અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
જાણો તાંબા ના વાસણમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ…. રાખવાથી થાય છે અનેક નુકસાન.. શું તમે આ ભૂલ નથી કરતા ને જાણી લો..
મિત્રો અમુક લોકો તાંબાના લોટામાં રાખેલું પાણી પીયને સવારની શરૂઆત કરતા હોય છે અને તાંબાના લોટામાં રાખેલું પાણી આપણા માટે અમૃત સમાન હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જ્યારથી લોકોને તાંબાના ફાયદા વિશે જાણકારી મળી છે ત્યારથી દરેક વસ્તુ તાંબાના વાસણમાં રાખવા લાગ્યા છે. આ ફાયદાની લાલચમાં લોકો એ જાણતા નથી કે તાંબાના વાસણમાં અમુક વસ્તુઓ ન પણ રાખવી જોઈએ. આમ તાંબાના ફાયદાઓને વધુ ધ્યાનમાં રાખીને તાંબાના વાસણોમાં એવી વસ્તુઓ રાખવા લાગ્યા છે, કે જે તેના સ્વાસ્થ્યને ખુબ જ હાનિ પહોંચાડે છે.
તેથી મિત્રો તમે પણ આવી ભૂલ કરી રહ્યા હોવ તો આ અમારો આર્ટિકલ સંપૂર્ણ વાંચવા વિનંતી…
મિત્રો તાંબામાં કોપર ધાતુ મિશ્રિત કરેલી હોય છે. જે અમુક વસ્તુઓ સાથે ભળી જઈને બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે અને આ બેક્ટેરિયાના કારણે તમને ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુઃખાવો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જેને તાંબાના વાસણમાં રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જો તમારા ઘરમાં પણ તાંબાના વાસણનો કોઈને કોઈ રીતે ઉપયોગ થતો હોય તો આ માહિતી ખાસ વાંચવી જોઈએ.
સૌપ્રથમ તો તાંબાના વાસણમાં ક્યારેય પણ અથાણું રાખવું ન જોઇએ. સામાન્ય રીતે અથાણામાં વિનેગરનો ઉપયોગ થતો હોય છે. વિનેગર મેટલ સાથે ભળી જાય છે અને એ તમારા અથાણાને જેરી બનાવે છે અને જો તમે આ જેરી અથાણાને ગ્રહણ કરો છો તો તમને પેટમાં દુઃખાવો થાય છે.
બીજું લીંબુ. આપણા શરીરમાં વિટામિન ‘C’ પૂરું પાડે છે. જે વસ્તુમાં વિટામીન C હોય તેમાં એસિડનું પ્રમાણ પણ વધુ માત્રામાં હોય છે અને “આ જ એસીડ તાંબામાં ભળે તો શું થાય તમે જાણો છો !” તાંબામાં એસિડ મિશ્રિત થવાના કારણે શરીરમાં એસીડીટી અને ઊલટી-ઓપકા થાય છે. તેથી જ લીંબુનો રસ અથવા લીંબુથી બનાવેલ કોઈપણ વસ્તુને તાંબાના વાસણમાં ન રાખવી જોઈએ.
ત્રીજી વસ્તુ છે દહીં કે છાશ. દહીં કે છાશને ક્યારે પણ તાંબાના વાસણમાં ન તો રાખવા જોઈએ ન તો તાંબાના વાસણમાં લઈ ખાવા જોઈએ. દહીં અને છાશમાં રહેલા તત્વો તાંબા સાથે ભળી જાય છે અને તેથી સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. આ ઉપરાંત તેનાથી એસીડીટી થવાની શક્યતા રહે છે.
ચોથું કોઈપણ પ્રકારના ખાટા ફળો. આમ તો ફળએ આપણા સ્વાસ્થ્ય માટે ચાર ગણા ફાયદાકારક હોય છે. પરંતુ તેમાંના અમુક ફળો જે ખાટા હોય છે. તેને ક્યારેય પણ તાંબાના વાસણમાં રાખીને ખાવા જોઈએ નહીં. આમ કરવાથી ફળમાં રહેલા ફાયદાકારક તત્વો નાશ પામે છે અને તમારા જઠરમાં એસિડનું પ્રમાણ પણ વધારે છે. જે આપણને ખુબ જ નુકશાન કરે છે અને ઇન્ફેક્શન પણ લાગી શકે છે.
મિત્રો એક બીજી વાત પણ જણાવીએ કે લાંબા સમય સુધી તાંબાના વાસણમાં કોઈપણ વસ્તુ રાખવામાં આવી હોય અને તેને ગ્રહણ કરવામાં આવે તો, શરીરમાં કમજોરી આવે છે અને ગ્લુકોઝની માત્રા ઘટી જાય છે. તેથી કોઈ પણ ચીજ વસ્તુને તાંબાના વાસણમાં લાંબા સમય સુધી રાખવી નહીં.
તો મિત્રો તાંબાના વાસણમાં કોઈ વસ્તુ રાખતા પહેલા આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી