય છે : ઉનાળાની ઋતુમાં લોકો ખાસ કરીને લો બ્લડ પ્રેશરની સમસ્યાથી લડતા હોય છે. તેવામાં તમે ધ્યાન રાખો કે, તમે તમારી કોઈ પણ ડાયટ ભૂલી ન જાવ. વધુ પડતા લોકો વજન ઓછું કરવા માટે પોતાનું એક સમયનું ભોજન નથી ખાતા.જે ખુબ જ મોટી ભૂલ છે.

તડકા માંથી ઘરે આવતા જ શું કરવું જોઈએ : અક્સર લોકો આકરા તડકામાંથી ઘરે આવતા જ ઠંડુ પાણી પીવે છે. પરતું તેના કરતા તમારે પોતાના શરીરને રૂમના તાપમાન અનુસર સેટ કરવું જોઈએ. ઠંડા પાણી કરતા સાદું પાણી પીવો. અથવા કોઈ સામાન્ય તરલ પ્રવાહી પીવું જોઈએ. ત્યાર પછી તમે સલાડ અથવા ફળ ખાવ. આ બધું કર્યા પછી જ તમે ભોજન કરો. ઘણી વખત મોટાભાગના લોકો તડકામાંથી આવતા તરત જ ભોજન કરી લે છે. તેનાથી ડાયરિયાની તકલીફ થઈ શકે છે. આથી તમે એક નિશ્ચિત ડાયટ ફોલો કરો.

હેવી બ્રેક ફાસ્ટ કરીને ઘરથી નીકળો : આ સલાહ એ લોકો માટે છે જેઓ ડાયટીંગ કરે છે. અક્સર ડાઈટીંગમાં લોકો ફાસ્ટીગ કરે છે અને ભોજન સ્કીપ કરે છે. આમ કરવાથી તમારા શરીરની સાયકલ બગડી જાય છે. આથી બેટિંગમાં ફાસ્ટીગ ઉનાળાની ઋતુમાં ન કરવી જોઈએ. પરંતુ તેના કરતા તમે ખુબ જ સખ્ત તડકામાં બહાર નીકળો છો તો પોતાની સાથે એક પ્રવાહી જરૂર સાથે રાખવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment