લીલા મરચા અને લસણની આ ચટણી શરીરને આટલી બીમારીથી રાખશે કાયમી દુર, જાણો આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ચટણી બનાવવાની રેસિપી અને ફાયદા…

જ્યારે પણ આપણે ભોજન કરવા બેસીએ છીએ ત્યારે આપણને એવી ઇચ્છા હોય છે કે, આપણી થાળમાં કંઈક ટેસ્ટી ભોજન હોય, અને જો કોઈપણ વ્યક્તિને ભૂખ ઓછી લાગી રહી છે અથવા તો ખાવામાં સ્વાદ આવી નથી રહ્યો, ત્યારે તમારી ભોજનની થાળીમાં લસણ અને લીલા મરચાની ચટણી અને જરૂરથી સર્વ કરો. લસણ અને લીલા મરચાની ચટણી તમારા મોંનો સ્વાદ ખુબ જ સારો કરી દેશે. તેની સાથે સાથે જ આ ચટણી ખાવામાં એટલી ટેસ્ટી હોય છે તેની સાથે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ તે એટલી જ ફાયદાકારક છે.

આપણને ગરમ ગરમ વસ્તુ ખાવાની ખુબ જ મજા આવે છે. તેમાં પણ ગરમ ગરમ ભજીયા અને પરાઠાની સાથે ચટણી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો તે લીલા મરચા અને લસણની ચટણી હોય તો વાત જ કંઈક અલગ થઈ જાય છે. જો કોઈપણ વ્યક્તિને ભૂખ ઓછી લાગી રહી છે અથવા તેમને કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય છે અને તેમના ભોજનમાં તેમને કોઈ જ સ્વાદ ન આવતો હોય ત્યારે તેમની ભોજનની થાળીમાં લસણ અને લીલા મરચાની ચટણી જરૂરથી સર્વ કરવી જોઈએ. લસણ અને લીલા મરચાની ચટણીનો સ્વાદ ખુબ જ સારો કરે છે. તેને બનાવવો પણ ખુબ જ આસાન છે આવો જાણીએ લીલા મરચા અને લસણની ચટણીના ફાયદા તથા તેને ઘરે આસાનીથી બનાવવાની રીત.

પોષક તત્વોથી ભરપૂર લીલા મરચા : લીલા મરચાં ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર અનેક બીમારીથી દૂર રહે છે. લીલા મરચામાં ઘણા બધા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી-6, આયર્ન, કોપર, કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વધુ માત્રામાં જોવા મળે છે.

ભોજન પચાવવામાં : લીલા મરચાં ડાયટરી ફાઈબરથી ભરપૂર હોય છે, જે ભોજન પચાવવા માટે ખુબ જ જરૂરી છે. લોકો લગભગ લીલા મરચાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરે છે, પરંતુ લીલા મરચાં ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

બીપી કંટ્રોલ : બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે લસણ ખાવું ખુબ જ ફાયદાકારક છે. અને તેની માટે તમારે લખાણને ચાવીને ખાવો જોઈએ, આવું રોજ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, અને કોલેસ્ટ્રોલ લેવલ યોગ્ય રહે છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક : બ્લડ પ્રેશર શરીરમાં સોજો અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લસણમાં જોવા મળતા એલઆરસીન કમ્પાઉન્ડ ખુબ જ ફાયદાકારક હોય છે. લસણને શાકભાજીમાં નાખીને બનાવવાથી અથવા દાળનો વઘાર કરવાથી સ્વાદ તો આવે છે, પરંતુ તેને કાચું ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે લસણ ખાવાથી શરદી ખાંસીની તકલીફને પણ દૂર કરી શકાય છે.

લીલા મરચા અને લસણની ચટણી બનાવવાની સામગ્રી : બે ચમચી તેલ, 1 નાની ચમચી જીરૂ, 12 થી 15 લસણની કળીઓ, 15 થી 20 લીલા મરચા, ચારથી પાંચ આંબલીના ટુકડા, બે ચમચી ધાણાના પાન, મીઠું સ્વાદ અનુસાર.

લીલા મરચા અને લસણની ચટણી બનાવવાની રીત : લીલા મરચા અને લસણની સ્વાદિષ્ટ ચટપટી ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરો, ત્યાર બાદ તેમાં જીરું શેકો અને તેમાં લસણ નાખીને થોડું શેકો, હવે તેમાં લીલા મરચાં નાખીને થોડાક સમય સુધી શેકાવા દો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે આમલીના ટુકડા નાખો. હવે તેમાં ધાણાના પાન અને મીઠું નાખો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને પીસી લો. મરચાં અને લસણની ચટણી તૈયાર છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment