હવે 6 દિવસ સુધી નહિ ઉતરે તમારી બેટરી.. PUBG ના શોખીનો માટે ખાસ… જાણો બીજી કઈ ખાસિયત છે આમાં..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

હવે 6 દિવસ સુધી નહિ ઉતરે તમારી બેટરી.. PUBG ના શોખીનો માટે ખાસ… જાણો બીજી કઈ ખાસિયત છે આમાં..

હવે તમારા સ્માર્ટ ફોનની વારંવાર બેટરી ઉતરી જવાની ચિંતા ના કરો, હવે 6 દિવસ સુધી નહિ ઉતરે તમારી બેટરી.સ્માર્ટ ફોન રસિયાઓ માટે સૌથી મોટો પ્રશ્ન છે કે વારંવાર ઉતરતી બેટરી, જો આ એક સમસ્યા ના હોય તો લગભગ બીજી કોઈ એવડી મોટી સમસ્યા નથી કે જે સ્માર્ટ ફોનના રસીયાઓને નિરાશ કરી શકે. પણ હવે ચિંતા ના કરો, તમારી આ સમસ્યા માટે વરદાન રૂપે આવી રહ્યો છે આ ફોન, આ ફોન એક વાર લઇ લો, પછી જુઓ તમારી ચિંતા થઇ જશે ગાયબ.

ચાલો જોઈએ કે આ ફોનમાં શું છે એવું ખાસ કે બધા લોકો જોઈ રહ્યા છે આ ફોનની રાહ, તો ચાલો જાણીએ…

હાલમાં, જ યોજાયેલ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં કેટલાય અવનવા ફોન અને બીજા ગેજેટ્સ પ્રસ્તુત કરેલા,  તેમનો એક Energizer Power Max P18K Pop મોબાઈલ ફોન પણ છે, જેમાં લાગેલી છે 18000 mh ની બેટરી જે આપશે સતત 6 દિવસ સુધી ચાલે એટલી બેટરી, આ ફોનની બેટરી ડાર્ક બ્લુ કલરની રાખવામાં આવી છે.

આ Energizer Power Max P18K Pop ફોનમાં સ્ક્રીન 6.2 ઈંચની ડિસ્પ્લે રાખવામાં આવી છે. તેમજ આમાં પોપ અપ કેમેરો પણ લગાવવામાં આવ્યો છે જે પણ એક તેની ખાસિયત છે. અને જો તમે સેલ્ફીના શોખીનો છો તો તમને આ પોપ અપ કેમેરામાં એક નહિ પણ બે-બે કેમેરા આપવામાં આવ્યા છે. અને આમાં બેટરીનો ફાયદો એમ કહે છે કે તમે આ ફોન એક વાર ચાર્જ કરશો તો ૧ અઠવાડિયા સુધી ચલાવી શકશો.

કંપની દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે તમે આ ફોનમાં લગાતાર 48 કલાક સુધી વિડીઓ જોઈ શકો છો. આ Energizer Power Max P18K Pop   ફોનમાં 6 GB રેમ આપવામાં આવેલી છે. સાથે 128 GB ઇન્ટરનલ મેમેરી પણ આપવામાં આવેલી છે. Media Tek નું   પ્રોસેસર આપવામાં આવેલું છે. આ ફોનમાં એન્ડડ્રોઇડનું 9.0 Pie (પાઈ) વર્ઝન રહેલું છે. કંપનીના કહેવા પ્રમાણે આ  ફોનને  ફૂલ ચાર્જ થતા 8 કલાક  થશે. હા, જોકે ફોનમાં ફાસ્ટ ચાર્જીંગ લાગેલું છે. જો ફાસ્ટ ચાર્જીંગના હોત તો ફોન ફૂલ ચાર્જ થતા 12 કલાક જેટલો સમય લેતો  હોત.

કમ્પની ના કેહવા પ્રમાણે આ ફોન માર્કેટમાં લોન્ચ થવામાં  હજુ 3 -4 મહિના લાગી જશે. એક કારણ અનુસાર જણાવ્યું છે કે ભારતીય માર્કેટમાં લોન્ચ થવામાં હજુ થોડી વાર લાગશે, આવનારા સમયમાં ભારતના માર્કેટમાં આ ફોન લોન્ચ થઇ શકે છે.

આ ફોનને યુઝ કરવો તો આસન છે પણ આમાં એક મોટી પરશાની એ છે કે તે થોડો જાડો ફોન છે. હાલના 2 સ્માર્ટ ફોન થાય તેટલો જાડો છે આ સ્માર્ટ ફોન, કદાચ એક હાથે પણ વાપરવામાં તકલીફ પડી શકે. પણ આ ફોનની સીસ્ટમ તો ખુબ જ જબરજસ્ત છે તે કોઈ પણ ને દીવાના કરી શકે છે. આ ફોનની સાઈઝ તો કદાચ અપગ્રેડ વર્ઝન આવે તેમાં ઓછી પણ થઇ શકે. હા, એક બીજી વાત એ છે કે આ ફોનની કિંમત વિષે પણ કોઈ વધુ માહિતી કંપની દ્વારા આપવામાં આવી નથી.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment