છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે, અને તેમાં લોકોને શરદી, ખાંસી, તાવ, શરીરનો દુખાવો, ફેફસામાં ઇન્ફેકશન વગેરે જેવી તકલીફ પણ થાય છે. અને તેમાં જ કોરોનાના નવા નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે. લોકોએ કોરોનાની રસી મુકાવી દીધી છે તેમ છતાં પણ તેનું સંપૂર્ણ ઈલાજ મળી શકતો નથી, અને એ જ કારણ છે કે, ડોક્ટર પણ કોરોનાના લક્ષણના આધારે દર્દીનો ઈલાજ કરે છે તથા કોરોનાના આ સમય દરમિયાન શરદી-ખાંસી અને તાવ થાય ત્યારે લોકો ડોક્ટરની સલાહ લીધા વગર જ dolo-650 દવાનો ખુબ જ પ્રયોગ કરે છે, અને ઘણા લોકો આ દવાને કોઈ વિશેષજ્ઞની સલાહ લીધા વગર જ લે છે.
તમને જણાવી દઈએ કે બીજી અન્ય દવાઓની જેમ જ ડોલો-650 પણ દર્દીઓ ઉપર ખરાબ અસર નાખે છે, અને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આ દવાને લેવા માટે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
આ કારણે ડોલો-650 થયો ખૂબ જ ઉપયોગ : ડોલો-650 એક પ્રકારની પેરાસીટામોલ છે. જે તાવ આવે ત્યારે તેને ઓછું કરવા માટે મદદરૂપ થાય છે. કોરોનાના લક્ષણોના પ્રમુખ લક્ષણ છે તાવ આવવો અને તેની સાથે જ આ ગોળી લેવાથી માથાનો દુખાવો, દાંતનો દુખાવો, પેટનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરેમાં ખૂબ જ આરામ મળે છે.
તે જ કારણે આ દવાનું લોકો સમજ્યા વિચાર્યા વગર ખૂબ જ સેવન કરે છે, અને આ દવાનો પ્રયોગ કર્યા બાદ મગજને પહોંચતા સિગ્નલ ઓછા થઈ જાય છે. જેનાથી મગજ પણ દર્દીઓને તે દુખાવાના સિગ્નલને ઓછું કરી નાખે છે તેનાથી દર્દીઓને આરામ મળે છે. આ દવાઓનું સેવન કરવાથી આપણા શરીરમાં ઉત્પન્ન થતા કેમિકલ પ્રોસ્ટાગ્લાન્ડિન્સને પણ રોકે છે. જે દુખાવો વધતા અને શરીરના તાપમાનને વધારનાર હોય છે.
ડોલો-650 થી થઈ શકે છે આ સાઇડ ઇફેક્ટ : ડોલો-650 લેવાથી થતી સામાન્ય અસરોમાં છે જીવ ગભરાવો, બ્લડ પ્રેશર ઓછું થઈ જવું, ચક્કર આવવા, કમજોરીનો અનુભવ થવો, વધુ ઊંઘ આવવી, અસ્વસ્થતાનો અનુભવ થવો, કબજિયાત થવી, બેહોશ થવું, મોં સુકાવું વગેરે સમસ્યાઓ થઈ શકે છે.
ડોલો-650 લેવાથી થતી ગંભીર અસરો : હૃદયના ધબકારા ધીમા થવા, ગળામાં સોજો આવવો, ફેફસામાં ઇન્ફેક્શન થવું, નર્વસ સિસ્ટમ પ્રભાવિત થઈ જવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, હૃદયના ધબકારા વધી જવા જેવી ગંભીર અસરો પણ થઈ શકે છે.
ડોલો-650 લેતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. કેમ કે ઉપર જણાવ્યા અનુસાર શરીરને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માટે દવા કોઈ યોગ્ય સલાહ વગર લેવાનું ટાળવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી