અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
પાકિસ્તાનની સેનામાં કેટલા હિંદુ અને કેટલા સિખ સૈનિકો છે? તેમની સંખ્યા અને પદ જાણશો તો દંગ રહી જશો.
સામાન્ય રીતે તો પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોને દરેક પરીક્ષામાં બેસવાની અનુમતિ છે તેમ છતાં પણ પાકિસ્તાનની સેનામાં અલ્પસંખ્યકો ખાસ કરીને હિંદુ અને સિખોની સંખ્યા એટલી છે કે તેને આંગળીઓ દ્વારા ગણી શકીએ છીએ.
પાકિસ્તાનના નિયમ અનુસાર ઇન્ટર સર્વિસીઝ સિલેકશન બોર્ડની પરીક્ષાઓ માં પણ બધા ભાગ લઇ શકે છે પરંતુ તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં શરૂઆતથી લઈને 2006 સુધી ત્યાની સેનામાં માત્ર એક સિખ અને એક હિન્દુને જગ્યા મળી શકી હતી.જયારે પાકિસ્તાની સેનામાં ઘણા બધા ઈસાઈ સૈનિકો છે.
25 સપ્ટેમ્બર,2006 માં ન્યુઝ એજન્સી PTI દ્વારા પ્રકાશિત એક ખબરમાં પાકિસ્તાની સૈન્યના લગભગ 60 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એક હિન્દુને સેનામાં ભરતી કરવાની ખબર છપાઈ હતી.આ ખબરમાં થોડા દિવસો પહેલા એક સિખ યુવકને પણ પાકિસ્તાની સૈન્યમાં લેવાનો ઉલ્લેખ થયો હતો.આ હિંદુ યુવકનું નામ દાનિશ હતું અને તે પાકિસ્તાન આર્મીમાં કેપ્ટન છે.
દાનિશ રાજસ્થાન ની સીમા પર આવેલ ગ્રામીણ સિંધના થારપાકાર જીલ્લાનો છે તેવું જણાવવામાં આવ્યું હતું.દાનિશે તે અવસર પર કહ્યું હતું કે તેને સેનામાં જોડાવાની પ્રેરણા પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ પરવેજ મુશર્રફ પાસેથી મળી.તેમણે કહ્યું હતું કે “રાષ્ટ્ર પતિ મુશર્રફમાં એ બધી જ ખૂબીઓ છે જે એક મહાન નેતામાં હોવી જોઈએ”.
ઉપરના ફોટામાં પાકિસ્તાનના હજુ એક હિંદુ કેપ્ટન અનીલ કુમાર છે.
ડીસેમ્બર 2005 માં નનકાના સાહિબ ના હરચરન સિંહ પાકિસ્તાની સૈન્યમાં ભરતી થનાર પહેલા સિખ બન્યા હતા.
ત્યાર બાદ વર્ષ 2010 માં અમરજીત સિંહ નામથી હજુ એક સિખ યુવકને પાકિસ્તાની રેંજર ના પદ માટે નિયુક્તિ મળી હતી.વાઘા બોર્ડર પર પોતાની પરેડ દરમિયાન તે ચર્ચામાં આવ્યા હતા.ત્યાર બાદ એક સિખ યુવક પાકિસ્તાની કોસ્ટ ગાર્ડના પદ માટે ભરતી થયો.
આ ઉપરાંત પોલીસમાં પણ ગુલાબ સિંહ નામક એક સિખ યુવક ને પહેલી વાર ટ્રાફિક પોલીસ વોર્ડન બનાવવામાં આવ્યો હતો.ત્યાર બાદ ધીમે ધીમે અમુક હિંદુ અને સિખ અલ્પસંખ્યકોને પાકિસ્તાની સેનામાં જગ્યા મળવા લાગી.જો કે અત્યારે તેની સચોટ સંખ્યાના કોઈ આંકડાઓ નથી.પરંતુ થોડા વર્ષો પહેલા પાકિસ્તાનમાં એક 27 વર્ષના લાંસ નાયક લાલ ચંદ રબારીની હત્યા થઇ ગઈ હતી.તે વખતે તેઓ પીઓકે ની નજીક મંગલા ફ્રંટ પર ડ્યુટી પર હતા.તે સિંધના બાદિન જીલ્લાના હતા.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી