એકદમ ઓછી મહેનતથી અને વધારે ટેસ્ટી આલૂપરોઠા બનાવવા માટે આ રેસીપી જાણો ..

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🥘 આલૂપરોઠા બનાવતી વખતે વણવામાં તકલીફ  થતી હોય તો અપનાવો આ સરળ રીત.. 🥘

💁 મિત્રો આલૂપરોઠા ઘરમાં બધાને ફેવરીટ હોય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને આલૂપરોઠા તો લગભગ ભાવતા જ  હશે. પરંતુ ક્યારેક મહિલાઓ તેને બનાવવાનું ટાળે છે કારણ કે તેને વણવામાં ઘણી તકલીફ થતી હોય છે. તેને વણતી અથવા તો શેકતી વખતે તેમાંથી બટેટાનો મસાલો બહાર નીકળી જતો હોય છે. તેમજ તેમાં તમે મસાલો ભરીને પછી ફ્રાય કરો તો તેમાં મસાલો અલગ અને પરોઠાના પડ અલગ અલગ રહી જાય છે. જેથી તેને ખાવાની મજા નથી આવતી. પરંતુ આજે અમે એક નવી ટ્રીક લાવ્યા છીએ જો તે રીતે તમે આલૂપરોઠા બનાવશો તો તમારે કોઈ વધારે ઝંઝટ નહિ રહે, તેમજ ખૂબ જ સરળતાથી બની જશે આલૂપરોઠા. તો ચાલો જાણીએ આ રીત.

👩‍🍳 આલૂપરોઠા બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩‍🍳

🥔 બટેટા છ થી સાત નંગ,  

🥄 અડધી ચમચી ગરમ મસાલો,

🥄 અડધી ચમચી વરીયાળી,

🥄 એક ચમચી લાલ મરચું પાવડર,

🥄 બે થી ત્રણ ચમચી દાણા ભાજી જીણી સમારેલી,

🥄 એક ચમચી પીસેલું આદૂ,

🌶 બે નંગ લીલા મરચા,

🥣 પાણી જરૂરીયાત મૂજબ,

🥄 મીઠું સ્વાદ અનુસાર,

🥄 અડધી ચમચી હળદર,

🥄 બે ચપટી જેટલી હિંગ,

🍋 અડધા લીંબુનો રસ, (જો તમારે લીંબુનો રસ ઉપયોગમાં ન લેવો હોય તો તમે તેના બદલામાં એક ચમચી આમચૂર પાવડર પણ લઇ શકો છો.)

🍳 તેલ જરૂરીયાત મૂજબ,

🥣 ઘઉંનો લોટ બે થી ત્રણ કપ જેટલો,

👩‍🍳 આલૂપરોઠા બનાવવાની રીત:- 👩‍🍳

🥘 સૌપ્રથમ તમારે બટેટાને બાફી લેવાના છે. ત્યાર બાદ તેની છાલ ઉતારી તેને ઠંડા થવા દો.

🥘 ત્યાર બાદ તમારે બટેટાને મસળીને તેનો માવો બનાવવાનો છે. 🥘 માવો બનાવ્યા બાદ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ લો. ત્યારબાદ લોટમાં તમે બનાવેલ બાફેલા બટેટાનો માવો નાખી દો.

🥘 હવે તેમાં તમારે બધા મસાલા ઉમેરી દેવાના છે. તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાવડર, મીઠું, હળદર, વરીયાળી, હિંગ, જીણી સમારેલી કોથમીર, આદૂની પેસ્ટ, જીણા સમારેલા લીલા મરચા અને લીંબુનો રસ અથવા આમચૂર પાવડર ઉમેરી દો.

🥘 હવે તેમાં બે ચમચી તેલ નાખી દો. હવે તમારે લોટ બાંધવાનો છે. પરંતુ તમારે એક ધ્યાન રાખવાનું છે કે તમારે પહેલા પાણી નથી ઉમેરવાનું.

🥘 પહેલા જેટલો લોટ બંધાઈ તેટલો બાંધવાની ટ્રાય કરવાની છે. ત્યાર બાદ જરૂર જણાય ત્યારે તેમાં પાણી ઉમેરવાનું છે. 🥘 તમારો પચાસ ટકા લોટ તો પાણીની મદદ વગર જ બંધાઈ જશે.

🥘 હવે ત્યાર બાદ તેમાં જરૂરીયાત મૂજબ પાણી ઉમેરતા જાઓ અને લોટ બાંધતા જાઓ.

🥘 લોટ તમારે વધારે કઠણ કે ઢીલો રાખવાનો નથી. તમારે લોટને સામાન્ય જ રાખવાનો છે જેટલો તમે અન્ય પરોઠા માટે બાંધો છો તેવો જ તમારે બાંધવાનો રહેશે.

🥘 લોટ જ્યારે બંધાઈ જાય ત્યાર બાદ તેને ઢાંકીને દસ મિનીટ સુધી સેટ થવા રૂમ ટેમ્પરેચર પર રાખી દો. 🥘 દસ મિનીટ બાદ હવે તમારો લોટ એકદમ તૈયાર થઇ ગયો છે આલૂપરોઠા બનાવવા માટે.

🥘 આલૂપરોઠા બનાવવાનું ચાલુ કરતા પહેલા તમારે લોટને તેલની મદદથી થોડો મસળવાનો રહેશે. તેના માટે લોટમાં બે ચમચી તેલ નાખી દો. ત્યાર બાદ તેને મસળીને લોટને ટીપી લો.

🥘 લોટ ટીપ્યા બાદ સાઈડમાં થોડો કોરો ઘઉંનો લોટ લઇ લો. 🥘 હવે લોટમાંથી એક લૂઈ લઇ લો અને તેને ગોળ પેંડા જેવી બનાવી લો હાથની મદદથી.

🥘 હવે તે લૂઈને કોરા લોટમાં નાખી તેના પર કોરો લોટ લગાવી ત્યાર બાદ પરોઠાને વણી લો. 🥘 હવે તમે તેને ગોળાકાર અથવા તો ત્રિકોણાકાર કોઈ પણ આકારમાં પરોઠાને વણી શકો છો.

🥘 આ પરોઠા સરળતાથી વણાઈ જશે અને બટેટાનો મસાલો બહાર પણ નહિ નીકળે. 🥘 હવે ત્યાર બાદ પરોઠાને શેકવાનું  રહેશે.

🥘 તેના માટે એક પેન ગરમ કરી લો. હવે તેમાં તમે વણેલું પરોઠું રાખી દો. 🥘 હવે તેને નીચેની સાઈડથી થોડું સેંકી લો. ત્યાર બાદ તેને પલટાવી દો. અને બીજી બાજુ પણ થોડું સેંકી લો.

🥘 હવે ઉપરની બાજુએ તેલ લગાવી લો અને તેને પલટાવી લો. 🥘 પલટાવ્યા બાદ જે સાઈડ ઉપર આવે તેના પર પણ તેલ લગાવી લો. અને તે સાઈડને પલટાવીને તેને તળી લો.

🥘 હવે તેને ગેસ પરથી પ્લેટ પર રાખી દો.  🥘 આજ રીતે બધા લોટના આલૂ પરોઠા વણીને શેકી લો.

🥘 હવે તૈયાર છે તમારા આલૂપરોઠા ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ પરોઠા. હવે તમે તેને દહીં તથા ચટણી સાથે પીરસી શકો છો. તો આ રીતે સરળતાથી તમે અલગ જ રીતે એકદમ ઓછી મહેનતથી વધારે ટેસ્ટી આલૂપરોઠા બનાવી શકો છો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment