મહાશિવરાત્રીના દિવસે બની રહ્યો છે મહાસંયોગ…
આ ખાસ પ્રયોગ દ્વારા મેળવો મહાદેવની કૃપા અને તમારા જીવનને બનાવો સુખી અને ધનવાન..
મિત્રો આજે એટલે કે 4 માર્ચના દિવસે મહાશિવરાત્રીનો પવિત્ર અને પાવન દિવસ છે.ભગવાન શિવ અને શિવલિંગનું આ દિવસે એક એલગ જ મહત્વ હોય છે..તેવી જ રીતે અમુક ખાસ પ્રયોગો પણ એવા છે જે મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે તો ભોળાનાથ ખુબ જ પ્રસન્ન થઇ જાય છે.જેના કારણે જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ તો દુર થાય જ છે પરંતુ જીવન સુખી અને સમૃદ્ધ બને છે.
મિત્રો મહાશિવરાત્રીનો દિવસ અને રાત ખુબ જ સિદ્ધ અને પાવન હોય છે.તેથી આ દિવસે તમે કોઈ પણ પ્રયોગ કરો છો તો તમને તેના વિશેષ ફાયદાઓ થાય છે.એટલું જ નહિ પરંતુ શિવરાત્રીની રાત્રે જો કોઈ શિવમંત્રનો જાપ માત્ર પણ કરી લે તો તેને ખુબ જ શુભ ફળદાયી નીવડે છે.તો આજે અમે તમને જણાવીશું કે મહાશિવરાત્રીના દિવસે ક્યાં ખાસ પ્રયોગોથી તમે દેવોના દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરી શકો છો.
મિત્રો આ શુભ અને પાવન દિવસ વર્ષમાં એક જ વાર આવે છે અને તેથી પણ મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે આ વખતે શિવરાત્રી સોમવારના દિવસે છે.તેથી આ મહાશિવરાત્રી ખુબ જ દુર્લભ છે.તમને જણાવી દઈએ કે સોમવાર પણ શિવજીનો દિવસ છે. તે ખુબ જ ખાસ અને સિદ્ધ માનવામાં આવે છે.તો મિત્રો આ ખાસ દિવસે વિશેષ પ્રયોગ જાણવા તેમજ અનુસરવાનું ભૂલતા નહિ.
મિત્રો જો તમારા ઘરમાં લોકો અવાર નવાર બીમાર પડે છે તેમજ ઘરના કોઈને કોઈ સભ્યો બીમારીથી ઘેરાયેલા રહે છે.તમારા ઘરમાં ફાલતું ખર્ચાઓ વધી જાય છે તો તમારે આ પ્રયોગ કરવાનો છે.તો મિત્રો તેના માટે તમારે આ દિવસે દુર્વા ઘાસ લઈને આવવાનું છે.અને તેને પીસીને તેની પેસ્ટ બનાવી તેની એક શિવલિંગ બનાવાની છે અને તે શિવલીંગની પૂજા કરવાની છે.આ શિવલિંગ પાસે ધૂપ-દીપ વગેરે કરી ત્યાં બેસીને “ઓમ નમ: શિવાય” બોલતા બોલતા પાંચ માળા જાપ કારવાનો છે.
મિત્રો આ શિવલિંગ ને તમે કોઈ પણ મંદિરમાં કે પીપળાના વૃક્ષ નીચે બનાવી શકો છો.તમને જણાવી દઈએ કે આ રીતે દુર્વાથી બનાવેલ શિવલીંગની પૂજા કરવાથી બીમારી દુર થાય છે.આ સાથે જો તમારા કાર્યોમાં કોઈ વિઘ્નો આવતા હોય તો તે પણ ટળે છે.
જો મિત્રો તમે કોઈ તણાવમાં છો અથવા તો તમારા જીવનમાં તમે કોઈ એવી સમસ્યામાં ફસાઈ ગયા છો કે જેના લીધે તમને કોઈ શુભ પરિણામો નથી મળતા.તમે તે સમસ્યાથી ઘેરાયેલા રહો છો તેમજ તેનાથી તમને ઊંઘ પણ નથી આવતી તો તમારે આંબળાના પાવડરની શિવલિંગ બનાવવાની છે.તમે આંબળાના પાવડરમાં થોડો લોટ ઉમેરી તેની શિવલિંગ બનાવી શકો છો પરંતુ તમે લોટ વગર માત્ર આંબળાના પાવડરથી પણ આ શિવલિંગ બનાવી શકો છો.
આંબળાના પાવડરથી શિવલિંગ બનાવી અગાઉ જણાવ્યું તે રીતે જ પૂજા કરવી શિવલિંગ પાસે ધૂપ દીપ કરીને પાંચ માળા ઓમ નમ: શિવાયનો જાપ કરતા કરતા કરવી.મિત્રો આંબળાની શિવલિંગની પૂજા કરવાથી જીવનની મોટામાં મોટી સમસ્યા હોય તે પણ દુર થઇ જાય છે.તણાવ દુર થાય છે અને સુખની અનુભૂતિ થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળવાનું શરુ થઇ જાય છે.
મિત્રો જે લોકો સંતાન પ્રાપ્તિ કરવા માંગે છે.જે લોકો લાંબા સમયથી પ્રયાસો કર્યા બાદ પણ સંતાન સુખથી વંચિત છે તો તે લોકોએ ઘઉં અને ચોખાને સપ્રમાણ માત્રામાં લઈને તેનો લોટ દળાવી તેની શિવલિંગ બનાવી તેની પૂજા કરવી જોઈએ.અને ઓમ નમ: શિવાય બોલતા બોલતા પાંચ માળા કરવી જોઈએ.મહા શિવરાત્રીના દિવસે આ પ્રયોગ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.આ ઉપરાંત જે લોકોને સંતાન છે તે લોકો આ શિવલિંગ બનાવી તેની પૂજા કરે તો તેને સંતાનો તરફથી સુખની પ્રાપ્તિ થાય છે.
મિત્રો હવે પછીનો જે ઉપાય છે તે લગભગ લોકો અપનાવવાનું પસંદ કરશે કારણ કે આજે ધન સંબંધી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે.તો મિત્રો જે લોકોના જીવનમાં ધન સંબંધી સમસ્યાઓ વધારે રહેતી હોય તો તેણે દુધમાં કેસર મિક્સ કરી મહાશિવરાત્રીના પાવન દિવસે શિવલિંગ પર અર્પિત કરવું જોઈએ.કારણ કે આ પ્રયોગથી આપણો ગુરુ અને શુક્ર ગ્રહ બળવાન બને છે જેના કારણે ધનની પ્રાપ્તિ થાય છે.
જે લોકોના લગ્નમાં વિઘ્નો આવી રહ્યા છે લગ્ન નથી થઇ રહ્યા તેમજ લગ્ન જીવનમાં જગડાઓ વધી ગયા હોય તો પણ કેસર મિશ્રિત દૂધ શિવલિંગ પર અર્પિત કરવું જોઈએ તેનાથી ધનની સાથે સાથે લગ્ન સંબંધી સમસ્યાઓ પણ દુર થાય છે.આ ઉપરાંત ધન પ્રાપ્તિ માટેના નવા નવા માર્ગો ખુલે છે.
મિત્રો તમે જો ઉપર્યુક્ત પ્રયોગ કોઈ કારણસર ન કરી શકો તો આ પાવન દિવસે કોઈ પણ શિવ મંદિરે જઈ શિવલિંગની પૂજા અર્ચના અને શિવ મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી પણ જીવનમાં ઘણા શુભ ફળ પ્રાપ્ત થશે અને જીવન સુખમય બનશે.
તો મિત્રો સોમવારના દિવસે ખાસ મહાસંયોગથી આવેલ આ મહાશિવરાત્રીના પાવન દિવસનો લાભ ખાસ ઉઠાવવો જોઈએ.તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રીના દિવસે માત્ર ભગવાન શિવના નામના સ્મરણ માત્રથી પણ ઘણો ફાયદો થાય છે.તેથી કોમેન્ટ બોક્સમાં આ પાવન દિવસે “ઓમ નમ: શિવાય” અવશ્ય લખજો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી