નેપાળ સરકારે લીધો ભારતીય ન્યૂઝ ચેનલોને બેન કરવાનો મોટો નિર્ણય, શું છે આ પાછળ કારણ ?

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે ધમાસણ ચાલ્યા બાદ શાંતિ પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ ભારતના મિત્ર દેશ ગણાતા નેપાળ સાથે પણ સંબંધો વણસી રહયા છે. નેપાળના વિકાસમાં ભારતનો ખુબ જ મોટો રોલ છે. પરંતુ ચીનની તરફેણમાં આવીને નેપાળ પણ સરહદી વિવાદો ઉભા થઈ રહ્યા છે. નેપાળમાં લોકો ભારતની સાથે છે પરંતુ તેના કમ્યૂનિસ્ટ વડાપ્રધાન કે.પી. ઓલીની સરકાર એક પછી એક ભારત વિરોધી પગલા ભરી રહી છે.

નેપાળના પ્રધાનમંત્રી કે.પી. ઓલી શર્મા ચીનના રસ્તે ચાલવા લાગ્યા છે, તે ફરી એકવાર સ્પષ્ટ થયું છે. જો કે નેપાળ સરકાર તરફથી કોઈ આધિકારિક આદેશ કરવામાં આવ્યો નથી. નેપાળે દુરદર્શન સિવાયની તમામ ભારતીય ચેનલો પર પ્રતિબંધ મુકીને ભારતને આંચકો આપ્યો છે. નેપાળમાં ભારતીય ન્યૂઝ અને મનોરંજન ચેનલો વ્યાપક પ્રમાણમાં લોકો જુવે છે. જો કે પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળ સરકારનો કાયદેસર હુકમ નથી આવ્યો, પરંતુ નેપાળના કેબલ ટીવી ઓપરેટર ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ કરી રહ્યા નથી.

જો કે ભારતના સરકારી ટેલિવિઝન મીડિયા દૂરદર્શન પર કોઈ જ પ્રતિબંધ નથી. એવું માનવામાં આવે છે કે, ભારતીય મીડિયાથી ઓપી ઓલી નારાજ જોવા મળતા હતા. તેઓ માનતા હતા કે પોતાને છબી ખરાબ થાય એ રીતે ચિતરવામાં આવતા હતા. ખાસ કરીને નેપાળ અને ભારત વચ્ચે સરહદના જુના નવા નકશાના વિવાદ માટે ઓપી કોલીને ભારતીય મીડિયામાં ભારે ટિકા થઈ હતી.નેપાલના કેબલ ટીવી પ્રોવાઈડરે સમાચાર એજન્સીને કહ્યુ હતું કે, દેશમાં ભારતીય સમાચાર ચેનલોનું સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યુ છે. જો કે, નેપાલ સરકાર તરફથી આવો કોઈ આદેશ આવ્યો નથી. નેપાળ તેમને ત્યાં ફક્ત ડીડી ન્યૂઝ ઉપરાંત તમામ ભારતીય ન્યૂઝ ચેનલો પર બેન લગાવી દીધો છે. તો વળી નેપાલ કૉમ્યુનિસ્ટ પાર્ટીએ ભારતીય મીડિયા પર નેપાલ સરકાર અને ત્યાંના વડાપ્રધાન વિરુદ્ધ આધારહિન પ્રોપેગેંડા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. નેપાલના મીડિયાએ આ જાણકારી આપી છે.

દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને સત્તાધારી એનસીપીના પ્રવક્તા નારાયણ કાઝીએ કહ્યુ હતું કે, ‘નેપાલ સરકાર અને અમારા વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાની તમામ સીમાઓ વટાવી દીધી છે. જે હવે બહુ થઈ ગયું છે. આ બકવાસને અહીં જ ખતમ કરી દઈએ.’ એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડની વચ્ચે અઠવાડીયાથી અડધો ડઝનથી વધારે બેઠકો થઈ હોવા છતાં કોઈ સહમતી થતી દેખાતી નથી.નોંધનીય છે કે, નેપાળના પીએમ ઓલી નેપાળની સત્તામાં રાષ્ટ્રવાદના સહારે બન્યા રહેવા માંગે છે. એટલા માટે તેઓ ક્યારેક નકશા વિવાદ તો ક્યારેક નાગરિકતા કાયદા દ્વારા ભારત વિરૂદ્ધ કડક નિર્ણયો લઇ રહ્યા છે. ઓલીએ હાલમાં જ પોતાની સરકાર પડવાને લઇને ભારત પર ષડયંત્રને આરોપ લગાવ્યો હતો. ત્યારે, ચીની રાજદૂતની સાથે તેમના સંપર્કને લઈને નેપાળમાં જ વિરોધ શરૂ થઇ ગયો છે.

Leave a Comment