અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
આ પાંચ કહેવાતોને અનુસરો… જીવનમાં ક્યારેય પણ વાસ્તુદોષ નહી રહે…સમૃદ્ધિ ક્યારેય સાથ નહિ છોડે…જાણો કંઈ છે એ કહેવત.
મિત્રો પાંચ કહેવતો એવી છે જે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલ છે. જો તમે તે પાંચ કહેવતોને સમજીને તેને અનુસરી લીધી તો તમારા ઘરમાં ક્યારેય કોઈ વાસ્તુદોષ ઉત્પન્ન નહીં થાય. આપણા પૂર્વજોએ વાસ્તુશાસ્ત્રને સમજીને તેમની ખાસ વાતોને કહેવતોમાં સમજાવી છે. તે કહેવતો ઘરની વસ્તુઓ ઘરની આસ પાસ રહેલા વૃક્ષો અને વસ્તુઓ પર બનાવવામાં આવેલી છે.
તો મિત્રો આ કહેવતોને સમજીને તમે પણ તમારા જીવનમાં રહેલ વાસ્તુદોષને દુર કરી તમારું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકો છો. મિત્રો ઘણી વખત આપણા જીવનમાં આવતી નિષ્ફળતા અને સમસ્યાઓ અને આર્થિક તંગીનું કારણ વાસ્તુદોષ પણ હોઈ શકે છે. તો તેના માટે વાસ્તુદોષને દુર કરવો ખુબ જરૂરી બની જાય છે. અને દરેક પ્રકારના વાસ્તુદોષ તમે આ પાંચ કહેવતોનું પાલન કરીને દુર કરી શકો છો. માટે આ લેખ પુરેપુરો વાંચજો અને દરેક કહેવતને બરાબર ધ્યાનથી સમજજો. તો ચાલો જાણી લઈએ એ કહેવતો વિશે જે આપણા ઘરમાં રહેલા વાસ્તુદોષને કરે છે દુર.
પહેલી કહેવત છે કે, “જા કે પૂરબ પીપલ હોવે, સૌ લક્ષ્મી પર લક્ષ્મી ખોવે” મતલબ જે ઘરની પૂર્વ દિશામાં પીપળો હોય તે ઘરમાં રહેનાર વ્યક્તિને સતત ધનહાનિ થતી રહે છે. તે ઘરમાં પૈસા નથી ટકતા. માટે ઘરની પૂર્વ દિશામાં પીપળો ન હોવો જોઈએ.
બીજી કહેવત છે, “જે હી મુંડે પર અશોકવ્રીક્ષ, વાસા સુખ રાહત ઉર ભવત શ્વાસા”. આ કહેવતનો મતલબ છે, “જે ભૂમિ પર અશોકનું એટલે કે આશોપાલવનું વૃક્ષ હોય છે તેની આસપાસ બનેલું ઘર ખુબ શુભ હોય છે, આ ઘરમાં જે પણ વ્યક્તિઓ રહે છે તેમને ખુશીઓ મળે છે અને આશોપાલવના વૃક્ષથી વાસ્તુદોષ ક્યારેય ઉત્પન્ન નથી થતા.” એટલા માટે ઘરમાં એક આશોપાલવનું વૃક્ષ રાખવું જોઈએ.
ત્રીજી કહેવત આ પ્રમાણે છે, “સિંહ મુખી જો રહેને જાવે, તન ધન આપન સકલ ગવાવે.” મતલબ આગળથી પહોળું હોય અને પાછળથી સાંકળું હોય તેવું ઘર એટલે કે સિંહ મુખી ઘર. તો આવા સિંહ મુખી ઘરમાં રહેનાર લોકોને અવારનવાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થતી રહે છે. આ ઉપરાંત બીમારીની સાથે સાથે સતત ખર્ચો પણ થતો રહે છે. એટલા માટે ક્યારેય પણ સિંહ મુખી ઘરમાં રહેવું ન જોઈએ.
“છોટે દરવાજો મોટી ચૌલ, બહો આ તો આફત ઔર.” આ કહેવતનો મતલબ છે કે, “જે ઘરનો મુખ્ય દરવાજો નાનો હોય તે ઘરમાં ચોરીની સંભાવના વધી જતી હોય છે. તો બીજી બાજુ જે ઘરનો મુખ્ય દરવાજો ખુબ મોટો હોય તે ઘરમાં પણ ઘણી સમસ્યાઓ આવતી રહે છે.” માટે ઘરનો મુખ્ય દરવાજો વધારે નાનો પણ નહિ અને મોટો પણ નહિ પરંતુ મધ્યમ કદનો હોવો જોઈએ.
પાંચમી કહેવત છે..
“ગજ જેહી હારે જુંડ ઉઠાવે, સકલ સગુન અસબાત જતાવે; જો પહેલે ઘર દેવ ખીચાવે ઉહી ઘર કો બહિ દેવ રખાવે.”
આ કહેવતનો અર્થ એ થાય છે કે જે ઘરમાં પહેલા વાસ્તુ દેવતાને ભોગ લગાવવામાં આવે છે અને ત્યાર બાદ જ ઘરના સભ્યો ભોજન કરે છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. આ નિયમનું પાલન કરનાર લોકોને જીવનમાં સફળતા ખુબ જ જલ્દી મળે છે. તેથી આ લોકોની પ્રગતિ ખુબ જ ઝડપથી થાય છે.
તો મિત્રો તમે જો આ પાંચ કહેવતોને અનુસરીને જીવનમાં ચાલો તો તમારા ઘરમાં ક્યારેય વાસ્તુદોષ ઉત્તપન્ન નથી થતા, તેમજ ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાયેલી રહે છે. આ ઉપરાંત ધનમાં પણ વૃદ્ધિ થશે અને જીવનમાં સફળતાઓ તો મળશે અને સાથે સાથે દરેક સમસ્યાઓ પણ દુર રહેશે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી