અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 જાણો તમારી પસંદનો કલર શું કહે છે, તમારા વિશે ? 💁
મિત્રો તમારી પસંદ તમારો સ્વભાવ, વ્યવહાર અને ચરિત્ર દર્શાવે છે તે વાત તો ખુબ જ સામાન્ય છે જે બધા જાણતા જ હશે. તમારા મિત્રોની પસંદગી, તમને ગમતા સ્થળોની પસંદગી તેમજ તમારા ખોરાકની પસંદગી તમારા વિશે ઘણું બધું કહી જાય છે.પરંતુ ભાગ્યે જ તમે ક્યાંક તેવું વાંચ્યું હશે કે તમારો ફેવરીટ કલર પણ તમારા વ્યક્તિત્વ વિશે જણાવે છે. કદાચ આ વાત તમને એક મજાક લાગે તમે એવું વિચારી રહ્યા હોય કે, ભાઈ રંગની પસંદગીથી વ્યક્તિત્વને શું લેવા દેવા. પરંતુ આજે અમે તમને જણાવશું કે ક્યો રંગ કેવું વ્યક્તિત્વ અને સ્વભાવ ધરાવે છે.Image Source :
રંગની વાત કરીએ તો દરેક વ્યક્તિને અલગ અલગ રંગ પસંદ હોય છે. કોઈને ડાર્ક કલર પસંદ હોય છે તો કોઈને લાઈટ કલર ગમતા હોય છે. પરંતુ મિત્રો દરેક રંગ પોતાની રીતે ખુબ જ સૂંદર હોય છે. અને તેને પસંદ કરનાર વ્યક્તિ પણ કંઈક ખાસ હોય છે તો આજે અમે તમને તે જણાવશું કે કંઈ ખાસિયતો હોય છે તે રંગ પસંદ કરનારની.
હવે ૫ સેકંડ માટે આખો બંધ કરી ને વિચારો કે તમારો ફેવરીટ કલર કયો છે? જવાબ મળ્યા પછી હવે નીચે આપેલા કલર વિશે જાણો .. જવાબ મળી જશે તમે કેવી પર્સનાલીટી ધરાવો છો.
🏓 લાલ રંગ :
જો લાલ રંગ તમારો ફેવરીટ છે તો તેનો મતલબ છે કે તમે શારીરિક રીતે ખુબ જ ઉર્જાવાન છો. તમારામાં હિંમત, શક્તિ અને સાહસની કોઈ કમી નથી. આવા લોકો પોતાના ધ્યેયને સ્પષ્ટ રાખે છે અને તેને પ્રાપ્ત કરવા માટે કાઈ પણ કરી શકે છે. પરંતુ લાલ રંગને પસંદ કરનાર વ્યક્તિની સૌથી નકારાત્મક વાત એ છે તેમનો ક્રોધ. તેમને લાગે કે કોઈ વ્યક્તિ તેને નુંકશાન પહોંચાડી શકે છે તો તે તેના ક્રોધથી નથી બચી શકતું આ ઉપરાંત તેમાં ધૈર્યની પણ કમી હોય છે.
🌺 ગુલાબી રંગ :
હવે વાત કરીએ ગુલાબી રંગને પસંદ કરનાર વ્યક્તિઓની. આ રંગને પસંદ કરનાર લોકો અંદરથી ખુબ જ કોમળ હોય છે. આ લોકો બીજાનું ખુબ જ ધ્યાન રાખે છે જે લોકો તેને પસંદ કરે તેને સાચવે છે, તેની જરૂરીયાતોને પૂરી કરે છે. તેમનું વર્તન પણ મૈત્રી પૂર્ણ હોય છે. તેમની અંદર માતૃત્વનો ભાવ રહેલો હોય છે તે પોતાની નજીકના બધા લોકોને સૂરક્ષિત જોવા માંગે છે. ગુલાબી રંગને પસંદ કરનાર લોકોમાં પરિપક્વતાની કમી હોય છે.
👰 સફેદ રંગ :
આ રંગને પસંદ કરનાર લોકો ખુબ જ સાધારણ અને સાફ સુધરી જિંદગી જીવવામાં વિશ્વાસ રાખે છે. તે લોકોને આત્મનિર્ભર તેમજ એકલા રેહવું પસંદ હોય છે. તેની આજ આદતોને કારણે લોકો તેને મીંઢાં પણ સમજે છે પરંતુ તેમનામાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે.
👨🎓કાળો રંગ :
જે લોકોને કાળો રંગ પસંદ હોય છે તે લોકોને તેમને પોતાના માન સમ્માન અને પ્રતિષ્ઠાથી ખુબ જ લગાવ હોય છે. અન્યની તૂલનામાં તાકાતવર અને સ્વતંત્ર રેહવાનું પસંદ કરે છે. કોઈ પણ પ્રકારની છેડછાડ આ લોકો પસંદ નથી કરતા. લોકોથી દૂરી બનાવી રાખે છે. જેના કારણે તેઓ ક્યારેક એકલા રહી જતા હોય છે પરંતુ તે ક્યારેય પોતાને અસહાય કે નિરાશ નથી થવા દેતા.
💁 ગ્રે રંગ :
કાળો અને સફેદ રંગની મિશ્રણથી આ રંગ બને છે. જેના કારણે તેમનામાં બંનેના ગુણો રહેલા છે. તે લોકો જિંદગીને લઈને ન તો વધારે ગંભીર હોય છે અને ન તો લાચાર. તે લોકો તકલીફોને વધારે ગંભીરતાથી નથી લેતા. જીવનમાં અમૂક વાર સંતુલીત્તા જાળવી રાખવા માટે આ લોકો સમજોતો કરી લેતા હોય છે એટલે કે જતું કરતા હોય છે. તે લોકો ક્યારેય આકર્ષણનું કેન્દ્ર બનવા નથી માંગતા. આવા લોકો વધારે લગાવ નથી રાખતા. સૌથી નકારાત્મક બાબત છે સાચા સમયે સાચો નિર્ણય ન લઇ શકવાની આદત.
🌳 બ્રાઉન રંગ :
જો તમારો મનપસંદ કલર કોફી કલર છે તો તેનો મતલબ છે કે તમે ખુબ જ પ્રામાણિક અને ડાઉન ટૂ અર્થ એટલે કે શૂન્ય અભિમાન ધરાવતા લોકો છો. તેમની અંદર કર્તવ્ય પરાયણતા અને જવાબદારીનો ભાવ ભરપૂર હોય છે. હંમેશા તેઓ પોતાના પરિવાર માટે જ જીવે છે. તે લોકોને ગુસ્સો કરવો બિલકુલ પસંદ નથી હોતું આ આદતને લીધે લોકો ક્યારેક તેમને નબળા સમજી બેસે છે. આવા લોકોને પોતાના સેફ ઝોન થી બહાર જવું પસંદ નથી હોતું.
🌏 જાંબલી રંગ :
ઘણા ઓછા લોકોને જાંબલી રંગ પસંદ હોય છે. પરંતુ જેને પસંદ હોય છે તે પોતાની પહેલા બીજાના વિશે વિચારતા હોય છે. બીજાની ભાવનાને સમજવા વાળા લોકો પોતાના જીવનમાં સ્વતંત્રતા ધરાવવી પસંદ કરે છે તેથી તે પોતાના જીવનમાં કોઈના હસ્તક્ષેપ નથી પસંદ કરી શકતા. તે લોકો સમયનું વધારે ધ્યાન નથી રાખતા તેથી તે લોકો મોડું જ કરતા હોય છે.
🍀 લીલો રંગ :
આ રંગને પસંદ કરનાર લોકો ખુબ જ વ્યવહારિક અને જમીનથી જોડાયેલા હોય છે. કંઈ પણ વિચાર્યા વગર નથી કરતા. અને કંઈ પણ કહેતા પહેલા ઘણી વાર વિચારે છે. તેમનું જીવન એક ખુલી કિતાબ જેવું હોય છે. તે લોકો ખુબ જ નૈતિક હોય છે અને તે પોતાના આ ગુણોને સારી રીતે સમજે છે. એ લોકોને લપ કરવી તેમજ જીતવું ખુબ જ પસંદ હોય છે તે લોકો ઝડપથી હાર નથી માનતા. કોઈ પણ પ્રકારનું જોખમ લેવું તેમને પસંદ નથી હોતું.
🐦 બ્લુ રંગ :
બ્લુ કલર પસંદ કરનાર વ્યક્તિ ખુબ જ રૂઢીવાદી વિચાર ધરાવતા લોકો હોય છે. જ્યાં સુધી તે વ્યક્તિને સારી રીતે ઓળખે નહિ ત્યાં સુધી તે તેની પર વિશ્વાસ નથી કરતા. તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે તેમજ ખુબ જ શાંતિ પ્રિય હોય છે. તમે દરેક નાની વસ્તુને ખુબ જ મોટી તકલીફ સમજી બેસો છો. તે તમારા માટે ચિંતાનો વિષય બની જાય છે.
🌔 પીળો રંગ :
પીળા રંગને પસંદ કરનારા લોકો ખુબ જ ખુશ મિજાજ હોય છે. મસ્તી મજાકને પોતાનું જીવન સમજે છે, તેવા લોકોને જ પસંદ કરે છે જેને મજાક પસંદ હોય. તમે વિચાર્યા વગર નિર્યણ લો છો અને કંઈ પણ પરિણામ પર પહોંચી જાવ છે. તમે દરેક વખતે કંઈકને કંઈક વિચારતા રહો છો. જીવન પ્રત્યે ગંભીરતા ન ધરાવવી તે તેમના માટે ક્યારેક નુંકસાનકારક સાબિત થઇ શકે છે. પરંતુ તે લોકોને તેનાથી કોઈ ફરક નથી પડતો.
તમારો મનપસંદ કલર કયો છે તે કોમેન્ટ કરજો અને સાથે સાથે તમારા મિત્રો ને પણ આ લેખ શેર કરજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
God article.
I am just wondering, why India is poor appreance , in slave era and begging with an attitude? They should all be rich, happy and free rather then living under currupt politicians who are always against India. Lets hope all these ideas make India nice and happy with richness and broadness that makesit prosper. Jai Bharat.