જીવનમાં આ ગીતાના ૧૭ વિચારો એકવાર વાંચી લો પછી જુઓ… તમને જીવનમાં રહેલી સાચી સફળતા સમજી જશે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🧠 17 વિચાર….. 🧠 

💁 મિત્રો આજે આપણે જાણીશું એક એવી જબરદસ્ત વાત જેનાથી દરેક લોકો ઈન્સ્પાયર થઈને પોતે પોતાના બળ ઉપર આગળ આવી શકે છે. આજે અમે લઈને આવ્યા છીએ એવી સત્તર વાતો જેને જાણીને તમે પણ ખુબ પ્રભાવી થશો અને જીવનની એક નવી દિશા તરફ આગળ વધશો..

💁 આજે આપણે એવી સત્તર વાતોને જાણીશું જેને અપનાવવાથી આપણી આખી જિંદગી બદલી જાય છે અને તે સત્તર વાતો આપણે જો યાદ રાખીએ તો આપણા જીવનમાં ક્યારેય મુસીબત નહિ આવે. જીવનની કોઈ પણ એવી ક્ષણ હોય ત્યારે તમે સત્તર વાત યાદ રાખો ક્યારેય પણ તમને તકલીફ નહિ પડે. તો ચાલો જાણીએ આપણે તે સત્તર વાતો.Image Source :

 1. 💁 રેસમાં જીતવા વાળા ઘોડાને તો ખબર પણ નથી હોતી કે સાચી જીત કંઈ છે. તે પોતાના માલિક દ્વારા દેવામાં આવેલી તકલીફના કારણે રેસમાં દોડે છે.”  આપણા જીવનમાં ક્યારેય તકલીફ આવે ત્યારે આપણે ગભરાવવાનું નહિ  કેમ કે ત્યારે  આપણો માલિક આપણને જીતાડવા માંગે છે . 
 2.  💁 “જે લોકોની નીતિ શ્રેષ્ઠ હોય છે તે લોકોની ઉન્નતી પણ ખુબ થાય છે. કેમ કે જીવનમાં ક્યારેય સરળતાથી આગળ નથી અવી શકાતું.” 
 3. 💁 “હું શ્રેષ્ઠ છું”  તે આત્મવિશ્વાસ છે. પરંતુમાત્ર હું શ્રેષ્ટ છુંતે અહંકાર છે. આત્મવિશ્વાસ વ્યક્તિને સફળ બનાવે છે અને અહંકાર વ્યક્તિને તોડી નાખે છે. નક્કર વસ્તુ ક્યારેય પણ સામાન્ય રીતે અલગ નથી પડતી એટલા માટે તેને તોડવું પડે છે. 
 4. 💁સંબંધોની સિલાઈ જો ભાવના સાથે થઇ હોય તો તે ક્યારેય નથી તૂટતી અને જો તે સ્વાર્થથી થઇ હોય તો લાંબો સમય સુધી તે સંબંધ ટકતો નથી.” એટલા માટે સંબંધો ક્યારેય પણ સ્વાર્થ સાથે હોવા જોઈએ તે માત્ર ભાવના સાથે જોડાયેલા હોવા જોઈએ.Image Source :
 5. 💁 “બે હાથ વડે આપણે 50 લોકોને નથી મારી શકતા પરંતુ એ જ બે હાથ વડે આપણે લાખો અને કરોડો લોકોનું દિલ જીતી શકીએ છીએ.” વાતમાં એવું કહેવા માંગે છે કે આપણે આપણા મગજનો ઉપયોગ કંઈ જગ્યા પર કરવો જોઈએ. આપણે આપણી શક્તિ એવા કામમાં વાપરવી જોઈએ જેનાથી આપણી પ્રતિષ્ઠા વધે. 
 6. 💁 “કોઈ પણ વ્યક્તિ આપણી પાસે ત્રણ કારણોથી આવતા હોય છે ભાવ, અભાવ અને પ્રભાવથી. જો તે ભાવથી આવે તો તેને પ્રેમ દેવો જોઈએ. જો અભાવથી આવ્યો હોય તો તેને મદદ કરવી જોઈએ. અને જો પ્રભાવથી આવ્યો હોય તો ભગવાનનો આભાર અને પ્રાથના કરવી જોઈએ કે આપણને એટલા બધા પ્રભાવી બનાવ્યા.” 
 7. 💁 આંખ માત્ર આપણને દ્રષ્ટિ પ્રદાન કરે છે પરંતુ આપણે જે જોઈએ છીએ તે આપણા મનની ભાવના પર નિર્ભર હોય છે.” આપણે જે પણ વસ્તુનું નિરીક્ષણ કરતા હોઈએ તે સાચી છે કે ખોટી તેના પરથી આપણા મનમાં રહેલો જે ભાવ હોય છે તે પ્રગટ થાય છે અને સમાજ સામે આપણું વ્યક્તિત્વ બહાર આવે છે. એટલા માટે આપણે જે જોઈએ છીએ તે હંમેશા સારા વિચારથી જોવું જોઈએ. પોઝીટીવ થીંકીંગ….. 
 8. 💁 “મનનો પ્રકાર સમુદ્રના પાણી જેવો હોય છે કેટલું પણ તેમાંથી પી લો પણ ખાલી નથી થતું.” આપણા મનમાં એટલા બધા વિચાર આવતા હોય છે કે તે ક્યારેય પણ ખાલી નથી થતા. આપણે ગમે તેટલું મન સાફ કરવાની કોશિશ કરીએ પરંતુ આપણને ખોટા વિચારો આવી જતા હોય છે. માટે ખોટા વિચારો પર ભાર ના આપો સને સાચા વિચારો પર ફોકસ કરો. Image Source :
 9. 💁 “જીવનમાં આપણે ખાલી પેટ અને ખાલી ખિસ્સું હોય તેની પાસેથી  શીખીએ છીએ તેઆપણને કોઈ યુનિવર્સીટી, શાળા, શિક્ષક નથી શીખવાડી શકતા.” જ્યારે આપણે ખાલી પેટ રખડવું પડે છે ત્યારે આપણા જીવનમાં જે પરિસ્થિતિ હોય તેની સામે લડવા માટે તે મજબુર કરી નાખે છે. અને જ્યારે પૈસા પણ હોય ત્યારે પણ આપણે તેવી પરિસ્થિતિ સામે લડવાનું હોય છે. એટલે તો ખાલી પેટ અને ખાલી ખિસ્સું આપણા સૌથી મોટા ગુરુ માનવામાં આવે છે જેને આપણે બધા પરિસ્થિતિ કહીએ છીએ. 
 10. 💁 “જ્યારે પણ કોઈને ખુશ કરવાનો મોકો મળે તો તે મોકો ક્યારેય ગુમાવવો જોઈએ.” કેમ કે તે લોકો ભાગ્યશાળી હોય છે જેને બીજાના ચહેરા પર ખુશી લાવવાનો મોકો મળે છે. કોઈ પણ વ્યક્તિ ને આપણે હંમેશા ખુશ રાખવા જોઈએ. 
 11. 💁 “કેટલી નવીનતા છે કે 84 લાખ જીવમાંથી માત્ર મનુષ્ય જ પૈસા કમાય છે. પરંતુ જે પૈસા  નથી કમાતા તે જાનવર ક્યારેય ભૂખ્યા નથી રહેતા. અને માણસ એક એવું પ્રાણી છે જેનું ક્યારેય પણ પેટ નથી ભરાતું.” હંમેશા માણસમાં સંતોષ નામનો ગુણ હોવો જોઈએ. તેનાથી તે વ્યક્તિ આગળ વધી શકે છે. 
 12. 💁 “આપણે ક્યારેય પણ આપણ વિશે કોઈને  કંઈ વાત નહિ કરવાની. આપણે માત્ર આપણું કામ કરતુ રહેવાનું છે એક દિવસ આપણે જે કાર્ય કરેલું  છે તે કાર્ય આપણો પરિચય દુનિયા સાથે કરાવશે ” 
 13. 💁 “જ્યાં આપણો સ્વાર્થ પૂરો થાય છે ત્યાંથી આપણી માણસાઈની શરૂઆત થાય છે.” એટલા માટે જો પુરુષાર્થને જીતવો હોય તો દરેક વસ્તુમાં સ્વાર્થ હોવો જોઈએ.Image Source :
 14. 💁 “જીવન માટે એક ખુબ સારો વિચાર છે કે હંમેશા બીજાનું સાંભળો અને તેની પાસેથી કંઈકને કંઈક શીખો. કેમ કે બધા લોકો બધું નથી જાણતા હોતા પરંતુ તે કંઈકને કંઈક જરૂર જાણતા હોય છે.” આપણે દરેક વ્યક્તિ પાસેથી કંઈકને કંઈક શીખતું રહેવું જોઈએ તેની વાત સાંભળવી જોઈએ, પછી તે નાનું હોય કે મોટું પરંતુ દરેક પાસેથી કંઈકને કંઈક શીખતું રહેવું જોઈએ. 
 15. 💁 લોકો ઈચ્છતા હોય છે કે આપણે સારું કામ કરીએ પરંતુ તે ક્યારેય એવું નથી ઈચ્છતા કે આપણે તેના કરતા પણ વધારે સારું કાર્ય કરીએ.” લોકોને આપણી પાસેથી સારું કામ કરાવવું  હોય છે પરંતુ લોકો ક્યારેય એવું નથી ઈચ્છતા કે તમે  તેની કરતા પણ વધારે સારું કાર્ય કરો . 
 16. 💁 લોકો સારા વ્યક્તિત્વને આપણી કમજોરી સમજતા હોય તો તે  તેની સમસ્યા છે આપણી નહિ. આપણે અરીસો છીએ અને આપણે અરીસો બનીને રહેવું જોઈએ.” ચિંતા તો તેને હોવી જોઈએ જેના મનમાં ખોટ હોય. આપણે આપણું કાર્ય સતત કરતા રહેવું જોઈએ. 
 17. 💁 “શ્રદ્ધા આપણને જાન આપે છે, નમ્રતા માન આપે છે, યોગ્ય સ્થાન આપે છે. પરંતુ જો આ ત્રણેય વસ્તુ મળી જાય તો વ્યક્તિને સમ્માન આપે.”

💁 તો તમે પણ અપનાવો આ 17 વિચારને અને પોતાના સરળ જીવનને સાર્થક બનાવો…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment