મિત્રો, તમે કડવા અને મીઠા લીમડો વિશે તો સાંભળ્યું જ હશે. અને મીઠો લીમડો તો લગભગ દરેક લોકોના ઘરમાં ઉપયોગમાં લેવાતો હોય છે. જો કે કડવા લીમડાના ઘણા ફાયદા છે. પરંતુ જો રસોઈમાં માત્ર મીઠો લીમડો જ ઉપયોગમાં લેવાય. મીઠો લીમડો શાકભાજીની શાન વધારે છે. રસોઈ બનાવતી વખતે જો તેના 4-5 પાન પણ નાખવામાં આવે તો રસોઈનો સ્વાદ અને સુગંધ ખુબ જ મજેદાર બની જાય છે. આ સિવાય મીઠા લીમડાના ઘણા ફાયદા પણ છે. આયુર્વેદમાં મીઠા લીમડાના ઘણા ગુણ બતાવવામાં આવ્યા છે.
આજે અમે તમને મીઠા લીમડા વિશે એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે મીઠો લીમડો ઘરે જ પોતાના નાના એવા બગીચામાં ઉગાવી શકો છો. ખુબ જ સરળ અને સહેલાઈથી તમે મીઠો લીમડો ઘરે જ ઉગાવી શકો. પરંતુ ઘણી વખત લોકો મીઠો લીમડો ઘરે ઉગાડવાની કોશિશ કરે, પરંતુ ઉગતો ન હોય. તેથી જો તમે પણ ઘરે જ મીઠા લીમડાને ઉગાવવા માંગો છો તો આ લેખ અંત સુધી જરૂર વાચો.
જ્યારે તમે મીઠા લીમડાને ઉગાડવા માંગો છો, ત્યારે તમારે મીઠા લીમડાના બીજની જરૂર પડશે. માટે જ્યારે તમે મીઠા લીમડાના બીજ લો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે, આ બીજ લાલ રંગના નથી લેવાના પણ જે બીજનો રંગ જાંબુડા જેવો થઈ ગયો હોય તેવા જ બીજ લેવા.મીઠા લીમડાના લાલ રંગના બીજ હજુ કાચા હોય છે. મોટાભાગે મીઠા લીમડાના બીજ ચોમાસામાં જ આવે છે. આથી જ્યારથી ચોમાસું બેસે ત્યારથી જ બીજ આવવાના શરૂ થઈ જાય છે. જ્યારે આ લાલ રંગના બીજ આવે તે પછીથી લગભગ 15 દિવસમાં જ લાલ બીજનો રંગ બદલાય જાય છે અને તે રાતા થઈ જાય છે. બસ આ બીજ પાકેલા કહેવાય છે. આ બીજનો ઉપયોગ તમે મીઠા લીમડાનો બીજો છોડ વાવવા માટે ઉપયોગમાં લઇ શકો છો.
મીઠા લીમડાના બીજ ત્રણ રંગના હોય છે, પહેલા તેનો રંગ લીલો હોય છે અને ત્યાર પછી તેનો રંગ લાલ થાય છે અને પછી તેનો રાતો થાય છે. જ્યારે બીજનો રંગ રાતો થાય છે ત્યારે તે બીજ એકદમ સોફ્ટ એટલે કે નરમ થઈ જાય. બની શકે છે ઘણા લોકોએ મીઠા લીમડાના બીજ નહિ જોયા હોય. કારણ કે મીઠા લીમડાને બીજ ખુબ જ મોડા આવે છે અને એ પણ ચોમાસામાં જ આવે છે.
હવે મીઠા લીમડાનો છોડ વાવવા માટે રાતા થઈ ગયેલા બીજ લઇ લો. તે એકદમ નરમ હોવાને કારણે તેની ઉપરની છાલ નીકળી જાય છે. તેથી આ છાલને પહેલા તો કાઢી નાખો. ત્યાર બાદ બીજમાં થોડી ચીકાશ પણ હોય છે, માટે વાવતા પહેલા આ બીજને થોડા પાણી વડે ધોઈ નાખો. જેથી કરીને તેમાં રહેલી ચીકાશ દુર થઈ જાય.
હવે પછી તમારે સૌપ્રથમ તો એક નાનું કુંડુ લેવું. કારણ કે કોઈ પણ છોડને વાવવા માટે પહેલા નાના કુંડાનો જ ઉપયોગ કરવો જોઈએ. પછી જ્યારે નાના કુંડામાં તે છોડ ઉગવા લાગે એટલે તેને જમીનમાં અથવા તો મોટા કુંડામાં ફેરવી શકાય છે. આથી પહેલા એક કુંડુ લો. આ કુંડામાં ઉપજાઉ હોય તેવી માટી લો. તે માટીમાં થોડી તમે રેતી પણ નાખી શકો છો. જેનાથી છોડ તરત જ ઉગી જશે. અહી આપણે માત્ર 5 બીજ જ લીધા છે.હવે માટીને બરાબર ખેડી નાખો. નાના કુંડમાં આ 5 બીજ નાખવાના હોવાથી તેમાં 5 ખાડા કરી નાખો. ત્યાર પછી આ 5 ખાડામાં 5 બીજમાંથી એક-એક બીજ નાખી દો. બીજ નાખી દીધા બાદ તેના પર પાણી છાંટી દો. તેને પાણી નાખો. આમ વાવી દીધા બાદ તેને દરરોજ છોડને પાણી આપતું રહેવું. તેને ઉગતા લગભગ 1 મહિના જેટલો સમય લાગે છે.
એક મહિના પછી અથવા તો જ્યારે બીજમાંથી છોડ ઉગવા લાગે ત્યાર પછી તેને તમે કોઈ મોટા કુંડામાં અથવા તો જમીનમાં વાવી શકો છો. જમીનમાં અથવા તો મોટા કુંડામાં ફેરવતા પહેલા તેને ખુબ જ નરમ હાથે નાના કુંડમાંથી કાઢો. નાના કુંડમાંથી કાઢ્યા પછી તેને ખુબ જ કાળજીથી મોટા કુંડામાં અથવા તો જમીનમાં વાવી દો. આમ મીઠા લીમડાને તમે ઘરે જ ખુબ સરળ રીતે ઉગાવી શકો છો. તેમજ મીઠા લીમડાનો વધુ પડતો ઉપયોગ રસોઈમાં હોવાથી તેમાં નાખીને તમે રસોઈ ખુબ સ્વાદિષ્ટ બનાવી શકો છો. તો આજે જ આ ઉપાય અપનાવી જુઓ અને 1 મહિનાની અંદર તમે મીઠો લીમડો ઘરે જ ઉગાડી શકશો.
અવાજ સરસ લેખો માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very good. Massage
Ha leva che